ગોંડલ સ્ટેટના ભગા બાપુએ પ્રજા પાસેથી કોઈપણ જાતના વેરા લીધા વગર આ રીતે ચલાવ્યુ હતુ રાજ્ય, જાણો તેમના ઉદાર દિલના કિસ્સા…

આઝાદી પહેલા ભારત દેશ અનેક નાના મોટા રજવાડાઓની અંદર વહેંચાયેલો હતો અને તેમાંના જ એક રજવાડા ની વાત કરવામાં આવે તો તે હતું ગોંડલ સ્ટેટ. ગોંડલ સ્ટેટ પહેલેથી જ પોતાના સુવ્યવસ્થિત શાસન માટે સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત હતું અને ગોંડલ સ્ટેટના રાજવી તે સમયે ભગા બાપુ નાં નામથી ઓળખાતા હતાં.

ભગા બાપુ નું આખું નામ સર ભગતસિંહજી હતું. તેણે પોતાના શાસનકાળ દરમિયાન સૌથી વધુ ધ્યાન કન્યા કેળવણી ઉપર આપ્યું હતું. ભગા બાપુએ પોતાના સમયમાં જો કોઈ પણ પિતા પોતાની દીકરીને સ્કુલે ભણવા ન મોકલે તો તેના ઉપર ચારાના જેટલો દંડ રાખ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ જો આજે પણ તમે ગોંડલ ગામની અંદર કોઈ પણ વૃદ્ધ મહિલાને પૂછશો તો તે ક્યારેય અભણ નહીં નીકળે.

ભગા બાપુ મોટેભાગે પોતાના શરીર ઉપર દેશી વસ્ત્રો પહેરવાનું પસંદ કરતા હતા. પરંતુ જ્યારે તેના એક અધિકારીએ બાપુ માટે વિદેશ નો એક કોટ લઈને આવ્યો ત્યારે બાપુએ કહ્યું કે જો હું મારા શરીર ઉપર વિદેશનો આ કોર્ટ પહેરી તો મારા ગામના ખેડૂતો મારી સાથે દિલ ખોલીને વાત કરી શકશે નહીં અને આથી જ હું વિદેશનો આ કોર્ટ પહેરીશ નહીં.

આજે આપણે દરેક લોકો જાણીએ છીએ કે સરકાર પ્રજા પાસેથી કંઇક કેટલા ટેક્સ લઈ અને પોતાનું શાસન ચલાવતી હોય છે. પરંતુ શુ કોઈ વ્યક્તિ વિચારી શકે કે પ્રજા પાસેથી એક પણ પૈસો ટેક્સ લીધા વિના રાજ્ય ચલાવી શકાય? પરંતુ રજવાડાઓના સમયમાં ભગા બાપુએ આ વસ્તુઓ સિદ્ધ કરીને બતાવી દીધી હતી. ભગા બાપુએ જે તે સમયે ગોંડલ સ્ટેટ ને કરમુક્ત રાજ્ય બનાવ્યું હતું જેના વિશેની ચર્ચા ભારતના ખૂણે ખૂણે થઈ હતી.

તે સમયે મોટાભાગના રાજ્યો એવું વિચારતા હતા કે બને ત્યાં સુધી પોતાની તિજોરી માંથી એક પણ રૂપિયો વધારાનો ખર્ચાવો ન જોઈએ, અને આવા સમયે ભગા બાપુએ પોતાને તિજોરીમાંથી આખું રજવાડું ચલાવતા હતા અને પ્રજા પાસેથી એક પણ રૂપિયો ટેક્સ વસુલતા ન હતા.

એક સુપ્રસિદ્ધ કિસ્સો છે કે એક વખત જ્યારે બધી જ જગ્યાએ લોખંડની ટાંચણી ના ભાવ વધી ગયા હતા ત્યારે ભગા બાપુએ પોતાના બધા જ કર્મચારીઓને સૂચના આપી હતી કે જ્યાં સુધી ટાંચણી નો ભાવ ન ઘટે ત્યાં સુધી ટાંચણીની જગ્યાએ બાવળના કાંટા નો ઉપયોગ કરવો. તેના બધા જ કર્મચારીઓ એ બધા બાપુની આ સૂચના નું અક્ષરશઃ પાલન કર્યું અને જ્યાં સુધી આ ટાંચણી ના ભાવ ન ઘટિયા ત્યાં સુધી એક પણ પૈસાની ટાંચણી ન ખરીદી.

ગોંડલ સ્ટેટ ની અંદર એક ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું હતું અને જ્યારે કોઈ પણ બહારગામથી મહેમાન આવતા ત્યારે તેની અંદર તેને રહેવાની, જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવતી હતી. આ માટે થી એ મહેમાનો પાસેથી પૈસા લેવામાં આવતા હતા. ભગા બાપુ આ વાત ઉપર ત્યાં સુધી કાયમ હતા કે તેણે રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી જેવા મહાનુભાવો પાસેથી પણ આ વાત ના પૈસા લીધા હતા.

કહેવાય છે કે ભગા બાપુ માટે તેના સંતાનો અને પ્રજા બંને એક સરખા જ હતા અને તે પોતાની પ્રજાને પોતાના દીકરાઓની જેમ જ સાચવતા હતા. ભગા બાપુ પોતાના પ્રજાની દરેક મુશ્કેલીઓને દૂર કરવા માટે બને ત્યાં સુધી જહેમત કરતા હતા. એક પ્રસિદ્ધ હિસ્સો સગા બાપુ સાથે બની ગયો હતો કે જ્યારે ભગા બાપુ ગામડાઓની મુલાકાતે ગયા હતા ત્યારે એક ડોશીએ ભાગા બાપુને એ ખડનો ભારો પોતાના માથે ચડાવવા માટે કહ્યું.

ત્યારે ભગા બાપુએ પોતાની કોઈ પણ જાતનો પરિચય આપવા વગર તે ડોશીમા ની મદદ કરી અને ત્યારે તે ડોશીમાં એમ બોલ્યા હતા કે જો ભગા બાપુ અમને થાકલા બનાવી દે, તો અમારે આ રીતે કોઈપણ બીજા વ્યક્તિના મદદની જરૂર પડતી નથી. ભગા બાપુ એ તરત જ ડોશીમાંની એ વાત સાંભળીને પોતાના ઇજનેરોને બોલાવી અને હુકમ આપ્યો કે રસ્તાઓ ઉપર થોડા થોડા અંતરે આ રીતના થાકલા બનાવી દો. કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારની સમસ્યા ન સર્જાય.

પુના ની અંદર આવેલી એ કોલેજને જ્યારે દાનની જરૂર પડી હતી ત્યારે તે કોલેજ ભગા બાપુ પાસે આવી. ત્યારે તે કોલેજના અધિકારીઓએ કહ્યું કે જો ભગા બાપુ તેને દાન આપશે તો કોલેજ ની અંદર તેનું નામ રાખી દેવામાં આવશે. પરંતુ ભગા બાપુએ આ વાતનો સાફ ઇનકાર કરી લીધો, અને કહ્યું કે આ પૈસા મારા નહીં પરંતુ મારી પ્રજાના છે. આથી જ ત્યાં મારે મારા નામની કોઈ જરૂર નથી. પરંતુ તમારા કોલેજ ની અંદર અમારા ગોંડલના અમુક વિદ્યાર્થીઓ માટે અમુક બેઠકો અનામત રાખવી પડશે અને આજે પણ પુના ની અંદર આવેલી આ કોલેજ ની અંદર ગોંડલના વિદ્યાર્થીઓ માટે અમુક સીટો હજી સુધી અનામત રાખવામાં આવેલી છે.

જો ભગા બાપુ ના જીવનથી જોડાયેલા આવા કિસ્સાઓની વાત કરીએ તો ગમે તેટલા કિસ્સા અહીં ઓછા પડી જાય. કેમકે, ભગા બાપુએ પોતાના જીવન દરમિયાન પોતાની પ્રજાની બનતી તેટલી મદદ કરી હતી અને પ્રજાના માટે પણ બધા બાપુ તેના ભગવાન સ્વરૂપ હતા.

Comments

comments


3,433 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 63