હાડકાને એકદમ ખોખલા કરી દે છે આ ચાર વસ્તુ, સેવન કરતા પહેલા સાવધાન !

52435816 - long bone structureહાડકા આપણા શરીર નું ખુબ જ મહત્વનું અંગ છે. તેના ઉપર જ આખું શરીર ટક્યું હોય છે. આ માટે હાડકા હમેશા મજબુત હોવા જોઈએ. પણ આજ કાલ અનીયમિત ખાન પાન અને જીવન શૈલી ના લીધે.  નાની ઉમરે જ કમર નો દુખાવો, પગ નો દુખાવો, હાડકા કમઝોર થઇ જવા એવી બધી સમસ્યાઓ થઇ જતી હોય છે. આજ કાલ ના ખાન પાન ના લીધે હાડકા નબળા પડી જાય છે. શરીરમાં કેલ્શિયમ ની ખામી આવી જતી હોય છે. આજે અમે તમને એવી અમુક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી તમારા હાડકા નબળા પડી રહ્યા છે. તેના માટે આજે જ બંધ કરી લો આ ચાર વસ્તુઓ.Bone 2

હાડકા ને મજબુત રાખવા માટે તમારે ચા અને કોફી નું સેવન બહુ ઓછી માત્રા માં કરવું જોઈએ. તેની અંદર રહેલું કેફીન હાડકા માટે ખુબ જ  નુકશાન કરે છે. કેફીનના લીધે શરીરના હાડકા નબળા પડી જાય છે. અને તેના લીધે પગનો દુખાવો પણ થાય છે.તેના લીધે સાંધા ના દુખાવા ખુબ જ થાય છે.3 coffee_n_tea

4 Saltવધુ નમક ખાવાથી પણ હાડકા ને નુકશાન થઇ શકે છે. નમક ની અંદર રહેલું સોડીયમ હાડકા માટે નુકશાન કારક સાબિત થાય છે. સોડીયમ કેલ્શિયમ ને યુરીન મારફતે શરીરની બહાર કાઢી નાખે છે. જેના લીધે હાડકા અંદર થી નબળા પડી જતા હોય છે. માટે વધુ પડતું નમક નું સેવન ક્યારેય ન કરવું.5 cold-drinks-1515564914-3569798

એ પછી જે વસ્તુ છે જે નુકશાન કરે છે તે છે કોલ્ડ ડ્રિક. તેનું સેવન આજ કાલ યુવાનો બહુ જ કરે છે. તેના લીધે આપણા શરીર માં કાર્બન ડાયોક્સાઈડ અને ફોસ્ફરસ જાય છે. જેના લીધે હાડકા નબળા પડતા જાય છે. માટે તમારે હાડકા  ને મજબુત બનાવવા માટે કોલ્ડ્રીંક નું સેવન ટાળવું.
6 Sugar

તમને વિશ્વાસ નહિ આવે પણ વધુ પડતી ખાંડ પણ હાડકા ને નબળા બનાવી દે છે. વધુ પડતી ખાંડ હાડકા માટે નુકશાન કારક સાબિત થાય છે. આ માટે તમારે પણ વધુ મીઠી વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ. હાડકા આપણા શરીર નો બહુ મહત્વ નો હિસ્સો છે અને તેનું ધ્યાન રાખવું એ આપણા સ્વાસ્થય માટે સારું છે.

Comments

comments


5,692 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =