ગુજરાતનુ એક માત્ર ગામ કે જ્યા મળે છે દૂધ, દહીં, છાસ મફત !!! જાણો એનુ કારણ

આજના આ જમાનામા દૂધ, દહીં, છાસ એ બધાની જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય. પરંતુ આ મોંઘવારી ભર્યા સમયમા તમારા ઘરનુ દૂધ નુ બિલ કેટલુ આવે છે? ૧૦૦૦, ૧૫૦૦ કે ૨૦૦૦ હજાર….

પણ કચ્છના ધોકડા ગામમા કોઈને દૂધના બિલની ચિંતા જ નથી, કારણ કે આ ગામમા દૂધ, દહીં અને છાસ એકદમ મફત મળે છે, ૫૦૦૦ ની વસ્તી ધરાવતા માંડવી જિલ્લાના ધોકડા ગામે જે લોકો પાસે દુધાળા ઢોળ છે એનુ દૂધ એ લોકો વેંચતા નથી, પણ પોતાના અને આજુબાજુના ગામના લોકોને દૂધ મફત મા આપી દે છે.

પ્રથમ નજરે તો વિશ્વાસ નહિ જ આવે પરંતુ મિત્રો આ જ હકીકત છે આ ગામની અને ગામના લોકોની માનવતાની.

આજથી ૫૦૦ વર્ષ પહેલા મુસ્લિમ પીર સયદનાએ ગામ લોકોને કહ્યુ હતુ કે ગામમા શાંતિ અને સુખ જળવાય રહે એના માટે કોઈએ દૂધ ક્યારેય વેચવુ નહિ. ગામના સૌ કોઈ તેમના આ શબ્દોનુ પાલન આજે પણ અડગ મન થી કરી રહ્યા છે. અને ગામમા આવેલી પીર સાયદનની દર્ગાને બધા લોકો માનની નજરે જુવે છે.

ગાય ભેંસ ધરાવતા કુટુંબો વધારાનુ દૂધ ગામમા જેની પાસે દુધારા ઢોર ના હોય એવા લોકોને તદ્દન મફતમા આપી દે છે. ઘરમા ઉપયોગ કરવા દહીં, છાસ પણ પૈસા લીધા વગર બીજાને આપી દે છે. આમ છતા પણ જો દૂધ વધતુ હોય તો તે આજુ બાજુના ગામના લોકોને દૂધ, દહીં, છાસ આપવાનુ ચુકતા નથી.

ગામના સરપંચ ના જણાવ્યા મુજબ “ગામના એક વ્યક્તિએ આમારી ઈચ્છા વિરુદ્ધ દૂધ વેચવાનુ શરુ કર્યું તો એનુ મુત્યુ થઇ ગયુ. આજ બતાવે છે કે આમારા ગામની માન્યતા સારી અને સાચી છે”. આ કોઈ અંધ્શ્રાધા કે ગુમરાહ કરવાની વાત નહિ પણ હકીકત ની વાત છે.

ગામના એક બીજા સજન વ્યક્તિ જણાવે છે કે ચાર માણસના અમારા કુટુંબને અમારે જોઈએ એટલા દૂધ, દહીં અને છાસ મફત મળી જાય છે. જેથી કુટુંબનો નિભાવ ખર્ચ સાવ જ ઓછો આવે છે.

તો હવે વિચાર શુ કરવાનો હોય ચાલો ધોકડા ગામની ટિકિટ લઈ લો અને જાતે જોઈ આવો આ ગામના લોકોની જિંદગી અને માનવતા.

તો મિત્રો આ ગામની મુલાકાત લો કે ના લો પરંતુ આ ગામ પાસેથી ત્યાના લોકો ની માનવતા વિષે તો શીખવા જેવુ જ છે …

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,308 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>