શહેરના પરિવહનને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માટે તાઇવાનની કંપનીએ એક એવું સ્કૂટર બનાવ્યું છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. સુંદર દેખાતા આ સ્કૂટરને કંપનીએ ગોગોરો નામ આપ્યું છે. આ સ્કૂટર એક સરખી ગતિએ ચાલે છે. ગોગોરો 0થી 50 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 4.2 સેકન્ડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાકની છે. એક જોડી ગોગોરો બેટરી 100 કિમી સુધીના પ્રવાસ માટે પર્યાપ્ત છે. ત્યાર બાદ બેટરી એક્સચેન્જ કરાવવી પડે છે.
આ સ્માર્ટ સ્કૂટરમાં એક જી1 મોટર લાગેલ છે જે ઇલેક્ટ્રિક મોટર ડિઝાઇનને રીડિફાઇન કરે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, તેની સમગ્ર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકે. આ સ્માર્ટસ્કૂટર વજનમાં હલકુ છે પરંતુ ઘણું મજબૂત પણ છે. ગોગોરાનું વજન માત્ર 112 કિલોગ્રામ છે.
ગોગોરોમાં મલ્ટિલિન્ક સસ્પેંશન લગાવવામાં આવ્યા છે જે તમને આરામદાયક રાઇડ આપે છે. ઉપરાંત તે જેટ-ફાઇટર લેન્ડિંગ ગિયરથી પણ સજ્જ છે. આ સ્માર્ટસ્કૂટરમાં બેલેન્સને લઇને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ગોગોરો 48.5 ડિગ્રીના એંગલ પર પણ શાનદાર બેલેન્સ આપે છે. ગોગોરોમાં 30 ઓનબોર્ડ સેંસર લાગેલા છે. તેમાં ક્લાઉડ કનેક્ટિવિટી ઉપરાંત ગોગોલો મોબાઇલ એપ પણ છે જે આ સ્માર્ટસ્કૂટર સાથે હંમેશા કનેક્ટેડ રાખે છે.
કંપની એક ગોગોરો એનર્જી નેટવર્ક પણ બનાવી રહી છે, જેનાથી ગોગોરો આઈક્યૂ સિસ્ટમ રાઇડરને સૌથી નજીકના ગો સ્ટેશન વિશે જણાવશે. ઉપરાંત સ્માર્ટસ્કૂટરની ગતિ, રેન્જ અને અન્ય વસ્તુઓ વિશેની જાણકારી પણ આપશે જેનાથી રાઇડર પાવર અને એનર્જીને યોગ્ય વપરાશ કરી શકશે. જો બેટરી ખલાસ થઈ જશે તો રાઇડરે તેને રિચાર્જ અથવા રિફ્યૂલ નહી કરાવવાની રહે, માત્ર ગોસ્ટેશન પર ડિસ્ચાર્જ બેટરીને કોઈ ચાર્જ્ડ બેટરી સાથે માત્ર 6 સેકન્ડમાં બદલી શકાય છે.
ગોગોરો સ્માર્ટસ્કૂટરને જ્યારે પણ સર્વિસની જરૂર હશે ત્યારે રાઇડરને ખુદ ગોગોરો મોબાઇલ એપ દ્વારા જણાવી દેશે. ગો સ્ટેશન પર બેટરી બદલતા સમયે પણ આ પ્રકારનો સંદેશો આપી શકે છે. ગોગોરો સ્માર્ટસ્કૂટરમાં અન્ય વિશેષતાઓ પણ છે તમે તેની વેબસાઇટ પર જઇને જોઈ શકો છો.
આ સ્માર્ટસ્કૂટર આવનારા દિવસોમાં અર્બન ટ્રાન્સપોર્ટની તસવીર બદલી શકે છે. લ્યૂક અને મેટ ટેલર નામની વ્યક્તિઓએ ગોગોરો નામની કંપની બનાવી છે અને સ્માર્ટસ્કૂટરની સાથે સાથે ગોગોરો એનર્જી નેટવર્ક આ કંપનીની પ્રથમ પ્રોડક્ટ છે. આશા છે કે, આ સ્કૂટર 2015માં લોન્ચ થઈ શકે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર