ગુરુ ગ્રહનુ થયુ વૃશ્ચિક રાશિમા ગોચર, જાણો કઈ રાશિઓના ખુલશે ભાગ્ય, કોના આવશે ખરાબ દિવસો

મિત્રો તમે જાણો છો કે ગ્રહો અને નક્ષત્રો માં કોઈ પ્રકારનું પરિવર્તન થાય છે, તો એનો પ્રભાવ બધી રાશિઓ પર અવશ્ય પડે છે. જેમાં કોઈ રાશિ પર સારો તો કોઈ રાશિ પર તેનો ખરાબ પ્રભાવ પણ પડે છે. સમયની સાથે ગ્રહોમાં પણ પરિવર્તન થતા રહે છે. જેને લીધે લોકોના જીવન પર પણ તેનો ખાસ્સો પ્રભાવ પડે છે. જ્યોતિષશાસ્ત્ર માં જણાવ્યા અનુસાર ગુરુ ગ્રહનું વૃશ્ચિક રાશિમાં પરિવર્તન થઈ ગયું છે, જેને કારણે તે 29 માર્ચ 2019 સુધી વૃશ્ચિક રાશિમાં જ રહેશે. ગુરુ ગ્રહ ના આ પરિવર્તનના કારણે બધી રાશિઓ પર એની કોઈને કોઈ અસર જરૂર થશે. જેના વિષે આજે આપણે જાણીશું.

વૃષભ

ગુરુ ગ્રહના પરિવર્તનને કારણે આ રાશિવાળા વ્યક્તિઓ માટે ઘણો લાભ થવાનો છે. ગૃહસ્થ જીવનમાં ખુશીઓ જોવા મળશે અને આ રાશિવાળા વ્યક્તિઓ માટે નવા પ્રેમ પ્રસંગની શરૂઆત થવાની સંભાવના બની છે. તમે બનાવેલી યોજનાઓ માં તમને લાભ મળશે. વૃષભ રાશિ ના લોકો માં આત્મવિશ્વાસમાં વધારો થશે અને મિત્રોનો પણ સંપૂર્ણ સહ્યો મળશે. તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે. ધાર્મિક ક્રિયામાં તમારી રુચિ વધશે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે.

સિંહ

સિંહ રાશિ ધરાવતા લોકો માટે ગુરુનું પરિવર્તન ને કારણે તમારી ભૌતિક સુખ સુવિધાઓમાં કમી આવી શકે છે. ખાસ તો આ રાશિવાળા લોકોના ગુપ્ત સંબંધ ઉઘાડા થવાની સંભાવના બની રહી છે, જેના કારણે વાદ-વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. તે માટે પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવવાની જરૂર જણાઈ છે. પણ જે વ્યક્તિ વ્યાપારી છે એમને વ્યાપારમાં મધ્યમ લાભ મળશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

કન્યા

કન્યા રાશિ વાળા માણસો નો સમય ઘણો સારો રહેવાનો છે. જે લોકો ના હજુ સુધી લગ્ન નથી થયા તે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. તમે ની સંકોચ કોઈ નાની યાત્રા પર જઈ શકો છો. જેનાથી તમને લાભ મળશે. તમારા ઘર પરિવારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. ઘર પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પણ વાહન ચલાવતા સમયે તમે સાવધાન રહો. તમારો આવનાર સમય ઘણો સારો રહેવાનો યોગ છે.

વૃશ્ચિક

આ રાશિવાળા વ્યક્તિઓ નો હવે પછીનો સમય ઘણો ખાસ રહેવાનો છે. તમારા ઘરમાં કોઈ નાનું મહેમાન આવી શકે છે, જે તમારા આખા પરિવારમાં ખુશીઓ લાવશે. તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. જે વ્યક્તિ ઘણા લાંબા સમયથી વિદેશ જવાનો વિચાર કરી રહ્યા છે એમને વિદેશ જવાનો અવસર મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે.

મકર

મકર રાશિવાળા વિદ્યાર્થીઓને સારો લાભ મળવાનો છે. તમે આપેલી કોઈ પણ પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધા ની આવકમાં વધારો થઈ શકે છે. આ રાશિઓ વાળા વ્યક્તિઓના આત્મવિશ્વાસમાં વધારો થશે. ભાઈ બહેનનો સંપૂર્ણ સહયોગ મળશે. ગૃહસ્થા જીવન ખુશહાલી પૂર્વક પસાર થશે. જે વ્યક્તિ પ્રેમ પ્રસંગમાં છે એમનો આવનાર સમય ઘણો સારો રહેવાનો છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારો આવનાર સમય ઘણો સારો રહેશે. ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે.

કુંભ

કુંભ રાશિવાળા લોકોને આર્થિક લાભ પ્રાપ્ત થવાનો છે. તથા તેના ઘર પરિવારની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. તમારી વાણીમાં નિખાર આવશે. જેના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે. આ સમય દરમિયાન તમે કોઈ વાહનની ખરીદી કરી શકો છો. ભૌતિક સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. માતા તરફથી વિશેષ સહયોગ મળશે. જો તમે કોઈ જુના રોગથી પરેશાન છો તો તમને આ રોગથી છુટકારો મળશે. સંતાન તરફથી પણ ચિંતાઓ દૂર થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,182 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>