ગાંધારીએ એકીસાથે ૧૦૦ કૌરવો ને જન્મ કેવી રીતે આપ્યો હતો? જાણો એક રહસ્યમય ગાથા..

ભારત નુ મહાન ગ્રંથ એટલે મહાભારત જેમાં ઉલ્લેખ છે કૌરવ અને પાંડવોનો. આ ધર્મ યુદ્ધ જેવી લડાઈઓ ની સાથે-સાથે ઘણા એવા પણ રહસ્યો જોડાયેલા છે જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે.એવું જ એક રહસ્ય છે કૌરવો નો જન્મ.આ એક ચમત્કાર જ છે કે એક માતા એ એક સાથે ૧૦૦ બાળકો ને જન્મ આપ્યો.આ રહસ્ય આજે ઘણા લોકો જાણતા નથી સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે ગાંધારી ના કુખે થી ૧૦૦ બાળકો નો જન્મ થવો એ કઈ પ્રાકૃતિક ઘટના નથી પરંતુ એ પ્રાચીન સમય નું એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે.

કૌરવોના જન્મ ની વાત કહીએ એ પહેલાં જાણી લઈએ કે કૌરવો ને જન્મ આપવા વાળી ગાંધારી કોણ હતી. ગાંધારી,ગાંધાર દેશ ના રાજા સુબલ ની પુત્રી હતી. ગાંધાર દેશ માં જન્મ થવાને કારણે તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ગાંધાર આજે અફઘાનિસ્તાન નો એક ભાગ છે.

જેને આજે પણ કંધાર ના નામેજ ઓળખાય છે.મહાભારત ના સૌથી ચર્ચિત પાત્ર ને તો તમે જાણતા જ હશો,મામા શકુની એ ગાંધારી ના ભાઈ હતા અને ગાંધારી ના વિવાહ પછી તેઓ તેની સાથે જ રહ્યા હતા. ગાંધારી ના વિવાહ હસ્તીનાપુર ના મહારાજ ધૂતરાષ્ટ્ સાથે થયા હતા જોકે ધૂતરાષ્ટ્ જન્મ થીજ આંધળા હતા અને તે કારણે ગાંધારીએ પણ આખી જિંદગી આંખો પર પાટો બાંધી ને ગુજારી હતી.

પોતાના પતિ ને કારણે ગાંધારી આખી જિંદગી આંધળી બની ને રહી હતી. તેઓ ના ૧૦૦ પુત્રો હતા જેઓ ને આજે આપણે કૌરવો તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ ૧૦૦ પુત્રો નો જન્મ એ ઇતિહાસ ની એક એવી અલોકિક ઘટના છે જેના વિશે ખુબજ ઓછા લોકો જાણે છે.

ગાંધારીએ એક ધાર્મિક પ્રકૃતિ વાળી મહિલા હતી. ગાંધારી થી પ્રસન્ન થઈ ને મહર્ષિ વેદ વ્યાસે તેને ૧૦૦ પુત્રો ની માતા બનવાનું વરદાન આપ્યું હતું. મહર્ષિ ના વરદાન પ્રમાણે તે ગર્ભવતી બની પણ થોડા સમય પછી જાણવા મળ્યું કે તેને એક નહિ પણ ૧૦૦ સંતાન નો ગર્ભ એક સાથે છે.

આ સિવાય જ્યારે સામાન્ય મહિલા નું ગર્ભ ૯ મહિનાનું રહે છે જ્યારે ગાંધારી ૨ વર્ષ સુધી ગર્ભવતી રહી. ૨૪ મહિના પછી પણ જ્યારે ગાંધારી ને પ્રસવ ના થયો ત્યારે તેઓ એ આ ગર્ભ ને કાઢી નાખવા નો નિર્ણય કર્યો. તેના પેટ માંથી લોઢા જેવો માસ નો પિંડ નીકળ્યો. તેને જોઈને તે ખુબજ ગભરાઈ ગઈ.

માન્યતા એવી પણ છે કે આ આખી ઘટના મહર્ષિ વેદવ્યાસે પણ જોઈ હતી. ગર્ભપાત થતા જ તેઓ ત્યાં પહોંચી ગયા અને આ માંસ ના પિંડ ઉપર એક વિશેષ પ્રકારના જળ નો છટકાવ કરવા જણાવ્યું. જળ પડતા ની સાથો સાથ એ પિંડ ના ૧૦૧ કટકા થઈ ગયા અને મહર્ષિ એ તેને ૨ વર્ષ સુધી ૧૦૧ અલગ-અલગ ઘડા એટલે કે માટલાઓ માં રાખવા સૂચવ્યું.

૨ વર્ષ બાદ ગાંધારીએ તે બધા માટલા ને ખોલ્યા અને કહેવામાં આવે છે કે તેમને સૌથી પહેલા જે માટલું ખોલ્યો તેમાંથી જે બાળક નો જન્મ થયો તેને દુર્યોધન નામ આપવામાં આવ્યું. એવીજ રીતે ગાંધારી એ બાકી ના ૧૦૦ માટલા ખોલ્યા અને બીજા ૯૯ કૌરવો નો પણ જન્મ થયો.

એક માટલામાંથી એક પુત્રી જન્મી જેનું નામ દુષલા રાખવામાં આવ્યું. કહેવામાં આવે છે કે જન્મ લેતા ની સાથે જ દુર્યોધન ગધેડા ની જેમ ભોકવા લાગ્યો એટલે પંડિતો એ કહ્યું કે આ બાળક આખા કુળ નો નાશ કરશે. જ્યોતિશોએ દુર્યોધન નો નાશ કરવા માટે કહ્યું હતું પણ પુત્ર મોહ ના લીધે રાજા ધૂતરાષ્ટ્ આમ ન કરી શક્યા.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,402 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>