Chrome Webstore પર એવા કેટલા પ્રકારના ફ્રી એક્સ્ટેન્શન્સ છે જેનો ઉપયોગ તમે કરી શકો છો. આ લેખમાં આપણે એ Best Google Chrome Extension વિષે જાણીશું જે તમારા ઈન્ટરનેટ સર્ફિંગને આસન અને શાનદાર બનાવી દેશે.
જયારે આપણે ઈન્ટરનેટ પર કામ કરીએ છીએ ત્યારે અમુક જટિલ સમસ્યાઓ વારંવાર આવતી હોય છે પરંતુ, તેનો હલ કઈ રીતે કરવો તેના અંગે આપણને યોગ્ય જાણકારી નથી હોતી. તેથી આજે અમે તમને Google Chrome ના Best Extension વિષે જણાવવા છીએ. આ Extension ને સફારી, ઈન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા જેવા બ્રાઉઝરમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ..
AdBlock અને AdBlock Plus
શું તમે પોપએપ એડથી પરેશાન છો?? AdBlock નો ઉપયોગ સામાન્ય રીતે વેબપેજમાં આવતી જાહેરાતોને બ્લોક કરવા માટે છે. AdBlock એ ગુગલનું સૌથી પોપ્યુલર એક્સ્ટેન્શન છે. તમે ક્રોમ, સફારી, ઓપેરા અને ફાયરફોક્સમાં યુઝ કરી શકો છો.
આના માધ્યમે તમે ટોરેન્ટ જેવી મોટી વેબસાઈટમાં આવતી જાહેરાતો, ફેસબુક અને YouTube વગેરે જેવા સોશિયલ મીડિયાના પેજમાં આવતી જાહેરાતને રોકી શકાય છે. ગુગલના આ એક્સ્ટેન્શન નો 40 મિલિયન કરતાં વધુ લોકો ઉપયોગ કરે છે.
Website Blocker
આની મદદથી તમે કોઇપણ સાઈટને બ્લોક કરી શકો છો. આ ઉપરાંત આ એક્સ્ટેન્શન Incognito Mode પર પણ કામ કરે છે.
Mighty Text
કોઈપણ Android નંબર પર પોતાના કોમ્પ્યુટરના માધ્યમે ટેક્સ્ટ મેસેજ મોકલી શકીએ છીએ. જો કોઈ તમને મોબાઇલમાં મેસેજ કરે તો તમે તેને પીસી માં ચેક કરી શકો છો. માઈટી ટેક્સ્ટ ત્યારે કામમાં આવશે જયારે તમે તમારા ફોનને પીસી કે ટેબ્લેટ કે પછી લેપટોપ સાથે સિંક્રનાઇઝ કરેલ હોય. આ ઉપરાંત જયારે તમારા ફોનની બેટરી લો થવાની હોય તે અંગે માહિતી પણ આપે છે.
પોકેટ નો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જયારે કામ કરતી વેળાએ કોઈ પણ વસ્તુને સેવ કરવી હોય. જેથી તમને ટાઈમ મળતા જ તમે તેને વાંચી શકો.
Disconnect
આ એક્સ્ટેન્શન સામાજિક, ડિજિટલ અને વ્યક્તિગત ટ્રેકરથી તમને દુર રાખશે. આ ખાસ કરીને એવા લોકો માટે યુઝફુલ છે જેમણે Google Analytics, સોશિયલ કન્ટેન્ટ અને Advertisment થી દુર રહેવું હોય. આવા લોકો માટે આ એક્સ્ટેન્શન ખુબ ઉપયોગ બની શકે છે.
Personal Blocklist
Personal Blocklist ના મદદથી યુઝર્સ વેબ સર્ફિંગ કરતી વખતે કયા ડોમેનને બ્લોક કરવો અને કયા ડોમેનને નહિ તે નક્કી કરે છે. આને ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સ વિડિઓ, ચૅનલ્સ, વેબ ડોમેન બધાને પોતાની અનુકુળતા અનુસાર બ્લોક કરી શકે છે.
Gmail Offline
આ ક્રોમ એક્સ્ટેન્શન યુઝર્સને ઑફલાઇન મોડમાં જીમેલ ચેક કરવાની સુવિધા પ્રોવાઇડ કરે છે. જયારે યુઝર્સ ઑફલાઇન હોય છે ત્યારે આ કામમાં આવે છે. આ એક્સ્ટેન્શન યુઝર્સને Offline મેસેજ કમ્પોઝ કરાવી, ચેક કરવી અને મેસેજ મોકલવાની સુવિધા આપે છે.