ગુજરાતનો આ પુત્ર બન્યો સૌથી નાની વયનો IPS અધિકારી, તેમની માતા ઘડે છે બીજાના ઘરના રોટલા…

એવું મનાતું કે કોઇપણ વાત વિશ્વ મા માત્ર શબ્દો થી જ કહી શકાય ત્યારે ચાર્લી ચેપ્લિને એક પણ શબ્દ ઉચાર્યા વિના આખા જગત ને હસાવ્યાં. દરેક વ્યક્તિ એવું માનતો કે માત્ર સ્ત્રીઓ જ સારી રસોઈ બનાવી શકે ત્યારે સંજીવ કપૂરે દુનિયા ને પોતાના હાથ ની રસોઈ ની દિવાની બનાવી. એવું મનાતું કે ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના સફળતા ન મળે ત્યારે આ માન્યતા નું ખંડન કરી શાહરુખ બન્યો બોલિવૂડ નો બાદશાહ.

આ વાત ઉપર થી આપળે એ શીખવાનુ છે કે જો કામ પ્રત્યે ની લાગણી સાચી હોય અને મેહનત નો સાથ સાથે કિસ્મત નો ટેકો મળે તો કોઇપણ વ્યક્તિ કોઇપણ સિદ્ધિ મેળવી શકે છે. આ આખી વાત કરવાનું કારણ છે આજ ના ગુજરાત ના સવ થી નાના વયે IPS પડે બિરાજતા સફિન હસન માટે. તેમણે ગુજરાત યુનિવર્સિટી ની એક હેલ્ધી કેમ્પસ મીટીંગ મા જણાવ્યું કે તેમને હાર્ડવર્ક, કમિટમેન્ટ, વેલ્યૂ અને સોસાયટી માટે ની જવાબદારી ની લત્ત છે.

બનાસકાંઠા ના કણોદર ગામ ના વતની સફિન ગઈ કાલ થી જ IPS ની તાલીમ મા જોડાયા છે અને તેમનો ઈચ્છા તો આઈ એ એસ બનવાનો હતી તેથી તેઓ ફરી થી યુ પી એસ સી ની પરીક્ષા આપશે. જેની તૈયારી પણ તેઓ અત્યાર થી શરુ કરી દીધી છે. તેમના સાથે વાત કરતા જાણવા મળ્યો કે તેમની સંઘર્ષ ની શરૂઆત થી લઈને અત્યારે સફળતા ના શીખર સુધી ની બધી વાત.

સ્કૂલ મા કલેક્ટર નું સન્માન જોઈને આઈ એ એસ બનવાનુ નક્કી કર્યુ

જયારે તે માત્ર ૧૦ વર્ષ ના હતા ત્યારે તેમના સ્કૂલ મા એક વાર એક લાલ ગાડી આવી અને તેમાંથી કલેક્ટર શ્રી ઉતર્યા. આવી ગાડી અને થતા સાહેબ ને માન-સન્માન ને જોઈ ને સફીને મનોમન નક્કી કર્યું કે તે કલેક્ટર બનશે.

કોલેજ ની ફી ભરવાના પણ પૈસા નહોતા, સગા-સંબંધીઓએ મદદ કરી

પોતાના ગામ માં જ ૧૦ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ધોરણ ૧૧ અને ૧૨ માટે પાલનપુર ની સ્કૂલે તેમની પરિસ્થિતિ જોઈ ને ફી માંથી મુક્તિ આપી. ત્યારબાદ એન્જિનિયરિંગ ની ફી ના હોવાથી સગા-સંબંધીઓએ મદદ આપી. જયારે પણ ફી ના પૈસા ઓછા પડતા તો તે બીજા બાળકોને ટ્યુશન કરાવતો. કોલેજ પૂરી કર્યા બાદ UPSC ના ક્લાસિસ ના પણ પૈસા નહોતા જેથી તેના ગામ ના હુસેનભાઈ અને ઝરીનાબેને પૈસા આપ્યા અને દિલ્હી મા ક્લાસ શરૂ કર્યા.

માત્ર એક જ વર્ષ ની સખત પરિશ્રમ ના લીધે યુ પી એસ સી-જી પી એસ સી પાસ કરી

ગયા જૂન ૨૦૧૬ મા તેમણે આ UPSC અને GPSC માટે તૈયારી શરૂ કરી અને ૨૦૧૭ મા તેમણે આ UPSC-GPSC ની પરીક્ષા આપી. માત્ર એક જ વાર મા પાસ થવાની સાથે GPSC મા 34મો અને UPSC મા 570મો ક્રમ મેળવ્યો.

અકસ્માત મા ઘણી ઈજાઓ હોવા છતાં આપી પરીક્ષા : ઈન્ટવ્યૂ પત્યા બાદ ઓપરેશન કરાવ્યું

તેમનુ UPSC મેઈન્સ નું ચોથુ પેપર સવારે ૯ કલાકે હોવાથી તે ઘરે થી પોતાની બાઈક લઈ ૦૮:૩૦ વાગ્યે નીકળ્યા અને આગળ જતા અકસ્માત મા બાઈક સ્લીપ થવા થી તેમનું ઘુંટણ, કોણી તેમજ માથા પર ઈજા થઈ. પરંતુ જમણો હાથ બચી જતા તે ખુસ થયા. UPSC નું પેપર ઘણું લાંબુ હોવાથી દુખાવા ના થાય તે માટે પેઈનકિલર લઈને જાતે બાઈક ચલાવીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો. બધા પેપર પુરા થયા બાદ MRI કરાવ્યો તો જાણ થઇ કે ઘુંટણ નો લિગામેન્ટ તૂટી ગયો છે. ઓપરેશન કરાવવું ફરિજયાત હોવા છતાં નક્કી કર્યું કે પોતે પેહલા ઈન્ટરવ્યૂ આપશે અને ત્યારબાદ જ બાદ ઓપરેશન કરાવ્યું.

સતત તાવ આવતો હોવા છતાં ઈન્ટરવ્યૂ દરમિયાન દેશ મા બીજા વધુ માર્ક્સ મેળવનાર બન્યા

UPSC નું ઈન્ટરવ્યૂં ૨૩ માર્ચે હતું,૨૦ ફેબ્રુઆરી એ તેમન શરીર ના શ્વેત કણો ઘટીને ૩૦ હજાર સુધી પોહચી ગયા જેથી આખા શરીર મા ચેપ લાગવાથી તેમને સતત તાવ રહેતો હતો. ૧૫ માર્ચે પોતે દવાખાના માંથી રજા લઈને દિલ્હી પહોંચી ગયા અને માત્ર એક જ અઠવાડિયા ની તૈયારી કરી ઈન્ટરવ્યૂ મા દેશ મા બીજા ક્રમે વધુ માર્ક્સ મેળવનાર વ્યક્તિ બન્યાં.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,206 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>