Google માં કામ કરતા ભારતીયો પર એક નજર

ભારતીયનો દબદબો દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. કોઇ ઇંડસ્ટ્રીની વાત હોય કે પછી કોઇ ફિલ્ડની. ટેક વર્લ્ડમાં એવી કેટલીય કંપનીઓ છે જેમાં મુળ ભારતના કેટલાય લોકો કામ કરી રહ્યા છે. જેમાં ગૂગલ પણ શામેલ છે. ઇન્ટરનેટ વર્લ્ડની સૌથી મોટી કંપનીમાં કેટલીય ભારતીયો પોતાની સેવા આપી રહ્યા છે. કેટલીય કંપનીઓમાં મોટી જવાબદારી પણ સંભાળી રહ્યા છે. ગૂગલ આ મહિનાના અંતમાં I/O ઇવેન્ટ યોજવા જઇ રહ્યુ છે. તેમાં અમે તમને ગૂગલમાં કામ કરતા અને કામ કરી ચુકેલા ભારતીયો વિશે જણાવી રહ્યા છીએ.

નિકેશ અરોડા

Google's lofty in India, has been found in the multi-crore bonus

નિકેશ અરોડા ગૂગલ છોડી ચુક્યા છે. હાલમાં તેઓ સોફ્ટબેંકના વાઇસ પ્રેસિડેન્ટ છે. સાથે સાતે સોફ્ટબેક ઇન્ટરનેટ અને મીડિયા (SIMI) માં CEO ના પદ પર કાર્યરત છે. જો કે ગૂગલ છોડ્યા પહેલા કેઓ સિનિયર વાઇસ પ્રેસિડેટન્ટ પદ પર હતા. સાથે સાથે તે ચિફ બિઝનેસ ઓફિસર પણ રહી ચુક્યા છે. વિકેશનો જન્મ ભારતમાં જ થયો હતો. અને તેમણે 1989 માં ઇન્ડિયન ઇસ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (BHU) વારણસીમાંથી ગ્રેજ્યુએશન પુરૂ કર્યુ હતુ.

ગૂગલની સફળતામાં નિકેશનો ખુબ મોટો હાથ છે. આ વાતનો અંદાજો તમે આમ પણ લગાવી શકો છો. કે વર્ષ 2013-14માં સારા પરફોર્મન્સ માટે રૂપિયા 35 લાખ ડોલરનુ બોનસ મળ્યુ હતુ. આ પહેલા વર્ષ 2012-13 મા તેમને 28 લાખ ડોલરનુ બોનસ મળ્યુ હતુ.

સૂંદર પિચાઇ

Google's lofty in India, has been found in the multi-crore bonus

તામિલનાડુના રહેતા સુંદર પિચાઇએ આઇઆઇટી ખડગપુરમાં એન્જિન્યરિંગની ડિગ્રી મેળવ્યી છે. 42 વર્ષિય પિચાઇને ગૂગલના મુખ્ય સેવાઓના ઇંચાર્જ બનાવવામાં આવ્યા છે. તેમાં ગૂગલ સર્ચ અને એડવર્ટાઇઝિંગ મહત્વની છે. સુંદર પિચાઇનુ અસલી નામ પિચાઇ સુંદરરાજન છે. બારતીય મુળના અધિકરી સુંદર પિચાઇ ગૂગલના એક એવા અધિકારી છે જેમને જતા રોકવા માટે ગૂગલે રૂપિયા 305 કરોડ ખર્ચ કરવા પડ્યા હતા. જો કે તેઓ 2004માં ગૂગલ સાથે જોડાયા હતા. પરંતુ વર્ષ 2011માં વોટ્સએપે પિચાઇને જોબ ઓફર કરી હતી. એવામાં તેમણે રાજીનામુ મુક્યુ હતુ અને ગૂગલે તેમને નોકરી ના છોડવાના 305 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. હાલમાં પિચાઇ ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે અને કંપનીમાં ક્રોમ, ક્રોમ ઓએસ અને ગૂગલ એપ્સનુ કામ સંભાળે છે.

વિવેક ગૂનડોત્રા

Google's lofty in India, has been found in the multi-crore bonus

વિવેક ગુનડોત્રા ગૂગલના સોશ્યલ બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટના પદ પર કામ કરી ચુક્યા છે. જો કે હવે તે ગૂગલમાં પોતાની સેવા નથી આપી રહ્યા. ગૂગલ પ્લસને સફળ બનાવવા પાથળ વિવેકની સૌથી મહત્વની ભુમિકા રહી છે. તેમણે 2007માં ગૂગલ જ્હોઇન કર્યુ હતુ. તે પહેલા તેઓ માઇક્રોસોફ્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરી ચુક્યા છે. વિવેકનો જન્મ 14 જુન 1968માં મુંબઇમાં થયો હતો. વિવેકને વિકના નામથી પણ જાણવામાં આવે છે. વેવેક આઠ વર્ષ સુધી કામ કર્યુ છે.

અમિત સિંઘલ

Google's lofty in India, has been found in the multi-crore bonus

ભારતમાં જન્મેલા અને મોટા થયેલા અમિતાભ કુમાર સિઘલ પણ ગૂગલના ખાસ કર્મચારીઓમાં શામેલ છે. સામાન્ય રીતે લોકો અમિત સિંઘલના નામથી બોલાવે છે. ગૂગલમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને સોફ્ટવેર એન્જિનિયર અમિત સિંઘલ ગૂગલ ફેલો અને ગૂગલ્સ કોર રેન્કિંગ ટીમના હેડ છે. દુનિયાભરમાં લોકો ગૂગલ પર જે સર્ચિ કરીને માહિતી મેળવે છે. અમિત તે સર્ચને વધારે સારૂ બનાવવાનુ કામ કરે છે. અમિતનો જન્મ ઝાંસી(ઉત્તર પ્રદેશ) માં થયો હતો. 1989માં રૂડકીમાં કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ઓફ એન્જિન્યરિંગમાં ડિગ્રી મેળવી હતી. વર્ષ 2000 માં તેમના મિત્ર અને ગૂગલ કંપનીના રિસર્ચ સાઇન્ટિસ્ટ કૉષ્ણા ભરતે અમિતને ગૂગલ જોઇન કરવાની સલાહ આપી ત્યારે અમિત ગૂગલ સાથે જોડાયા અને કામયાબિની રાહમાં તે આગળ વધતા ગયા.

વિશ્વનાથ પાંડા

Google's lofty in India, has been found in the multi-crore bonus

વિશ્વનાથ ગૂગલના સર્ચ એન્જિનને અપડેટ કરે છે. જેથી સર્ચ રિઝલ્ટ વધારે સારૂ બની શકે. અને એ એન્ટ્રીઓને ડિલીટ કરે છે. જેની ક્વોલિટી ખરાબ હોય છે. તેમણે IIT ખડગપુર માંથી બિ-ટેકની ડિગ્રી મેળવી હતી. જ્યારે કોમ્પ્યુટર સાયન્સમાં PhD પણ કરી ચુક્યા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,548 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 17

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>