અત્યાર ના આધુનિક જીવન માં રસોઈ ગેસ સિવાય થતી જ નથી પેહલા ના જમાના માં તો ચુલા ઉપર રસોઈ થતી એટલે કોઈ તેકેદારી રાખો કે ના રાખો કોઈ ફેર પડતો ના હતો પણ અત્યારે ફેર પડે છે એટલે ગેસ ના ઉપયોગ તેમજ તેના બાટલા વિશે ની સંપૂર્ણ માહિતી એક ગૃહણી ને તો હોવી જ જોઈએ. કેમકે મોટે ભાગે આપળે આપડા ઘર ની જો વાત કરીએ તો રસોઈ ઘર ની સ્ત્રી દ્વારા જ થતી હોય છે. તો ચાલો આજે જાણીએ બાટલા માં લેવાતી તકેદારી વિશે.
એવું જાણવા માં આવતું હોય છે કે ઘણી વાર ઘર કામ માં સમય ના મળવા થી ઘર ની સ્ત્રી બાળકોને ગેસ ચાલુ તેમજ બંધ કરવાનું કેહતા હોય છે પણ આ વસ્તુ યોગ્ય નથી બાળકોને તેની સમજ નથી હોતી અને તેમને કેહ્વાનું ટાળો તેમજ આ વિશે જાણકારી આપો.
આપળે સાંભળવામાં આવતું હોય છે કે ઘર માં ગેસ ની વાસ આવતી હોય છે તેથી જયારે તમે ગેસ નો ઉપયોગ કોઈ વસ્તુ જેમ કે દૂધ, પાણી વગેરે ગરમ કરતા હોય ત્યારે બીજા કામ થોડી વાર માટે અટકાવો કેમકે આવી વસ્તુ માં ઉભારો થાય તો તે ગેસ ને ઓલવી શકે છે અને તેના લીધે ગેસ આખા ઘર માં ફેલાય છે જે મોટી દુર્ઘટના સર્જી શકે છે.
જો શક્ય હોય તો ગેસના ચૂલા બાટલા થી ઉપર અને થોડી દુર રાખવા જોઈએ જેથી જો ક્યારે આગ લાગે તો તે બાટલા સુધી ના પોહ્ચે.
બાટલા ને ગરમ જગ્યાએ રાખવાનું ટાળો તેમજ તેને સદેવ ઉભો રાખો.
આપળા રસોઈ ઘર માં બાટલો રાખવાની જગ્યા હવા ઉજાસવાળી હોવી જોઈએ.
આપળા રસોઈ ઘર માં હવા અવર-જવર થઇ શકે તે માટે બારીયો હોવી પણ જરૂરી છે જેથી જો બાટલામાંથી ગેસ નીકળતો તો તે એક જગ્યાએ ભેગો નો થાય.
રોજ માટે એક નિયમ બનાવો અને તે ક્યારે પણ ભૂલવાનું નથી કે સૂતા પહેલા ગેસ ના બાટલા નું રેગ્યુલેટર બંધ કરવું.
સમયાંતરે બાટલા નો રેગ્યુલેટર અને પાઈપ તપાસ કરતુ રહેવુ જોઈએ અને સેજ પણ ખામી જણાય તો તેને બદલી નાખવાનો આગ્રહ રાખો. સારી કંપની ના ગેસ રેગ્યુલેટર અને પાઈપ નો ઉપયોગ કરો.