ફુલ મેટલ એન્ડ ગ્લાસ ડિઝાઇનમાં Galaxy S6Edge અને Galaxy S6

Samsung S6Edge and Galaxy S6

સ્પેનમાં સેમસંગ કંપનીએ પોતાની ફ્લેગશિંપ હેઠળ બે નવા સ્માર્ટફોન ગેલેક્ષી એસ 6 એઝ અને એસ 6 લોન્ચ કર્યા છે. આ ફોનના લોન્ચ સમયે એક્પર્ટ અભિષેક તૈલંગ ત્યા હાજર હતા. તેમણે ફોનનું ટેસ્ટિંગ કર્યુ હતુ. આ આર્ટિંકલમાં અમે તમને સેમસંગના લોન્ચ કરેલા સ્માર્ટફોન્સ ગેલક્ષી એસ 6 એઝ અને એસ 6 પર અભિષેક તૈલંગના ટેસ્ટિંગના ફર્સ્ટ

ઇમ્પ્રેશન વિશે જણાવી રહ્યા છીએ. નીચે વાંચો ફર્સ્ટ રિવ્યુ.

છેલ્લા કેટલાય મહિનાઓથી સેમસંગના આવનાર સ્માર્ટફોન વિશે લોકો અવનવી અટકળો લગાવી રહ્યા હતા. આખરેતના પર મહોલ લાગી ગઇ છે. 2015માં સેમસંગની નૈયા પાર કરવા માટેની બઘી આશાઓ સેમસંગ Galaxy S6 અને Galaxy S6Edge પર છે. છેલ્લા એક વર્ષથી ડાઉલ જઇ રહેલા પ્રોફીટથી હેરાન સેમસંગે આ વખતે ફોનમાં કેટલાય ફેરફાર
કર્યા છે.

ડિઝાઇન

સૌથી મોટો ફેરફાર ડિઝાઇનમાં છે. વર્ષોથી સેમસંગ પોતાની ઘસાયેલી-પીટાએલી પ્લાસ્ટિક ડિઝાઇનથી બદનામ હતુ. ગયા વર્ષે લોન્ચ થયેલ સેમસંગ ગેલેક્ષી એસ 5 પર લોકોની આશાઓ પર ખરૂ નતુ ઉતર્યુ. જેના કરાણે સેમસંગે ‘Back to Basics’ ની રણનીતિ અપનાવી અને તેની લેટેસ્ટ ઉદાહરણ તમારી સામે છે. સેમસંગ ગેલેક્ષી એસ 6 અને એસ 6 એઝ, સેમસંગનીફેક્ટરીમાંથી નીકળેલો અત્યાર સુધીનો સૌથી ખુબસુરત ફોન છે. ‘ફુલ મેટલ એન્ડ ગ્લાસ ડિઝાઇન’ સાથે આવનાર બન્ન સ્માર્ટફોન ગજબના દેખાય છે. જો કે કેટલાક એંગલથી જોચા ગેલેક્ષી એસ 6 આઇફોન 6ને મળતો આવે છે.

ડિઝાઇનના મામલે સેસમંગના બન્ને ફોન થોડા મળતા આવે છે. 5.1 ઇંચની સ્ક્રિન વાળા આ સ્માર્ટફોનમાં સેમસંગ ગેલેક્ષી એસ6 એઝની ડિઝાઇન થોડી આકર્ષક છે. ફોનમાં બન્ને તરફ Curved ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનાથી યુઝર પોતાની જરૂરીયાત પ્રમાણે તેમાં કસ્ટમાઇઝેશન કરી શકે છે.

Samsung S6Edge and Galaxy S6

સેમસંગે પહેલી વાર આપ્યો પ્રિમિયન લૂક

સેમસંગના જણાવ્યા પ્રમાણે Galaxy S6Edgeમાં ઉપયોગમાં લેમામાં આવેલો ગ્લાસ 800 ડિગ્રી સેલ્સિયંસ તાપમાન પર બનાવવામાં આવ્યો છે. આગળ અને પાછળ ગ્લાસ ડિઝાઇન હોવાના કારણે સેમસંગે પોતાના બંન્ને સ્માર્ટફોનને મજબુત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Corning Gorilla Glass 4 પ્રોટેક્શન સાથે ફોનને ચારે બાજુ મેટલ ફ્રેમ આપવામાં આવી છે. સેમસંગે પહેલી વખત આ  પ્રકારનો પ્રિમિયમ લુક આપ્યો છે. બજારમાં ઝડપથી વધી રહેલી કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને  ડિઝાઇનમાં ફેરફાર કરવાનો સેમસંગનો નિર્ણય સેમસંગ માટે મદદગાર સાબિત થઇ શકે છે.

Samsung S6Edge and Galaxy S6

Galaxy S6Edge અને Galaxy S6 में 5.1 ઇંચનું Quad HD ડિસ્પ્લે આપવામાં આવી છે જે 577ppi સપોર્ટ કરે છે. હાલમાં બજારમાં Galaxy S6Edge અને Galaxy S6 સ્ક્રિનથી સારો કોઇ સ્માર્ટફોન નથી. દમદાર પરફોર્મન્સ માટે Galaxy S6Edge અને Galaxy S6માં પોતાનું ઓક્ટા કોર Exynos પ્રોસેસર આપવામાં આવ્યુ છે સાથે સાથે 3 GB RAM રેમ છે. બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. મેમરી સ્ટોરેજમાં સેમસંગના આ બન્ને સ્માર્ટફોનમાં 32, 64 અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શન છે.

કેમેરાઃ

ફોટોગ્રાફી માટે Galaxy S6Edge અને Galaxy S6માં ઓપ્ટિકલ ઇમેઝ સ્ટેબિલાઇઝેશન સાથે 16 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. લોકો આશા રાખીને બેઠા હતા કે સેમસંગ પોતાના નવા સ્માર્ટફોનમાં 20 મેગાપિક્સલ કેમેરો આપશે. પરંતુ સેમસંગે આ વખતે કેમેરાના પિક્સલમાં વધારા કરવાને બદલે તેને વધારે સારો બનાવાનો પ્રયત્ન કર્યો છે જે ટેક્નિકલી
સારી બાબત છે.

Samsung S6Edge and Galaxy S6

સેલ્ફી માટે Galaxy S6Edge અને Galaxy S6 માં 5 મેગાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરા છે. ફીચર્સના મામલે કેમેરોતો કાગળ પર સારો નજરે આવી રહ્યો છે. કેમેરામાં Automating Focus Tracking જેવા ફીચર્સ આપવામાં આવ્યો છે. જે ઝડપથી ચાલતા Objectsને સારી રીતે ફોકસ કરી ફોટો ખેચે છે. આ ઉપરાંત Galaxy S6Edge અને Galaxy S6માં કેમેરા ઝડપથી તસવીર ખેચે છે.

સેમસંગ પે

આ વખતે ફીચર્સ ઉપરાંત આઇફોન 6માં ગત વર્ષે આપેલા એપ્પલ પે ફીચરને ધ્યાનમાં રાખીને સેમસંગે પોતાનું Samsung Pay નામનુ Payment Gateway લોન્ચ કર્યુ છે. જેની મદદથી મોબાઇલ ફોનની મદદથી યુઝર ઘણા ટ્રાન્જેક્શન કરી શકે છે. સેમસંગે પોતાના નવા Payment Gateway માટે માસ્ટરકાર્ડ, વિઝા જેવી કંપનીઓ સાથે કરાર કર્યા છે. જે NFCની મદદથી ચાલનારી ટેક્નોલોજી છે.

Samsung S6Edge and Galaxy S6

જો કે આ ફીચરને બજારમાં આવતા થોડો સમય લાગશે. એટલેકે તમારા ફોનમાં આ ફીચર હશે પરંતુ તમે તેનો ઉપયોગ નહી કરી શકો. જો કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સેમસંગે લીધેલુ પગલુ તમારા માટે ફાયદા કારક બની શકે છે.સેમસંગ Galaxy S6Edge અને Galaxy S6 આગામી 10 માર્ચથી બજારમાં વેચાણ માટે મુકવામાં આવશે. તેની કિંમત વિશે હજી સુધી કોઇ ખુલાસો કરવામાં નથી આવ્યો.

કુલ મળીને Galaxy S6Edge અને Galaxy S6 10 ને જોઇને એટલુતો કહિ જ શકાય કે સેમસંગની ઓછી થતી કમાણી અને ડુબતી કિસ્મતને બચાવવા માટે Galaxy S6Edge અને Galaxy S6 મદદગાર સાબિત થઇ શકે છે. બસ એટલી પ્રાર્થના કરવી પડશે કે સેમસંગ પોતાના આ સ્માર્ટફોનની કિંમત 60,000 રૂપિયા કે તેનાથી વધારે ના રાખે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,364 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 5