ગુજરાતના આ પ્રખ્યાત ગાયક કલાકારો તેમના એક કાર્યકમની કેટલી ફી વસુલે છે, જુઓ…

ગુજરાત પોતાના ભજન, ભોજન અને ભક્તિ માટે જગવિખ્યાત છે. અહિયાં ભજન, સંતવાણી અને હાસ્ય ના ડાયરા નું જોર વધુ જોવા મળે છે. લગ્ન, ગૌશાળા ના કાર્યક્રમો કે પછી કોઈ સારા પ્રસંગ મા ભજનો રાખવા એક રીવાજ બનતો જાય છે.આજ ના આ આધુનિક યુગ મા પણ પોતાની ઉમદા ઓળખ ઉભી કરી સંતવાણી, લોકસાહિત્ય, લોકગીત તેમજ ભજન ને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાત ના અનેક લોકસાહિત્યકાર તેમજ ભજનીક દેશ-વિદેશ મા ઘણા પ્રખ્યાત છે.

તો ચાલો આજે વાત કરીએ આ કલાકારો વિષે કે તેઓ પોતાના એક ડાયરા ના કે કાર્યક્રમ માટે કેટલી ફી લે છે તેમજ તેમની સાથે આવેલ સાંજીદાઓ જેવા કે લોકસાહિત્યકાર સાથે તબલા વાદક, મંજીરા ના માણીગર તેમજ બીજા ઘણા વાદ્ય સાધનો, સાઉન્ડ ની ટીમ સાથે પ્રસંગ મુજબ ડાયરા ના કાર્યક્રમ માટે ની ફી નક્કી કરવામાં આવે છે.

ભીખુદાન ગઢવી

ભીખુદાન ગઢવી એક ડાયરા ની ફી પેટે રૂપિયા એક થી દોઢ લાખ લે છે. પદ્મશ્રી એવોર્ડ મેળવેલ અને લોકસાહિત્ય ગાયક અને લેખક તરીકે ગુજરાત આખા મા જાણીતા છે.

હેમંત ચૌહાણ

હેમંત ચૌહાણ એક ડાયરા ની ફી પેટે રૂપિયા દોઢ લાખ લે છે. તેઓ માતાજીના ગરબા, લગ્નગીતો, માતાજી ના ડાકલા, ગુરુમુખી વાણી, સંતવાણી, સાધુ-સંતો ના લખેલ ભજનો ગાઈને નામના મેળવી છે. તેમને આ ધાર્મિક ગીતો માટે ભજન સમ્રાટ નું બીરુધ આપવામાં આવ્યું છે તેમજ તેમને રાષ્ટીય એવાર્ડ થી પણ સમાંનિત કરવામાં આવ્યા છે.

કીર્તીદાન ગઢવી

કીર્તીદાન ગઢવી એક ડાયરા ની ફી રૂપિયા ત્રણ થી ચાર લાખ લે છે. ૨૦૧૫ ની સાલ મા રાજ્ય સરકારે તેમણે એવોર્ડ આપ્યો હતો. તે એક ભજનિક તરીકે નામના મેળવેલ છે.

ઓસમાણ મીર

ઓસમાણ મીર એક ડાયરા ની ફી રૂપિયા ત્રણ થી સાડા ત્રણ લાખ લે છે. ઓસમાણ મીર એક ભજનિક તો છે જ પણ સાથોસાથ તેમને ફિલ્મી જગત બોલીવુડ મા પણ ગીતો ગાઈ સારી નામના મેળવેલ છે.

ફરિદા મીર

ફરિદા મીર એક ડાયરા ની ફી રૂપિયા સવા બે લાખ લે છે અને તેમને ગુજરાતી ભજન તેમજ માતાજી ના ડાકલા ગાવા મા આખા ગુજરાત પંથક મા પ્રસિદ્ધ છે.

લક્ષ્મણ બારોટ

લક્ષ્મણ બારોટ એક ડાયરા ની ફી રૂપિયા એક લાખ ને પીન્ચોતેર હજાર લે છે. તેઓ મોટેભાગે ગુરુમુખી વાણીઓ તેમજ ભજન ગાવા મા નામના મેળવી છે.

લલિતા ઘોડાદ્રા

લલિતા ઘોડાદ્રા એક ડાયરા ની ફી પેટે રૂપિયા ૮૦૦૦૦ લે છે. પ્રભાતિયા, લોકગીત, લગ્નગીત તેમજ એક સારા ભજનિક તરીકે આખા ગુજરાત મા નામના મેળવેલ છે.

માયાભાઇ આહીર

માયાભાઇ આહીર એક ડાયરા ની ફી રૂપિયા એક લાખ ને પીન્ચોતેર હજાર લે છે. હાસ્ય સાથે લોકસાહિત્ય ને ઉજાગર કરતા તેમને દેશ વિદેશ મા સારી નામના મેળવી છે.

સાઈરામ દવે

સાઈરામ દવે એક ડાયરા ની ફી પેટે દોઢ લાખ રૂપિયા લે છે. વ્યવસાયે શિક્ષક તરીકે કામ કરતા ગુજરાત નું જુનું લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે નામના મેળવી છે.

ધીરુભાઈ સરવૈયા

ધીરુભાઈ સરવૈયા એક ડાયરા ની ફી પેટે રૂપિયા સવા લાખ થી પોણા બે લાખ લે છે. તે કાઠિયાવાડી હાસ્ય કલાકાર તરીકે દેશ વિદેશ મા નામના મેળવી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,393 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>