ગુજરાતની છોકરી કે જેને GPSC મા તો પ્રથમ ક્રમે જીતી મેળવી, પરંતુ કુદરત સામે જિંદગીનો જંગ હારી! વાચો બહાદુર છોકરીની કરૂણ સ્ટોરી…

જાનકી આહિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડત્રા ગામની દીકરી હતી.તે ભણવાનું પૂરું કરીને ઘર કામો કરીને એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન વિતાવવા માંગતી નોતી.તે તેના પગ પર ઊભી થઈ ને જીવન જીવવા માંગતી હતી.

જાનકી ના લગ્ન વિનોદ ભાદરકા નામના યુવક સાથે થયા હતા. વિનોદભાઈ ગાંધીનગરમાં ટુરિઝમ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા એટલે જાનકીબેન પતિ સાથે ગાંધીનગર રેહવા માટે આવી ગયા. જાનકી અમેરિકન કંપનીમાં અમદાવાદ નોકરીમાં લાગી ગઈ. માત્ર ચાર વર્ષના સમય માં કંપનીના મુખ્ય પદ પર પહોંચી ગઈ જ્યાં પહોંચવા માટે 12 વર્ષનો સમય લાગે ત્યાં માત્ર ચાર વર્ષ માં જાનકી પોતાની આવડત ના કારણે પહોચી ગઇ.

જાનકી ગાંધીનગર થી અમદાવાદ અપડાઉન કરતી હતી.તે બપોરે 12 વાગે ગાંધીનગરથી અમદાવાદ આવવા માટે નીકળે તો રાત ના 10 વાગ્યે પાછા ગાંધીનગર પહોંચે. આખા દિવસની દોડધામ પછી પણ તે થાક્તિ નહીં રાત્રે ઘરે આવીને રસોઈ બનાવે અને પછી પતિ-પત્ની સાથે બેસીને જમે. વિનોદભાઈ બહાર જમવાનું કહે પણ જાનકી ને રસોઈ બનવાની આળશ થતી નહીં અને તે તેના પતિ ને સમજાવતી કે બહારનું ખાવાથી શરીર બગડે માટે ઘરનુ જ ખાવું જોઇએ.

જાનકી તેના શરીરનું પણ ખૂબ ધ્યાન રાખતી.જ્યારે પણ ઘરની બહાર જવાનું થાય ત્યારે તે વ્યવસ્થિત તૈયાર થઈ ને ઘર બહાર નીકળતી. ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાનું જાનકી નું સપનું હતું માટે તે રજા ના દિવસો માં જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતી હતી.

આજ કાલ ઘણા ભાઈઓ અને બહેનો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. અમુક લોકો ગામથી દૂર રહીને પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. જાનકી આ લોકો ને પોતાના ઘરે લઈ જાઈ છે॰ અને તેને મદદરૂપ થાય છે.

ભગવાને જાનકી ને“ઓટોઇમ્યુન ડિસોર્ડર”નામનો ઍક વિચિત્ર રોગ આપ્યો. જાનકીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. પતિ વિનોદભાઈ પડછાયાની જેમ પત્નીની સેવા કરતાં હતા.જે લોકો થોડા સમય માટે પણ જાનકીબેનના સંપર્કમાં આવ્યા હતા એ લોકો પણ તેમની ખબર પૂછવા હોસ્પિટલ દોડી ગયા હતા. પીડાદાયક રોગની સામે હાર માની લે તો એ આહીરાણી ના કહેવાય. આ બીમારી મારૂ કાઇ બગાડી નહીં શકે એવી હિંમત સાથે જિંદગી ની લડાઈ લડતા હતા.

જાનકી એ જીપીએસસી ની પરિક્ષાનું ફોર્મ ભર્યું હતું એ પરિક્ષા આવી ગઈ. ને પરીક્ષા આપવા જવાઈ તેવી તેમની હાલત નોતી.છતાં જાનકી હીમત ના હારી જાનકીબેને કહ્યું ગમે તે થાય મારે પરિક્ષા તો આપવી જ છે. થોડું જ્યુસ પી એ પરીક્ષા આપવા ગયા. પરીક્ષા પૂરી થયા બાદ એમની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. માંડ માંડ ઘરે પહોંચ્યા. અનેક તકલીફ હોવા છતાં જાનકીબેન પતિના સથવારે જિંદગી જીવતા હતા.

એક દિવસ જાનકીની તબિયત અચાનક બગડી ગઈ.અને તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી બધીજ હોસ્પિટલમાં સારવાર કરાવી પણ વિનોદભાઈ તેની પત્નીને બચાવી ના શક્યા. વિનોદભાઈ ભાંગી પડ્યા તે કહેતા જાનકી મારું સર્વસ્વ હતી.હિંમત હાર્યા વગર કેમ જીવવું એ હું જાનકી પાસેથી શીખ્યો હતો.

જાનકી એ જે પરીક્ષા આપી હતી એ પરિક્ષાનું પરિણામ આવ્યું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની મદદનીશ નિયામક વર્ગ-૧ ની લેવાયેલી આ પરીક્ષામાં જાનકીબેન પાસ થઈ ગયા હતા.પણ જાનકી જીવિત રહી નહોતી.

મિત્રો જાનકીબેન જેવી દીકરી મૃત્યુ સામેનો જંગ લડીને આપણને સૌને પ્રેરણા આપે છે કે જિંદગી માં ક્યારેય હાર માનવી જોઇયે નહીં.

Comments

comments


3,747 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 10