ગુજરાતી લોકોનુ ફેવરીટ સોફ્ટ તથા સ્વાદિષ્ટ “નાયલોન ખમણ”, હવે બનાવો ઘરે જ…

ખમણ ચણાના લોટમાંથી બનતી એક ગુજરાતી વાનગી છે. સોફ્ટ અને સ્પંજી ખમણ ખાવામાં મીઠા લાગે છે. ખમણની સાથે આમલીનું ખાટુ-મીઠું પાણી મળી જાય તો તો સોનામાં સુગંધ ભળી જાય. અમુક જગ્યાએ ચણાના લોટમાંથી બનાવેલ જાડી કઢી સાથે ખમણ વેચાઈ છે.

બેસન ચણાના લોટમાં છાશ મેળવીને થોડી વાર પલાળી દેવું , પછી થાળીમાં પાથરી વરાળથી બાફવાથી પોચા ખમણ થાય છે. ત્યાર બાદ તેના પર તલ, લીલા મરચા, અને રાઈનો વઘાર કરવામાં આવે છે. આ રીતે ચણાના લોટમાંથી બનેલા ખમણને ‘નાયલોન ખમણ’ કહે છે.

આવો ખમણ બનાવવાની રીત વિગતવાર જોઇયે:

ખમણ બનાવવા માટે ઉપયોગ માં આવતી જરૂરી સામગ્રી :

● 1 ચમચી આદું-મરચાની પેસ્ટ

● 1/2 ચમચી ખાવાના સોડા અને ઈનો પાવડર

● 1 ચમચી હળદર

● જરૂરીયાત મુજબ મીઠુ

● 1 કપ પાણી

● 1 કપ ચણાનો લોટ

● 1/2 ચમચી લીંબુના ફૂલ

● 1/2 ચમચી ખાંડ

વઘાર કરવા માટેની સામગ્રી :

● 2 ચમચા તેલ

● 1 ચમચી રાઈ

● 1 ચમચી તલ

● 2 ચમચી ખાંડ

● અડધો કપ ગરમ પાણી

● 3 લીલા મરચાં ઝીણા સમારેલા

● 1 ચપટી હિંગ

ખમણ બનાવવા માટે ની રીત :

પહેલા ઢોકળિયામાં પાણી નાખી અને એક પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકી દો. ત્યારબાદ એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળવી. પછી તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લેવું . ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરવું .

પછી તેમાં ઇનો નાખીને હલાવવું તેથી ખીરુ ફૂલી જશે .પછી તે મિશ્રણને હલાવતા-હલાવતા જ થાળીમાં રેડી દેવું . 15 થી 20 વીસ મિનિટ ઢાંકીને ચડવા દેવું . ચડી ગયા પછી બહાર કાઢી લેવું . ખમણ ઠરી જાય એટલે એનાં ટુકડા કરી લેવા . ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ નાખવી રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ નાખવા ત્યારબાદપછી ખમણનાં ટુકડા ઉપર આ વઘાર રેડી દેવો .

અને હૂંફાળા પાણીમાં થોડી ખાંડ ઉમેરીને એ પાણી ખમણ ઉપર છાંટી દેવું. તો તૈયાર છે તમારું સ્વાદિષ્ટ નાયલોન ખમણ…. સેવ-ખમણ ભેગા કરીને એમાં દાડમનાં દાણા પણ નાખી શકાઈ અને ખાટી-મીઠી ચટણી પણ નાખી શકાઈ છે ચટપટું ખમણ ખાવાની મજા પડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,306 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 72

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>