ઘરમાં કીડીઓ નું હોવું આપે છે આ વાતનો સંકેત, જલ્દી કરો આ ઉપાય

આપણે દર વખતે કીડીઓ ને નજર અંદાજ કરીએ છીએ. અને તેને મારી પણ નાખીએ છીએ. અને તેને આપણે વધુ મહત્વ  પણ આપતા નથી. તેને આપણે ફક્ત જીવજંતુ જ સમજીએ છીએ. પણ આવું નથી. કીડીઓ કોઈ ને કોઈ સંકેત હમેશા આપતી રહે છે. પણ આપણે તેને સમજી શકતા નથી. જો તમારા ઘર માં લાલ કીડીઓ હોય તો તે વાસ્તુદોષ નું કારણ હોઈ શકે છે. ઘર માં લાલ કીડીઓ હોય તો તે અશુભ સંકેત આપે છે. અને કાળી કીડીઓ હોય તો તે શુભ સંકેત આપે છે.

લાલ કીડીઓ વિશે કહેવાય છે કે જેના ઘર માં લાલ કીડીઓ હોય તે અશુભ સંકેત છે.  તેનો સંકેત એવો છે કે તેના થી ઘર માં કરજ વધે છે. અને આ એક સંકટ ની સુચના પણ છે. આ માટે લોકો કીડીઓ ને મારી નાખે છે. અને આવું કરવાથી એમને કીડીઓ ને મારવાનું પણ પાપ લાગે છે. અને તેનો મતલબ એવો છે કે એક સમસ્યા માંથી નિકળા તો બીજી માં ફસ્યા. લાલ કીડીઓ ને મારી નાખવામાં ઘણી કાળી કીડીઓ પણ મરી જાય છે.

આ માટે કીડીઓ ને મારો નહી  પણ તેના બદલે અપનાવો આ આસાન ઉપાય. લાલ કીડીઓ ને દુર રાખવા માટે લીંબુ લો અને તેના નાના નાના ટુકડા કરો પછી એ જગ્યા એ રાખો જ્યાં કીડીઓ આવે છે. થોડા જ સમય માં તે કીડીઓ ત્યાંથી ભાગી જશે. હજુ એક બીજો ઉપાય છે તમે તમાલ પત્ર, લવિંગ અને એલચી દ્વારા પણ કીડીઓ ને ભગાડી શકો છો. અને મરી ના ઉપયોગ થી પણ કીડીઓ ચાલી જાય છે.

પ્રાચીન કાળ થી જ લાલ અને કાળી બંને કીડીઓ ને લોટ નાખવાનો રીવાજ છે. કીડીઓ ને લોટ ના ખાંડ નાખી ને ખવડાવવા થી  વ્યક્તિ દરેક પ્રકાર ના બંધન ની મુક્ત થઇ જાય છે. કીડીઓ ને ભોજન આપવાથી કીડીઓ તે વ્યક્તિ ને દુવા આપે છે. અને તેમની દુવાઓ નો અસર તમને દરેક મુશ્કેલીઓ થી બચાવે છે જેઓ કીડીઓ ને ભોજન આપે છે એમને મ્રત્યુ પછી સ્વર્ગ મળે છે આવું લોકો કહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,381 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 8 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>