હાલારના દરિયા કાંઠે જામનગર જિલ્લામા આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનો પ્રાચીન ઈતિહાસ

આજે વાત કરવી છે શ્રી કૃષ્ણ ના કુળદેવી એવા કોયલા ડુંગર ની ટોચે અને ડુંગર ની તળેટી મા તેમ બંને જગ્યાએ બિરાજમાન માં હરસિદ્ધિ ની જે બે જીલ્લાઓ ને જોડે છે. જેમાં એક છે જામનગર અને એક છે પોરબંદર આમ બન્ને બાજુ થી ત્યાં માતાજીના દર્શનાર્થે જઈ શકાય. પોરબંદર થી દર કલાકે એસ.ટી. બસ તેમજ પ્રાઇવેટ સાધનો મળી રહે છે. જામનગર જિલ્લા ના કલ્યાણપુર તાલુકા ના હર્ષદ અને જેનું જુનું નામ ગોંધવી ના ડુંગરા ઉપર આવેલાં હરસિદ્ધિ માતા ના મંદિર નું એક અનેરું મહાત્મ્ય છે.

હવે વાત કરવી છે આ મંદિર ના ઈતિહાસ સાથે જોડાયેલ ઘણી વાતો વિશે. અહિયાં માતાજી ના દર્શનાર્થે આવેલ તમામ ભક્તો તેમના દર્શન કરી પોતાનું જીવન ધન્ય બનાવે છે. અહિયાં જે બે મંદિર આવેલ છે તેનો ઉલ્લેખ આપડા પુરાણો મા જોવા મળે છે. એવું ઉલ્લેખ છે કે દ્વાપર યુગ માં જયારે ભગવાન શ્રી કૃષ્ણ ને શંખાસુર નામના એક દેત્ય ને મારવો હતો ત્યારે તેમને પોતાના કુળદેવી મનાતા માં હર્ષદ કોયલા ડુંગરે જઈ પ્રાથના કરી અને તેમને પ્રસન્ન કર્યા.

માતા હરસિદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ થી પ્રસન્ન થઇ તેમને દર્શન આપ્યા અને તેમને શ્રીકૃષ્ણ ને કહ્યું કે તમે તો પોતે આ સમસ્ત ત્રિભુવન ના નાથ છો, સર્વ શક્તિમાન છો, છતાં તેમને યાદ કરવાનુ કારણ પૂછ્યું. ત્યારે શ્રીકૃષ્ણએ માતા ને વિનંતી કરતા જણાવ્યો કે બેટદ્વારકા મા રહેતા શંખાસુર નામના એક રાક્ષક ને હણવા તેમની મદદ ની જરૂર છે. ત્યારે માતાજીએ વચન આપતા કહ્યું કે તમે સમસ્ત છપ્પનકોટિ યાદવોઓ સાથે શંખાસુર ને હણવા જાવ ત્યારે દરિયા કાંઠે ઊભા રહી તેમને યાદ કરશો ત્યારે તે આવી જશે.

એવું માનવામાં આવે છે કે માતાજી ના આ આશિષ વચન સંભાળી ને ત્યાં ડુંગર ઉપર માતાજી નુ મંદિર બનવવા મા આવ્યું અને કેહવાય છે કે આ મંદિર નુ પેહ્લો પત્થર ભગવાન શ્રી કૃષ્ણએ સ્થાપ્યો હતો અને ત્યારબાદ આખું મંદિર બાંધવામાં આવ્યો હતું. આ મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર માતાજી ના મંદિર ને ગુંબજ નથી.

ભાવિક ભક્તો માતા ના દર્શન કરવા દેશ-વિદેશ થી આવે છે તેમજ અહિયાં ડુંગર ની તળેટી થી પગથીયા ચડી ઉપર માતાજી ના દર્શન ની સાથે કુદરત નુ રમ્ય સ્વરૂપ જોવા મળે છે. અહિયાં ઉપર થી આખો હાલાર પંથક દૃશ્યમાન થાય છે તેમજ અરબ નો દરિયો ઘુઘવાટા કરતો નજરે થાય છે.

બીજી પૌરાણિક કથા છે નીચે આવેલ મંદિર ના ઈતિહાસ ની છે કે માતા નીચે મંદિરે કેવી રીતે આવ્યા તેમજ નીચે ના મંદિર નો ઈતિહાસ શું છે. એક લોકવાયકા મુજબ અહિયાં થી નજીક પડતા દરિયા મા ઘણા વેપારીઓ વેપાર માટે વહાણ મા નીકળતાં. એવું મનાતું કે જયારે કોઇપણ વહાણ આ ડુંગર પાસે થી પસાર થતું ત્યારે તેમને માતાજી નુ સ્મરણ કરી ચુંદડી તેમજ શ્રીફળ માતાજી ને સમર્પિત કરવું પડતું. જેનાથી તેમની યાત્રા મંગલમય બની રહે અને કોઇપણ વિઘ્ન આવ્યા વિના તેમના કામ સફળ થાય.

એક વાર ની વાત છે કે કચ્છ ના વેપારી જગડુશા તેમના સાત વહાણો મા માલ-સામાન ભરી ને વેપાર માટે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ જયારે તે માતાજી ની મંદિર પાસે થી પસાર થયા ત્યારે તેમને વિચાર્યું કે તે સુકામે હિન્દુ ના માતાજી ને શ્રીફળ અર્પણ કરે અને તેઓ ત્યાંથી ભૂલી આગળ વધવા લાગ્યા. આ સાથે જ દરિયા મા તોફાન આવ્યું અને તેના છ વહાણ ડૂબી ગયા અને તેનુ વહાણ પણ હાલક-ડોલક થવા લાગ્યું. ત્યારે તેણે માતાજી ની સ્તુતિ કરી અને માતાજી ને ભક્તિપૂર્વક સ્મરણ ચાલુ કર્યું.

આ શેઠ ની ભક્તિ જોતા માતા તેમના પર પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે શેઠે માતાજી ને વિનંતી કરી કે તમે ડુંગર ઉપર થી નીચે તળેટી મા આવો અને બધા ડુબતા વહાણ ને તારો. આ શેઠ ની વાત સાંભળી માતાએ તેની ક્શોટી કરવા કહ્યું કે તે નીચે તો પરંતુ તેને નીચે આવતા દરેક પગથીયે એક-એક શ્રીફળ જોશે. આ વાત ને શેઠે માન્ય કરી અને બીજા જ દિવસે તે અને તેનો પરિવાર સવ કોઈ ભેગા થયા અને માતાજી ના વધામણા કરવા આ ડુંગરે ભેગા થયા.

શેઠે માતાજી ના કહ્યા મુજબ દરેક પગથીયે એક-એક શ્રીફળ ચઢાવતો ગયો અને શ્રીફળ આ રીતે પુરા થતા ગયા જયારે છેલ્લા ચાર પગથીયા બાકી હતા ત્યારે શ્રીફળ ખૂટી ગયા. જેથી તેને ગામ માંથી શ્રીફળ લાવવા કહ્યું પરંતુ તે સમય મા આ વિરાન જગ્યા ઉપર શ્રીફળ તો શું પણ એક પશુ કે પંખી પણ નોહ્તું દેખાતું. જેથી શેઠ વિચાર કરવા લાગે છે કે હવે તો માત્ર ચાર પગથીયા જ બાકી છે અને તેને વિચાર આવે છે કે માણસ ના મસ્તક ને પણ લીલું નારિયલ કેહવામાં આવે છે. જેથી તેને પોતાના પરિવાર નુ બલિદાન આપવા નક્કી કર્યું.

ત્યારબાદ શેઠે સવ પ્રથમ પોતાના દીકરા ની વહુ, પોતાના દીકરા, તેમની પત્ની અને આમ ત્રણ પગથીયા નો ભોગ પૂરો થયો અને છેલ્લે પગથીયે પોતાનું મસ્તક આપવા જતા માતાએ તેને રોકી લીધો અને તેમની ભક્તિ થી પ્રસન્ન થઇ તેના આખા પરિવાર ને પુનઃ સજીવન કર્યું. ત્યારબાદ આ શેઠ જગડુશાએ આ તળેટી મા માતા નુ મંદિર બંધાવ્યું. અહિયાં નો મહિમા જગ વિખ્યાત છે દેશ-વિદેશ થી લોકો માતા ના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.

આ હરસિદ્ધિ માતા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુળ ના પણ કુળદેવી છે. આ જગ્યા પોરબંદર થી ૪૫ કિ.મી અને દ્વારકા થી ૬૫ કિ.મી. ના અંતરે આવેલું છે. તેમજ અહિયાં ના ડુંગર ઉપર થી દેખાતો કુદરતી નજરો ઘણો રમ્ય છે. અહિયાં આવેલ તમામ ભક્તજનો માટે ઘર્મશાળાઓ છે. આ સિવાય કોયલા ડુંગર ની તળેટી મા નીચે પટાંગણ મા ઘણી દુકાનો આવેલી છે જ્યાં થી માતાજી ની ચુંદડી શ્રીફળ પ્રસાદ વગેરે મળી રહે છે સાથોસાથ બજાર મા ચા-નાસ્તો તેમજ ભોજન ની દુકાનો પણ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,328 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>