ઉત્તર પ્રદેશની ખાપ પંચાયત દ્વારા હંમેશા કંઈક વિચિત્ર નિર્ણયો રજૂ કરવામાં આવતા હોય છે અને આ વખતે પણ યુપીની ખાપ પંચાયત દ્વારા આવો જ એક નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. મુઝફ્ફરનગરના શાહપુર થાણા વિસ્તારમાં 36 ખાપ મુખીયાઓએ પંચાયતમાં યુવતીઓને વોટ્સેએપ, ફેસબુક અને ઈન્ટરનેટ મોબાઈલના ઉપયોગ અને જીન્સ પહેરવા માટે મનાઈ ફરમાવી દીધી છે.
આ ઉપરાંત પંચાયતમાં સંગોત્ર વિવાહનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. પંચાયતમાં સમાવેશ થતાં ભારતીય કિસાન યુનિયન (ભાકપા)ના નેતા ચંદર પાલ ફૌજીના જણાવ્યાં પ્રમાણે લવના મામલે તેમણે પહેલા તેમની દિકરીઓને સમજાવવું જોઈએ અને જો ના માને તો તેમને ગંગાનો કિનારો દેખાડવો જોઈએ. ભાકપા જિલ્લાધ્યક્ષ રાજુ અહલાવતે જણાવ્યું છે કે ખાપ ચૌધરીએ કડક નિર્ણ લેવા જોઈએ, તેમણે સુપ્રીમ કોર્ટ કે મીડિયાથી ડરવુ ના જોઈએ.
એક સરખા ગોત્રના લગ્ન વિશે જિલ્લા અધ્યક્ષે કહ્યું છે કે, એવા લોકો પાગલોની શ્રેણીમાં આવે છે અને તેવા લોકોને મારવા જોઈએ. તે ઉપરાંત તેમણે જણાવ્યું છે કે છોકરાઓ કે છોકરીઓને 18 વર્ષ પછી જ મોબાઈલ આપવા જોઈએ. તે પહેલા તેઓ ફેસબુક દેખે છે, વોટ્સએપ અને ગંદી ફિલ્મો દેખે છે. નાની ઉંમરમાં ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેના પર પ્રતિબંધ નાખવો જોઈએ.
બાલિયાન ખાપ મુખિયા ચૌધરી નરેશ ટિકેટે જણાવ્યું છે કે તેઓ સગોત્ર વિવાહનો પહેલેથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે તેમની પરંપરા છે, તેઓ તેને નહિ તોડે. તેમણે જણાવ્યું છે કે આગળ પણ ખાપ પંચાયત દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે. તેમણે તો એટલે સુધી કહ્યું છે કે ઈન્ટર સુધી અભ્યાસ કરતી છોકરીઓને તો મોબાઈલની કોઈ જરૂર પણ નથી. તેમણે કહ્યું છે કે ફેસબુક પર દોસ્તી અને પ્રેમ થઈને તૂટી જાય છે તે સારી વાત નથી.