આ વિકેન્ડ પર બનાવો યમી એનઇ ટેસ્ટી ગ્રીલ સેન્ડવિચ ..

આજે આપણે બનાવીશું ગ્રીલ સેન્ડવિચ. જે આમ તો બધા ને પસંદ જ હોય છે. પરંતુ આજે આપણે સેન્ડવિચ માં દહી અને કોથમરી નો ટેસ્ટ પણ ઉમેરીશું. તેમજ સેન્ડવિચ માં ખજૂર આંબલીની ચટણી લગાડવા થી પણ ખૂબ જ સરસ લાગે છે. તો ચલો આજે બનાવીએ ગ્રીલ સેન્ડવિચ એક નવા ફ્લેવર સાથે...

સામગ્રી :

  • · 1 પેકેટ બ્રેડ,
  • · 5-6 મોટા બટાકા,
  • · 2 નંગ ડુંગળી,
  • · 1 નંગ લીલું મરચું,
  • · 1 કપ દહી-કોથમરી ની ચટણી,
  • · 1 કપ ખજૂર આંબલીની ચટણી,
  • · ½ ચમચી ખાંડ,
  • · ½ ચમચી નમક,
  • · 1 ચમચી મરચું પાઉડર,
  • · 1 ચમચી ધાણાજીરું,
  • · ½ ચમચી હળદળ,
  • · ½ ચમચી ગરમ મસાલો,
  • · 2 ચમચી તેલ.

રીત

સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ આપણે બટાકા બાફી લઈશું. બટાકા બફાઈ ગયા બાદ આપણે તેની છાલ કાઢી તેને મેશ કરી લેવા.(બટાકા નો છુંદો કરી લેવો).

ત્યાર બાદ એક પેન માં થોડું તેલ ગરમ કરી લેવું. ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી અને મરચું ઉમેરી સાંતળી લેવું.

ત્યાર બાદ તેમાં બટાકા નો તૈયાર કરેલો માવો ઉમેરવો. અને તેમાં મસાલા કરી લેવા. બધા જ મસાલા તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. જેમાં લઈશું નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું અને ગરમ મસાલો.

હવે બધી જ સામગ્રીઓ ને મિક્સ કરી સેન્ડવિચ માટેનો સરસ અને ટેસ્ટ ફૂલ માવો તૈયાર કરી લેશું.

હવે 2 બ્રેડ લઈશું. જેમાં એક બ્રેડ ઉપર દહી કોથમરી ની ચટણી લગાડી તેના પર તૈયાર કરેલો માવો પાથરી દઇશું.

હવે બીજી 2 બ્રેડ લઈ એના પર ખજૂર આંબલીની ચટણી લગાડી લેવી. આ રીતે તમને પસંદ હોય એ ફ્લેવર ની સેન્ડવિચ બનાવી શકો છો.

હવે બને બ્રેડ ને એકબીજા ઉપર મૂકી અને તેમાં થોડું પસંદ હોય તો અંદર ઘી કે બટર પણ લગાવી શકાય છે.તો હવે આપણી સેન્ડવિચ ગ્રીલ થવા માટે એકદમ તૈયાર છે.

હવે સેન્ડવિચ ગ્રિલ કરવાની વાર હોય ત્યારે પાંચ ક મિનિટ પેલા ગ્રીલર ને ગરમ થવા માટે મૂકી દઇશું. ત્યાર બાદ ગ્રીલર ગરમ થઈ જાય એટલે તેમાં સેન્ડવિચ મૂકી ગ્રીલ કરી લઈશું.તો ગ્રીલ સેન્ડવિચ હવે તૈયાર થઈ ચૂકી છે.

તો તેને પ્લેટ માં કાઢી ડુંગળી અને કોથમરી વડે સજાવી સર્વ કરો. આ ગ્રીલ સેન્ડવિચ ને મે ખાટી-મીઠી ચટણી તેમજ દહીં-કોથમરી ની ચટણી જોડે સર્વ કરી છે. જેની રેસીપી મે પેલા થી જ share કરેલી છે.

નોંધ

· સેન્ડવિચ માં તમારી પસંદ ની બધી જ ચટણીઓ ઉમેરી શકો છો. તેમજ તમને પસંદ હોય તો ટમેટો સોસ પણ લગાડી શકાય છે. ગ્રીલર ના હોય તો ટોસ્ટર અથવા પેન માં પણ આ સેન્ડવિચ બનાવી શકાય છે.

વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો : 

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,251 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>