ઘરમા પૂનમના દિવસે કરો ધાતુના કાચબાની સ્થાપના, લક્ષ્મીની કૃપા સદાય વરસશે અને સુખ-સમૃદ્ધિમા થશે વધારો…

અત્યારે તમે જોઈ શકો છો કે ઘર મા ધાતુ નો કાચબો રાખવાનો ચલણ બહુ ઝડપે વધી રહ્યો છે. ઘણા લોકો પોતાના કામ ના ટેબલ પર, ઘર ના ડ્રોઇંગ રૂમ મા અથવા તો ઘર ના કોઈ ખૂણા મા ધાતુનો કાચબો રાખે છે. તેનું કારણ એ છે કે કાચબા ને ઘણો શુભ માનવામાં આવે છે. તેના ઘર મા સ્થાપિત કરવાથી ઘર ની સુરક્ષા અને સ્થિરતા સંતુલિત રહે છે. પરંતુ માત્ર કોઈ ને જોઈને અથવા તો સાંભળીને ક્યાંય પણ ધાતુ નો કાચબો ન રાખવો જોઈએ.

તેના માટે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઇ બન્ને શાસ્ત્રો મુજબ તેનું એક સ્થાન આપવામાં આવેલું છે. તેમજ તેને રાખવાની પણ એક વિશેષ અને મહત્વપૂર્ણ મૂહુર્ત ને ધ્યાનમાં લેવામા આવે છે. જો તમે બધી જ વસ્તુઓનું પાલન કરી ઘર મા કાચબો રાખશો તો તમને તેનો સૌ ટકા લાભ મળશે. કાચબા ને નારાયણ સ્વરૂપ માનવામાં આવે છે કેમ કે ભગવાન વિષ્ણુ નો એક અવતાર કાચબા નો હતો.

જયારે સતયુગ મા સમુદ્રમંથન વખતે મદરાંચલ પર્વતને ક્ષિર-સાગરમા સ્થિર રાખવાનો હતો ઈ સમયે ભગવાન નારાયણ પોતે કાચબાના સ્વરૂપમા અવતાર ધારણ કર્યો અને પોતાની પીઠ પર પર્વતને રાખ્યો હતો. ભગવાન નારાયણના આ અવતારને કૂર્મ અવતાર પણ માનવામા આવે છે. આ કારણને લીધે પણ તેને શુભ ગણવામા આવે છે. તેનાથી જો પર્વત સ્થિર થતો હોય તો પછી તેને ઘરમા રાખવાથી ઘરમા પણ સ્થિરતા બની રહે છે.

ઘર મા કાચબો રાખવો શા માટે શુભ મનાય

કાચબા ને ભગવાન નારાયણ નો કૂર્મ અવતાર માનવામા આવે છે અને તે ઘર નુ વાતાવરણ શુભ બનાવે છે.તેની ઉંમર સૌથી વધુ હોય છે તેવો ૨૦૦ થી ૩૦૦ વર્ષ સુધી જીવે છે. તેની ચાલવાના ગતી ધીમી હોવાથી તે ઘર ની આજુબાજુ ની પોજીટીવ એનર્જી ને ધીમી પાડે છે.

કાચબા ની પીઠ તેના શરીર નો સૌથી મજબૂત ભાગ માનવામા આવે છે તો તે ભારે મા ભારે વસ્તુઓ પણ પોતાની પીઠ પર ઉપાડી શકે છે અને તેથી તે આપણાં ઉપર આવતી ખરાબ શક્તિઓ ને પણ સહન કરી લે છે. તે બહુ જ સંવેદનશીલ હોય છે તેથી કોઈ પણ મુશ્કેલી આવતા તે સૌથી પહેલા સતર્ક થઈ જાય છે. તેની આ ટેવ ની સીધી અસર આપડા સ્વભાવ પર પડે છે અને આપણા ઉપર આવનાર તકલીફો ની જાણકારી તેના પહેલાથી જ મળવા લાગે છે.

ક્યારે કરવામાં આવે છે કાચબા ની સ્થાપના અને વિધિ

હિન્દુ પંચાંગ મુજબ પૂર્ણિમા ના દિવસે ભગવાન વિષ્ણુએ કાચબો કે કુર્મ અવતાર લીધો હતો. એટલે પૂર્ણિમા ની સવારે તાંબા નો કાચબો ખરીદવો જોઈએ તેમજ તેને કાચા દૂધ મા ડુબાવી રાખવો. ત્યારબાદ બપોર ના ૧૨:૧૫ થી ૧૨:૪૫ ના સમયગાળા વચારે અથવા તો અભિજિત મૂહુર્ત દરમિયાન તેને દૂધ માંથી બહાર કાઢી સાફ પાણી થી ધોઈ લેવો. ત્યારબાદ હવે જો શક્ય હોય તો તાંબા નુ મોટું વાસણ અથવા તો કાંચ ના વાસણ મા પાણી ભરી કાચબા ને તેમાં સ્થાપિત કરવો.

આ એક જળચર પ્રાણી મા આવે છે જેથી તેની ઘર ની પાણી વાળી દિશા એટલે કે ઘર નો ઉત્તર-પૂર્વ ખૂણો સૌથી સારો માનવામાં આવ્યો છે ત્યાં રાખવો અને તેની કૂર્મ અવતાર ના રૂપ મા પૂજા કરી થોડા કંકુ-ચોખા ચઢાવો. ૧૧ વખત ‘ऊँ श्रीं कूर्माय नमः’ મંત્ર ના જાપ કરો. તેમજ કાચબા ને ઘર ની અંદર આવતો હોય એ રીતે સ્થાપિત કરો જેનાથી ઘર મા લક્ષ્મી પણ આવે અને તે સ્થિર રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,364 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>