ઘરમાં લીંબુનો છોડ હોય તો તેમાં નાખી દો આ એક વસ્તુ, ઉગસે હજારો લીંબુઓ

લીંબુ વિષે તો લગભગ બધા લોકો જાણતા જ હોય છે લીંબુ દરેક જગ્યા એ સરળતાથી મળી રહે છે. લીંબુ નો ઉપયોગ બહુ બધી વાનગીઓમાં ખટાસ માટે કરવામાં આવે છે. લીંબુ નો ઉપયોગ સરબત બનાવવા માં સોડા માં પણ થાય છે. લીંબુ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરે  થતો જ હશે. લીંબુ ને તમે બહાર ખરીદવા જતા હસો એના કરતા તમે લીંબુ નો છોડ ઘરે પણ ઉગાડી શકો છો. ઘરે લીંબુ નો છોડ ઉગાડવા માટે 14 ઇંચ નું કુંડુ જોઇશે.

હવે તે કુંડામાં  કાંકરી અને તેનાથી વધુ માટી નાખો બાકી થોડા સુકાયેલ પાંદડા નાખો. એ સુકાયેલ પાંદડાનો ભૂકો કરી તે કુંડામાં નાખવા જોઈએ અને તે ભૂકો નાખવો જરૂરી છે. હવે તમારે છોડ વાવવું હોય તો તમારી પાસે ઘરમાં એવી જગ્યા હોવી જરૂરી છે જ્યાં પુરતો તડકો આવતો  હોય. ફળિયામાં પૂરતો તડકો અને છાયડો આવતો હોય તેવી જગ્યાએ આ કુંડાને મુકો. આવું કરવાથી તમારા લીંબુ ખુબ જ જાજા આવશે.

તડકો અને છાયો બરાબર આવે સાથે તેની અંદર બરાબર ખાતર નાખવું ખુબ જ જરૂરી છે. જે ખાતર પ્રાણીઓના હાડકામાંથી બને છે એ વધુ પડતા ફોસ્ફરસવાળું મોનિમલ ખાતર પણ છોડને આપવું જોઈએ. છોડને પૂરતું કેલ્શિયમ અને પૂરતું પોષણ જરૂરી છે. પૂરતા પોષણની વાત આવી તો તમને જણાવી દઈએ કે પ્રાણીઓના હડકામાંથી બનેલ ખાતર જેટલું જ પોષણ સુકાયેલ કેળાની છાલના ભુકાને પણ નાખી શકો છો. તેમાં પણ આટલું જ પોષણ હોય છે. આ ખાતર તમેં ઘરે જાતે જ બનાવી શકો છો.

સાથે જ લિકવિડ ખાતર પણ તમે નાખી શકો છો. હવે તમને પ્રશ્ન થશે શું છે આ ખાતર ? આ ખાતર તમે ઘરે પણ બનાવી શકો છો. આ ખાતર બનાવવા માટે  કેળાની છાલ, લીંબુના છોતરા, ગોળ અને વધેલ માટી કે ખાતરનું એક મિશ્રણ બનાવી લો.  અને આ લીક્વીડ ને કુંડા માં નાખી દો.  આ છોડમાં 2 થી 3 વખત ફૂલ આવશે. અને વધુ પડતા લીંબુ છોડમાં ઉગશે. આ રીતે તમે ઘરે જ લીંબુ ઉગાડી અને તેનો ઉપયોગ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,381 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>