ઘરે લગાવો આ મશીન અને રોજ કમાવ ૩૦૦૦ રૂપિયા , જાણો કઈ રીતે…

આજે આપણે એક એવા મશીન વિષે ચર્ચા કરવાની છે જેને તમે ઘરે બેઠા ઓપરેટ કરી શકો છો. આ મશીન માટે તમારે કોઈ મોટા પ્લોટ ની જરૂર નથી, એક નાની ઓરડી હશે તો પણ તમારું કામ થઈ જશે. આ મશીન દ્વારા તમે લગભગ દર મહિને 1 લાખ તો આરામ થી કમાઈ શકો છો. તો દોસ્તો ચાલો પરિચિત થઈએ આ મશીન વિષે જે ખૂબ ઓછા રોકાણ માં વધુ રિટન આપે છે.

આપણે જે મશીન વિષે જાણવાનું છે એ છે સ્લીપર બનાવવાનું મશીન. આ બિસનેસ તમે તમરી જાતે તમારા ઘરે કરી શકો છો. પરંતુ આ બિસનેસ માટે થોડા રો-મટિરિયલ ની રરૂર પડશે. સૌથી પ્રથમ રો-મટિરિયલ માં સ્લીપરની એક સીટ જોશે જેને કાપીને સ્લીપર બનાવવાની છે. ત્યાર બાદ સ્લીપર માટેની પટ્ટી ની જરૂર પડશે. અને મોસ્ટ ઇમ્પોર્ટેંટ કે ચંપલનો આકાર આપે તે મશીનરી જોઈએ. અને તમને એમ થાઈ કે આપણે સ્લીપર પ્રિન્ટ કરીને વેચવા છે તો પ્રિન્ટર જોઈએ. જેનો ફાયદો એ છેકે પ્રિન્ટ વાળા સ્લીપર ની કિમ્મત વધુ મળે. જેને વેચવું પણ સરળ છે. ચિંતા ના કરશો આ બધી વસ્તુ ક્યાથી મંળશે અને કેટલામાં મળશે તે અમે તમને જણાવીશું.

સ્લીપર માટેની સીટ 350 થી 800 રૂપિયાની મળશે. જે નજીકના હોલસેલર પાસે હશે. ઓનલાઈન ખરીદી કરવી હોય તો ઈન્ડિયામાર્ટ જેવી વેબસાઈડ પરથી પણ હોલસેલમાં સીટ મળી શકે. આ માટે જો સીટ અલગ- અલગ હોય તો સારું, જેથી ડિસઇન વાળી સ્લીપર બને. હવે સ્લીપર પર લાગવાની પટ્ટી તમને 5 થી 15 રૂપિયામાં ઓનલાઈન કે બાજુના હોલસેલર પાસેથી મળી જશે.

હવે બાકી રહ્યું મશીન લેવાનું તો એ થોડું મોંઘું પડશે. આ મશીન 75 હાજરથી 1 લાખ રૂપિયામાં મળે છે. અને પ્રિન્ટ કરવાનું પ્રિન્ટર 15 થી 20 હાજર રૂપિયામાં મળી જશે. આ પ્રિન્ટરથી ચંપલ નું તો પ્રિંટિંગ થયાજ છે. અલબત ટી-શર્ટ પ્રિન્ટ પણ કરી શકો છો. આ બધી વસ્તુઓ ભેગી કરીને તમે તમારો ધંધો શરુ કરી શકો છો

સ્લીપર બનાવ્યા બાદ તેને તમે ત્રણ રીતે વેચી શકો છો. જેમાં હોલસેલરને વેચી શકો છો, નહિ તો તમે જાતે પોતાના નામ ની કંપની ઊભી કરી બ્રાન્ડ માં વેચી શકો છો. અથવા બંને રીતે પણ કરી શકાઈ, એટલે કે તમે તમારા વિસ્તારમાં પોતાની ચંપલ વેચો અને બીજા બાજુના શહેરમાં હોલસેલ ભાવમાં હોલસેલરને વેચી શકાઇ.

Comments

comments


4,545 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 14