હાલ આ કળયુગમા પણ છેલ્લા વીસ વર્ષોથી શ્રવણ કુમારની જેમ માતાને છેલ્લા ૨૦ વર્ષથી કરાવે છે જાત્રા

આજ થી આશરે પાંચ હજાર વર્ષ પેહલા ઘટિત રામાયણ વિશે તો સૌ કોઈ જાણે જ છે અને તેમાં દર્શાવેલા પિતૃ ભક્તિ થી પણ કોઈ અજાણ નથી. આ જ રામાયણ મા શ્રવણ કુમાર નો પણ એક પ્રસંગ દર્શાવવા મા આવ્યો છે. આ પ્રસંગ ના અનુરૂપ માતૃ-પિતૃ ભક્ત શ્રવણ કુમાર તેમના અંધ માત-પિતા ને કાવડ મા બેસાડી ને ખભે ઉપર કાવડ લઇ જાત્રા મા નીકળે છે. આ જાત્રા મા અવધ નજીક આવતા મહારાજ દશરથ ના તીર થી તેમનુ મૃત્યુ નીપજે છે.

આ શ્રવણ કુમાર તેમની માત-પિતા ની ભક્તિ માટે જગવિખ્યાત છે એવી જ રીતે હાલ આ કળયુગ મા મધ્યપ્રદેશ ના જબલપુર ના વતની કૈલાશ ગિરી બ્રહ્મચારી આ શ્રવણ કુમાર જેવું જ કાર્ય કરી રહ્યા છે. આશરે ૨૦ વર્ષ પહેલા કૈલાશ ગિરી બાપુ ના માતૃ શ્રીએ બાપુ ને ચારધામ ની જાત્રા કરવા ની ઈચ્છા દર્શાવી. માતા ની આવી ઈચ્છા ને પૂર્ણ કરવા માટે બાપુ એ પણ શ્રવણ ની જેમ કાવડ નો ઉપયોગ કર્યો.

તો આ માટે જ આશરે ૨૦ વર્ષ પહેલા પોતાની અંધ વૃદ્ધ માં ને કાવડ મા લઇ ખંભા પર ઉપાડી ને ૩૬,૦૦૦ કિ.મી પગપાળા ચાલી ચુક્યા છે. જયારે તેમને આ જાત્રા ની શરૂવાત કરી હતી ત્યારે બાપુ ની ઉંમર ૨૫ વર્ષ હતી તેમજ અત્યારે તેમની ઉંમર આશરે ૫૦ વર્ષ ની આજુબાજુ હશે. તેમની માતા જણાવે છે કે બાળપણ મા કૈલાશ પડી ગયો હતો ત્યારે તેને ઘણું વાગ્યું હતું માટે તેમને આ ચાર ધામ ની જાત્રા ની માનતા લીધી હતી.

આ રીતે માં ની ઈચ્છા પૂર્તિ માટે કેલાશે પોતાનું સમગ્ર જીવન માં ની સેવા મા જ વ્યતીત કરવા માટે નો નિશ્ચય કરી તેમને ક્યારેય એકલતા નો અનુભવ થવા નથી દીધો. હાલ તેમની માં ૯૨ વર્ષ ના થઇ ગયા છે. તેમની જાત્રા સમયે ભક્તો તરફ થી આપવામા આવતી વસ્તુઓ થી તે જાતે જ તેમની માં માટે જમવાનુ બનાવતા અને તેમને પોતાના હાથે જ જમાડતા. કૈલાશ પોતાની અંધ માં ને ખંભા પર કાવડ મા બેસાડી નિયમિત ૫ થી ૬ કિ.મી. ચાલતા હતા.

તેમણે ગરમી હોય કે શરદી, તડકો હોય કે છાંયડો કઈ પણ વિચાર્યા વગર સવાર ના ૬:૩૦ થી સાંજે સુરજ આથમે ત્યાં સુધી પગપાળા ચાલતા હતા. કૈલાશ ના જણાવ્યા પ્રમાણે આ આખી દુનિયા મા તેમના સિવાય તેમની માં નુ બીજું કોઈ જ નથી. તે માત્ર જયારે ૧૦ વર્ષ ના હતા ત્યારે જ તેમના પિતા નુ અવસાન થઇ ગયું હતું અને તેમાં ભાઈ-બેન પણ હવે જીવિત નથી.

અત્યાર સુધી મા કૈલાશે પોતાની માં ને કાવડ મા દ્વારકા, ઋષિકેશ, હરિદ્વાર, અયોધ્યા, કેદારનાથ, બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, ગંગાસાગર, ચિત્રકૂટ, પુષ્કર, તિરૂપતિ બાલાજી, પ્રયાગરાજ જેવા દર્શનીય તેમજ અધ્યાત્મિક જગ્યાઓ ની જાત્રા કરાવી ચુક્યા છે. તેમની આ જાત્રા ની પુર્ણાહુતી વર્ષ ૨૦૧૬ મા વ્રજભૂમિ મા કરવામા આવી હતી.

Comments

comments


3,262 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 2