“ઘઉંના નારિયલ બિસ્કીટ” (પ્રેશર કુકર માં ) – હવે ઘરે જ ટ્રાય કરો…

આજે હું આપના માટે એવી રેસીપી લાવી છું જે મેં પોતે ઘણી વાર અને મારા ઘણા મિત્રો એ પણ ટ્રાય કરેલી છે..
So full proof and no fail recipe . એકદમ સરળ અને સરસ. આ ઘઉં ના નારિયલ બિસ્કીટ એકદમ હેલ્થી ,
ટેસ્ટી અને ઘરે બનાવવા માટે perfect. આ બિસ્કીટ માટે કોઈ નવીન સામગ્રી ની જરૂર નહિ. ઘર માં કાયમ
હાજર રેહતી સામાન્ય સામગ્રી માંથી બનાવો આ બિસ્કીટ ,

 તમે આ બિસ્કીટ માં ઓટ્સ પણ ઉમેરી શકો .

 મેં કુકર માં બનાવ્યા છે , આપ oven માં પણ બનાવી શકો. 180C પર ૧૭-૧૮ min માટે બેક કરો.

 નારિયલ ને બાકાત કરી સાદા બિસ્કીટ પણ બનાવી શકાય..

 મેં નારિયલ નું ખમણ વાપર્યું છે પણ આપ તાજા નારિયલ ને છીણી ને પણ બનાવી શકો.

બનાવાનો સમય થોડો વધી જશે ..

સામગ્રી ::

 ૧ કપ ઘઉં નો લોટ,
 ૧/૨ કપ ખાંડ નો ભૂકો,
 ૧/૨ કપ બટર,
 ૧/૨ કપ સુકા નારિયલ નું ખમણ ( Dessicated Coconut ),
 ૧ ચમચી વેનીલા એસેન્સ,
 ૧-૨ ચમચી દૂધ,

રીત :

બટર અને ખાંડ ના ભૂકા ને ફેંટો .. હવે એમાં ઘઉં નો લોટ , નારિયલ નું ખમણ અને વેનીલા એસેન્સે ભેળવો

… જરૂર મુજબ દૂધ ઉમેરી કણક તૈયાર કરો.


હવે આ કણક ને ૧૦-૧૨ min માટે ફ્રીઝર માં રાખી દો. હવે તમને જરૂર મન માં થશે કે અરે લોટ ને ફ્રીઝર માં કેમ મુકવાનો ??

આ સ્ટેપ થી બિસ્કીટ એકદમ સરસ બનશે અને આકાર આપવા માં બહુ સરળ થઇ જશે


કુકર ને ધીમી આંચ પર ગરમ મુકો. એમાં એક ઉંચો કાંઠો મુકો. આ કાંઠા ઉપર જ કેક ટીન મુકવાનું છે.

હવે લોટ માંથી નાના નાના લુવા લઇ બિસ્કીટ નો મન ગમતો આકાર આપો.

ઉપર થી થોડું નારિયલ ખમણ છાંટો . અને ઘી લગાવેલા કેક ટીન માં ગોઠવી દો. કુકર નું ઢાંકણું બંધ કરી સીટી કાઢી લો.

હવે કુકર માં ૨૨ min સુધી બેક કરો. ગરમ હશે ત્યારે આ કુકીસ એકદમ નરમ હશે. કિનારી ણો કલર બદલાઈ ત્યાં સુધી બેક કરો. બિસ્કીટ ઠંડા થશે એટલે ક્રિસ્પી થશે.


સંપૂર્ણ રીતે ઠરવા દો. ડબ્બા માં ભરો અને તમે ચા / કોફી સાથે માંણો ..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

તમને કેવી લાગી આ રેસીપી અમને જરૂરથી જણાવજો અને દરરોજ અલગ અલગ વાનગીની રેસીપી માટે લાઇક કરો અમારું પેજ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,158 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>