ગુજરાતના યુવક-યુવતીઓ માટે ખુશખબર, મહિને ૮૦૦૦ ની આવક આપતી યોજનાનો પ્રારંભ

રાજ્યમા મહિલા સશક્તિકરણ હેઠળ મહિલાઓને સ્વસહાય જુથમાં સામેલ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ આપી તેઓને વધુ ઝડપથી આર્થિક રીતે પગભર કરવા માટે “મુખ્યમંત્રી ગ્રામોદય યોજના વર્ષ ૨૦૧૮-૧૯” અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં એક વર્ષમાં ૫ લાખ જેટલી મહિલા લાભાર્થીઓ, યુવાનોને ઓછામાં ઓછી કૌટુંબિક મહિના ની આવક રૂ.૮૦૦૦/મેળવે તેવા બનતા બધા જ પ્રયાસો કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

“મુખ્યમંત્રી ગ્રામોદય યોજના વર્ષ ૨૦૧૮-૧૯” મા મહિલાઓ/યુવાનોને આર્થિક સશક્તિકરણ તરફ લઇ જવા માટે તેઓને શરૂઆતથી જ નામાંકિત નાણાકીય સંસ્થાઓ સાથે અથવા બિન સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવે છે.

જોઇન્ટ લાયબીલીટી જુથો, સ્વ સહાય જૂથ, જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથો અને વ્યક્તિગત રીતે યુવાનો અને મહિલાઓને આર્થિક લાભ અપાવવા માટેનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.

આ યોજનાના માળખા હેઠળ પાંચ મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે:

ઉત્પાદક પ્રેરિત મોડેલ –

આ મોડેલ હેઠળ ઔદ્યોગિક ઉત્પાદકોને એન્કર તરીકે જોડી એમના ક્ષેત્રમાં ખુટતી કડી પૂરી પાડવા અને તેમના ઉત્પાદનમાં વધારો કરવા માટે સ્વસહાય જુથ, જોઇન્ટ લાયબીલીટી જુથો અને જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથો ને સામેલ કરવામા આવેલ છે.

ખરીદદાર પ્રેરિત મોડેલ –

આ મોડેલ હેઠળ પ્રોસેસ કરનાર, નિકાસ કરનાર વેપારી અને હોલસેલના વેપારી વગેરે ને એન્કર તરીકે જોડી ને તેમની ખૂટતી વસ્તુ સ્વસહાય જુથ તેમજ જોઇન્ટ લાયબીલીટી જુથ મારફતે તૈયાર કરાવવી.

ઇન્ટરમીડીએટરી પ્રેરિત મોડેલ –

આ મોડેલ હેઠળ સ્વૈચ્છિક સંસ્થાઓ, વિકાસ એજન્સીઓ, સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા સ્વસહાય જુથ અને જોઇન્ટ લાયબીલીટી જુથને આજીવિકા પુરી પાડવામાં આવશે.

નાણાકીય સંસ્થાઓ પ્રેરિત મોડેલ –

આ મોડેલ હેઠળ નાણાકીય સંસ્થાઓ જેવી કે, બેંક, ઇન્સ્યોરન્સ કંપની વગેરેને સ્વસહાય જૂથ અને જોઇન્ટ લાયબીલીટી જુથ સાથે જોડી તેમને જરૂરી તાલીમ આપી તેમને ફોર્મલ સેક્ટરમાં લાવવા.

કોમ્યુનિટી પ્રેરિત મોડેલ –

આ મોડેલ હેઠળ સમાજના પાયાની જરૂરીયાતવાળી સેવાઓ અને સુવિધા પુરી પાડવા માટે, આ મોડલ હેઠળ સ્વ સહાય જુથ અને જોઇન્ટ લાયબીલીટી જુથને રોજગારી પુરી પાડવામાં આવશે.

આ યોજનામાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ.૬૦ કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ૯૬% રકમ યોજના માટે વાપરવામાં આવશે જયારે ૪% રકમ વહીવટી ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ યોજનાનો ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તેમના જિલ્લા કક્ષાના માળખા હેઠળ અમલ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય સ્થાપના ની સ્વર્ણિમ જયંતી નિમિતે રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ, ગરીબોના આર્થિક જીવનધોરણમાં તથા માનવ સુચકઆંક (HDI) per capital આવકમાં સુધારો કરવાના હેતુથી ગુજરાત સરકાર “આજીવિકા યોજના” અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. ની સ્થાપના કરવામાં આવેલ છે.

 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,289 views

Leave a Reply

Your email address will not be published.


+ 9 = 14