ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા પહેલા આ ૩ કામ છે ખુબ જરૂરી, જાણો કયા કામ…

દરેક માનવી ની ઈચ્છા હોય કે તેનું ઘર સુખ-શાંતિ થી ચાલે અને તેના ઘર મા સુખ-સમૃદ્ધિ હમેશાં માટે રહે. આના માટે મોટે ભાગે સત્યનારાયણ ભગવાન ની કથા નો વધુ મહત્વ છે. તેમજ લોકો આ કથા કરાવી સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે કે જે ઘર મા સત્યનારાયણ ભગવાનની કથા કરવામા આવે છે, તે ઘર મા સકારાત્મક ઊર્જા બની રહે છે તેમજ નકારાત્મક ઊર્જા નાશ પામે છે. સાથે સાથે ઘરમાં સત્યનારાયણ ભગવાન ની કથા કરવાથી પરિવાર ના લોકો નો ભવિષ્ય પણ ઉજળા થાય છે.

તો દરેક વ્યક્તિને ૫-૬ મહિના મા એક વાર તો સત્યનારાયણ ભગવાનની કથા તેમના ઘરે રાખવી જોઈએ. સામાન્ય રીતે આ તૈયારીઓમા કથા મા વપરાતી તેમજ ઉપયોગ મા લેવાતી વસ્તુઓ લેવાની હોય છે, તે સિવાય કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જે કથા પહેલાં કરવામાં આવે છે, પછી વ્યક્તિને આ કથાનો વિશેષ લાભ મળે છે. તો ચાલો જાણીએ સત્યનારાયણ કથા ની પૂર્વ વિશે…

પેહલા કરો ઘર ની સાફ-સફાઈ

ઘર મા કથા રાખવાનો અર્થ થાય છે કે તમે ભગવાન ને તમારા ઘર આવવા આમંત્રણ આપી રહ્યા છો. જેથી જ્યારે ભગવાન આપડા ઘરે આવે ત્યારે ઘર સાફ અને સ્વચ્છ હોવું જોઈએ. તમે એવા ઘણા લોકો જોયા હશે કે જેઓ ખાલી ઘર ના એ રૂમની સફાઈ કરે છે જ્યાં પૂજા નુ ગોઠવણ કરવા ઈચ્છે છે, પણ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે તમારા ઘર મા સત્યનારાયણ ની કથા નુ આયોજન કરો છો, ત્યારે આખા ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ.ઘરના કોઈ પણ ભાગ મા કોઈ ધૂળ કે માટી ન હોવી જોઈએ.

જમણવાર ની કરો વ્યવસ્થા

તમે જયારે મેહમાનો ને કથા માટે આમંત્રિત કરો છો ત્યારે મોટેભાગે લોકો ખાલી ભગવાન નો પ્રસાદ જમાડતા હોય છે. પણ જો તમે જયારે કથા પૂર્ણ થાય ત્યારે પ્રસાદ ની સાથે ભોજન ની વ્યવસ્થા કરો તો એનાથી તમારું માન પ્રતિષ્ઠા તો વધે છે સાથોસાથ ભગવાન ની કથા નુ સંપૂર્ણ ફળ પણ પ્રાપ્ત થાય છે. કેમકે ભારતીય સભ્યતા મુજબ ‘અતિથી દેવો ભવ:’ શબ્દો ને સાર્થક કરવી એ આપળી પરંપરા છે જેથી આ આવેલ મેહમાનો નો સ્વાગત અને સત્કાર કરવો હિતાવત છે.

ઘર મા કરાતું શુદ્ધિકરણ

જયારે પણ કથા નુ આયોજન કરવામાં આવે તો તેની પૂર્વ તૈયારી મા આખા ઘર ને ગંગા જળ થી શુદ્ધ કરવું જોઈએ. તમારા ઘર મા દરેક જગ્યાએ ગંગા જળ નો છટકાવ કરવાથી ઘર તો પવિત્ર થાય છે અને ઘર ની અંદર સકારાત્મક ઉર્જા નુ પરિભ્રમણ થાય છે.

Comments

comments


3,586 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 36