માઇક્રોમેક્સે લૉન્ચ કર્યો Yureka Plus

માઇક્રોમેક્સે Yu સ્માર્ટફોન સીરીઝમાં એક નવું નામ જોડતા એક નવા સ્માર્ટફોન Yureka Plusને માર્કેટમાં લૉન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત તેની 5.5 ઇંચની ફૂલ એચડી સ્ક્રીન છે. આ સ્ક્રીન 1080*1920 પિક્સલનું રિઝોલ્યુશન આપે છે (આના પહેલાના વેરિએન્ટમાં કંપનીએ ફક્ત HD સ્ક્રીનની જ આપી હતી)

Micromax launched new Full HD screen Yureka Plus, value 9999

કિંમત અને ઉપલબ્ધતા

કંપનીએ Yureka Plus સ્માર્ટફોનની કિંમત 9999 રાખી છે, ફોનનો પહેલો ફ્લેશ સેલ 24 જુલાઇથી શરૂ થશે અત્યારે તેનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. કંપનીનો દાવો છે કે માઇક્રોમેક્સ Yureka Plus સ્માર્ટફોન લેનોવો K3 નોટને ટક્કર આપશે, લેનોવો K3 માર્કેટમાં ખુબ લોકપ્રિય છે અને તેની પણ કિંમત 9999 રૂપિયા છે.

માઇક્રોમેક્સ Yureka Plusમાં પણ પહેલા વેરિએન્ટના જેવો જ 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે. કનેક્ટિવીટી માટે ફોનમાં 4G LTE Cat4 મૉડમ આપ્યું છે. સ્ટોરેજની વાત કરીએ તો ફોનમાં 16GBની ઇન્ટરનલ મેમરી આપી છે.

કંપનીએ ફોનમાં સ્નેપડ્રેગન 615 પ્રોસેસરની સાથે DDR3 2GB રેમ આપી છે. ગ્રાફિક્સ માટે એડ્રિનો 405 GPU આપ્યું છે. ફોનની બેટરી 2500 mAh પાવરની છે.

Micromax launched new Full HD screen Yureka Plus, value 9999

થોડા સમય પહેલા કંપનીએ Yureka Plusનો એક ડ્રોપ ટેસ્ટ વીડિયો લૉન્ચ કર્યો હતો. વીડિયોમાં કંપનીના ફાઉન્ડર રાહુલ શર્માએ Yureka Plusને બ્રેક કરીની અલગ અલગ ઉંચાઇએથી પડતો બતાવ્યો હતો.

Yureka Plusની બૉડી પોલીકાર્બોનેટથી બનેલી છે અને તેના સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપ્યું છે. પહેલા અને અત્યારના સ્માર્ટફોનમાં કંપનીએ સૌથી મોટો ફરક સ્ક્રીન ક્વૉલિટીનો રાખ્યો છે. Yureka Plusની સ્ક્રીન પહેલા કરતા સારી પિક્ચર ક્વૉલિટી આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,555 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>