ગૌરી પુત્ર ગણેશના આ ૨ ઉપાય દ્વારા જીવનમાં આવશે બરકત, ચમકી જશે તમારું ભાગ્ય

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરતો હોય છે. પરંતુ ઘણી વખત તેનું કિસ્મત તેની સાથે ન હોવાના કારણે તેની આ મહેનત જ ફીકી પડી જતી હોય છે. આપણે તો જાણીએ છીએ કે જીવનમાં પૈસાનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ લોકોની ફૂટી કિસ્મત ના કારણે લાખ મહેનત કરવા છતાં પણ તેના ભાગ્યમાં પૈસા નો લેખ હોતો નથી. શા માટે વ્યક્તિની કિસ્મત જવાબદાર હોય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારા માટે કિસ્મત ખોલવાનો રામબાણ ઈલાજ લઈને આવ્યા છીએ.

આપણે સૌ જાણીએ છીએ કે હિંદુ શાસ્ત્રો અનુસાર ગૌરીપુત્ર ગણેશ ને ભાગ્યવિધાતા તરીકે માનવામાં આવે છે. જે વ્યક્તિ ભગવાન શ્રી ગણેશની ભક્તિ કરે છે તે દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે, એટલે કે તમે તમારી કિસ્મત શ્રી ગણેશને ખુશ કરીને ચમકાવી શકો છો. આ વાતો પરથી અમે તમને બે એવા ઉપાયો જણાવીશું કે જેના દ્વારા તમે ગોરી પુત્ર ગણેશને ખુશ કરી શકો છો. ગણેશને પ્રસન્ન કરવાથી તેની કૃપાદ્રષ્ટિ અમારા ઉપર બની રહેશે જેના કારણે તમારું કિસ્મત ચમકવા લાગશે.

ગણપતિના ઉપાયથી ચમકશે કિસ્મત

પહેલો ઉપાય
મિત્રો તમારા નસીબને ચમકાવા માટે પ્રથમ ઉપાય આ મુજબ રહેશે. બુધવારના દિવસે તમારે તમારા ઘરની નજીક આવેલા પીપળાના ઝાડ માંથી એક પાંદડું લઈને લાવવાનું રહેશે. આ પાંદડું કોઈ જગ્યાએથી ફાટેલું ન હોય તેની તકેદારી રાખવી આ ઉપરાંત આ પાંદડા નો કલર લીલો હોવો જોઈએ. આ પાંદડા ને તમારે તમારા ઘરના મંદિર માં શ્રી ગણેશની મૂર્તિ સમક્ષ રાખી દેવા નું થશે. આ પાંદડા ઉપર ચોખા અને ઘઉંની એક એક નાની ઢગલી બનાવો. ત્યારબાદ જો ખાને ટકલી ઉપર એક સોપારી મુકો અને ઘઉંની ઢગલી ઉપર ઘીનો દીવો પ્રગટાવો.

ત્યારબાદ બીજો એક દીવો પ્રગટાવીને શ્રી ગણેશ ની આરતી ઉતારો. આરતી કર્યા બાદ પહેલી આરતી ગણેશજીને, બીજી આરતી પીપળાના પાનને તથા ત્રીજી આરતી ઘીના દીવા ને આપો. ત્યારબાદ તમારી મુશ્કેલી શ્રી ગણેશ ને જણાવો. બંને હાથ જોડીને મનમાં પ્રાર્થના કરો. પૂજા સંપન્ન થાય ત્યારબાદ ઘઉં અને ચોખા ને તમારા અન્ન ભંડારમાં ભેગા કરી દો. આમ કરવાથી ઘરમાં બરકત આવશે. ત્યારબાદ પીપળાના પાનને તમારી પથારી ના માથા નીચે રાખી દો. જેથી તેની સકારાત્મક ઉર્જા તમારી અંદર પ્રવેશી શકે. જ્યારે આ પાન સૂકાઈ જાય ત્યારબાદ આ ઉપાય ફરીથી કરો. આવું તમારે ચાર વખત કરવાનું રહેશે.

બીજો ઉપાય
બીજા ઉપાય ની અંદર તમારે બુધવારના દિવસે કોઇ ગરીબ વ્યક્તિને પેટ ભરીને જમાડવાનો રહેશે. ત્યાર બાદ તમારે તે વ્યક્તિને લાલ વસ્તુઓનું દાન કરવાનું છે. આ કામ કરવાથી પણ તમારું કિસ્મત ચમકી શકે છે. દિવસ દરમિયાન કરવામાં આવતું વસ્ત્ર અને ખોરાકનું દાન શુભ માનવામાં આવે છે. વસ્ત્ર અને ખોરાકનું દાન કરતા પહેલા તમારે તે બંને વસ્તુને ગણેશજીની પૂજા ની સમક્ષ રાખવી જોઈએ. પૂજા કર્યા બાદ આ બંને વસ્તુને કોઈ ગરીબ માણસ ને જમાડી દો અને વસ્તુઓનું દાન કરી દો. આમ કરવાથી તમારા જીવનમાં બરકત આવશે તમારી સૂતેલી કિસ્મત જાગી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,390 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>