ક્યારેય નહીં પડે ઘન ની કમી, જો ગરુડ પુરાણ ની આ વાત નું રાખશો ઘ્યાન.

આપણા ધર્મમાં ઘણા બધા પુરાણો અને શાસ્ત્રો લખાયા કે. તેના વિષે બધા જાણતા હોય છે પણ તેની અંદર લખેલી બાબતો વિષે બાબતો વિષે બહુ ઓછા લોકો ને ખબર હશે.અઢાર પુરાણો માં ગરુડ પુરાણ  નું એક આગવું મહત્વ છે. તમે ગરુડ પુરાણ વિષે સાંભળયુ હશે તેની અંદર એવી બાબતો વિષે જણાવ્યું છે કે મૃત્યુ પછી આપણું શું થાય છે. જયારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે ત્યારે  ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. પણ તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ માં ફક્ત આવી બાબતો વિષે જ જણાવવા માં આવ્યું છે એવું નથી ગરુડ પુરાણ માં અમુક એવા ઉપાય વિષે પણ જણાવ્યું છે જે ઉપાય કરવાથી આપણા ઘર માં ક્યારેય  ધન ની કમી નહિ આવે.

00d2bd8d436019466790cac100415deb
ગરુડ પુરાણ વાંચવાથી ઘણા લાભ થાય છે. અને આ પુરાણ વાંચવાથી મૃત્યુ સબંધી ઘણા બધી જાણકારી પણ આપણને મળી રહે છે. ગરુડ પુરાણ ની અંદર  સ્વર્ગ, નર્ક , પાપ અને પુણ્ય દરેક વિષે જાણકારી આપવામાં આવી છે. આ બધી બાબતો   વિષે તો જણાવ્યું છે સાથે તેમાં  જ્ઞાન, વિજ્ઞાન અને ધર્મ અને નીતિ વિષે પણ વાત કરવામાં આવી છે. ગરુડ પુરાણ ની અંદર મોત વિષે જણાવ્યું છે સાથે જીવન જીવવાના અમુક રાઝ વિષે પણ જણાવ્યું છે.

vishnu laksmi garland

પોતાના દિવસ ની શરૂઆત સૌ પ્રથમ ભગવાન ના નામ સ્મરણ કરી ને પછી જે વ્યક્તિ નિત્ય સ્નાન થી પવિત્ર થાય છે તેના શરીર માં નો એક અનેરી ઉર્જા નો સંચય થાય છે. અને જેનું મન અને તન પવિત્ર હોય ત્યાં પવિત્ર ધન કહેતા શુભ લક્ષ્મી નો વાસ થાય છે.

praying-child janva jevu

ગરુડ પુરાણમાં અમીર બનવાનો રાઝ પણ આપ્યો છે. તેમાં જણાવ્યું છે કે તમારે અમીર બનવું હોય તો પહેલા જરૂરી છે કે તમે  સાફ કપડા પહેરો. તમારા કપડા સાફ અને સ્વસ્થ સુગંધિત હોવા જોઈએ. જે લોકો ગંધારા કપડા પહેરે છે તેઓ નું સૌભાગ્ય નષ્ટ થઇ જાય છે. જે લોકો ઘરમા ગંદા કપડા પહેરે છે તેઓ ના  ઘરમાં ક્યારેય  લક્ષ્મીનો વાસ થઇ શક્તો નથી.

clean cloth

જેઓ ઘરમાં ગંદા કપડા પહેરે છે. તેઓ ના ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી. તેઓ ના ઘરમાં સૌભાગ્ય ટકતું નથી અને દરિદ્રતા હમેશા માટે વાસ કરી જાય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ પૈસે ટકે ખુબ જ સુખી હોય છે. પણ તેઓ ખુબ જ ગંધારા હોય છે જેના લીધે એમના ઘરમાં ધન ધીમે ધીમે નષ્ટ થઇ જાય છે. આ માટે ચોખ્ખાઈ રાખવાથી માતા લક્ષ્મી હમેશા ઘરમાં રહે છે.

yagn .. janva jevu

ઘર માં રોજ અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી પણ ધન ની કમી દૂર થઇ શકે છે.  અગ્નિહોત્ર યજ્ઞ  કરવા ઘણી બધી જગ્યાએ ખુબ નાના એવા હવન કુંડ મળે છે.  અગ્નિહોત્ર યજ્ઞ સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત એમ સૂર્ય ની હાજરી માં સવાર અને સાંજ ના સમયે કરવો જોઈએ. એક સમયે ભારત માં લોકો દરેક ઘરે અગ્નિહોત્ર યજ્ઞ  કરતા. પણ હવે ના સમય માં માં જો હવન કે યજ્ઞ કરવો શક્ય ન હોય તો ભગવાન અને તુલસી આગળ ધૂપ અને દીવો કરવો જોઈએ.

dawn mahatv

દરેકે પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે  દાન રોજ થોડું ઘણું દાન કરવું જોઈએ. યુગો થી આપણો ભારત દેશ દશાંશ નો દેશ રહ્યો છે. બીજા શાસ્ત્ર માં પણ કહેવામાં આવ્યું છે કે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે પોતાની આવક નો 10મો અથવા 20 મો ભાગ ધર્માદા માં આપવો. સતપાત્ર ને  ગૌદાન, અન્નદાન ને જ્ઞાન દાન એ આદિક  દાન નો મહિમા ખુબ કહેવાયો છે.

donate

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,588 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>