ગુજરાતનુ આ એક એવું મંદિર કે જ્યાંથી નીકળે છે “સ્વર્ગ નો માર્ગ”, આખા દેશમા બીજે ક્યાય પણ નથી આવુ શિવલિંગ…

પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન લકુલીશ સાથે સંબંધ ધરાવતું આ મંદિર ને દેશ નું બીજુ કાશી માનવામાં આવે છે. આ મંદિર કાયાવરોહણ નામે સુપ્રસિદ્ધ છે. જેમા ભગવાન ભોળાનાથ ની ઉપાસના કરવામાં આવે છે. તેને દેશ ના બીજા તીર્થો સાથે એક મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ સ્થાને મહર્ષિ વિશ્વામિત્રએ ગાયત્રી મંત્ર નો જાપ કર્યો હતો અને આ મંત્ર નુ ઉદ્ભવ સ્થાન મનાય છે. તેમજ ગાયત્રી નો બીજો અર્થ મેઘા થાય એટલે આ મંદિર ને મેઘાવતી કહીને પણ સંબોધવામાં આવે છે.

શું છે દંતકથા સ્વર્ગ ના માર્ગ ની

કાયાવરોહણ મંદિર ને આ પૃથ્વી ઉપર બીજું કાશી સિવાય એવું પણ મનાય છે કે અહિયાં થી સ્વર્ગ નો કેડો છે. પ્રચલિત દંતકથા અનુસાર, દેવરાજ ઇંદ્રએ મહર્ષિ વિશ્વામિત્ર ના ચેલા ને સ્વર્ગ મા જગ્યા ના આપતા ગુસ્સે થયેલ ઋષિએ નક્કી કર્યું કે આજ જમીન ને સ્વર્ગ બનાવીશ જેના માટે તેમને કઠોર તપ આદર્યો અને આ તપ હજુ પૂર્ણ ના થયો હતો તે પેલ્લાં જ ભગવાન વિષ્ણુએ તપ ભંગ કરતા આશિર્વાદ આપ્યો કે જેનો પણ કાયાવરોહણ ની ધરતી ઉપર જન્મ કે મ્રુત્યુ થશે તે સ્વર્ગમા જશે.

આ જગ્યા ને ગુજરાત નું કાશી માનવામાં આવે છે કે જ્યાં મહાદેવનો વાસ છે. આ જ કારણ ના લીધે કાયાવરોહણ ની જગ્યા ને સ્વર્ગ નો કેડો કેહવામાં આવ્યો છે. તેમજ અહિયાં છેલ્લા ૨૩ વર્ષ થી પૂજા કરતા બ્રાહ્મણ જણાવે છે કે આખા ભારત મા અહિયાં આવેલ આ એકજ એવું શિવલિંગ છે કે જે કાયાવરોહણ ની જમીન પર લકુલિશ સાથે જોડાયેલુ હોય.

આ જગ્યા ઉપર લાખો ભાવિકો સમગ્ર દેશ માંથી ભગવાન ભોલેનાથ ના દર્શનાર્થે આવે છે. તેમાં શિવરાત્રી અને શ્રાવણ મહિના ના સોમવારે જન મેદની વધુ જોવા મળે છે. આ સિવાય મંદિર મા ૨૮ મહિલાઓની બનાવેલ ભજનમંડળી નિયમિત ભજન કરવા માટે આવે છે. તેમજ અહિયાં ના પુજારી દ્વારા સવાર-સાંજ આરતી કરવામાં આવે છે અને આ આરતી નો આરંભ ભક્તજનો ના શંખનાદ કર્યા બાદ કરવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,428 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>