ગમે તેવા કેમ ન દાઝી ગયા હોય બસ લગાવો આ એક આર્યુવેદિક મલમ જે મોનીટોમાં તમને અપાવશે બળતરાથી રાહત

મિત્રો , કોઈપણ આકસ્મિક સંજોગો ના લીધે લાગેલી અગ્નિ મા જો આપણા શરીર નો કોઈપણ ભાગ દાઝી જાય તો દાઝી ગયા બાદ જે અસહ્ય પીડા નો અનુભવ થાય છે તે તો તેને જ ખબર પડે છે જે દાઝી ગયુ હોય. આપણા મા થી મોટાભાગ ના લોકો ક્યારેક ને ક્યારેક જીવન મા આ પરિસ્થિતિ મા થી નીકળ્યા હોઈએ છીએ એટલે કે આ અસહ્ય પીડા નો અંદાજો લગાવી શકીએ.

હાલ , આજે આ લેખ મા આપણે આ અસહ્ય પીડા મા થી મુક્તિ અપાવતા એક આયુર્વેદીક મલમ વિશે ચર્ચા કરીશુ તથા આ મલમ કેવી રીતે બનાવાય તે વિશે વિધિવત જાણીશુ. આ મલમ બનાવવુ અત્યંત સરળ છે તમે તેને બનાવી ને સંગ્રહ કરી ને રાખી શકો. જેથી , આવા સંજોગો મા તેનો ઉપયોગ કરી શકાય. જો તમારી સાથે કોઈપણ આવી આકસ્મિક ઘટના બને અથવા તો , તમારી આસપાસ મા કોઈ આવો બનાવ બને અને જો તમને આ મલમ વિશે માહિતી હશે તો તમે તેનો ત્વરીત ઈલાજ કરી શકો.

આ મલમ તૈયાર કરવા માટે ની જરૂરી સાધન-સામગ્રી :
તલ નુ ઓઈલ – ૪૦ ગ્રામ , રાળ નો પાવડર – ૧૦ ગ્રામ.

આ મલમ બનાવવા માટે સૌ પ્રથમ કડાઈ મા ઓઈલ ઉમેરી ને તેને ધીમી આંચ પર ગરમ કરો. ત્યારબાદ તેમા થી ધુમાડો નીકળવા માંડે એટલે રાળ ના પાવડર નો બારીક ભૂક્કો કરી તેમા ઉમેરી ચૂલ્લો બંધ કરી કડાઈ નીચે ઉતારી લો. હવે કડાઈ મા આ મિશ્રણ ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી એક થાળી મા ઝીણા કપડા વડે ગાળી લેવુ.

ત્યારબાદ તેમા થોડુ પાણી ઉમેરી ને આ મિશ્રણ ને યોગ્ય રીતે મસળી લેવુ. આ મિશ્રણ ને વારંવાર મસળી ને તેમા થી સંપૂર્ણ પાણી નીતારી લેવુ. આ પ્રક્રિયા ૧૦-૨૦ વખત સુધી વારંવાર અનુસરતી રહેવી. જેથી આ મિશ્રણ લોચા જેવો સફેદ મલમ બની જાય.

ત્યારબાદ આ મલમ નો કાચ ના પાત્ર મા સંગ્રહ કરી ને તેના પર પાણી રેડવુ અને એ વાત ની ખાસ કાળજી રાખવી કે નિયમીત આ પાણી બદલતા રહેવુ. જ્યા સુધી મલમ પાણી મા રહેશે ત્યા સુધી તેમા કશો જ વાંધો નહી આવે. જ્યારે પણ કોઈ આકસ્મિક રીતે દાઝી જાય અને તેમને બળતરા થતી હોય તે ભાગ પર આ મલમ લગાડવા મા આવે તો તમને ઠંડક થશે અને બળતરા મા રાહત મળશે.

તમને આ મલમ લગાડતા સમયે કોઈ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાડતા હોવ તેવો અનુભવ થશે. આ સમસ્યા ઉપરાંત જો કોઈ બાળક ની ગુદા પાકે, સડેલ ફોડલા , ઘારા , સ્ત્રીઓ મા ઉદ્દભવતી ખંજવાળ અને સોજા , હરસ-મસા , પાક , ગુમડા , પગ ના તળિયા ફાટવા વગેરે સમસ્યાઓ મા પણ આ મલમ લાભદાયી સાબિત થાય છે.

આ સિવાય જો રાળ નુ ચૂર્ણ ૧૦૦ ગ્રામ, મીણ ૧૦૦ ગ્રામ તથા તલ નુ ઓઈલ ૫૦૦ ગ્રામ લઈ ને ધીમી આંચ પર ગરમ કરવુ અને મીણ તથા રાળ ઓઈલ મા ગળી જાય ત્યા સુધી ગરમ કરવુ. ત્યારબાદ આ મિશ્રણ મા ૨૦ ગ્રામ બોરીક એસિડ ઉમેરી ને તેને ખસ , ગુમડા તથા ચાંદા જેવી સમસ્યાઓ ઉદ્દભવી હોય ત્યા લગાવવા મા આવે તો ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,624 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 3