આજે બનાવો સ્વાદિષ્ટ ફરાળી સાબુદાણાની ખીર

હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું, ફરાળી સાબુદાણાની ખીર, શ્રાવણ માસ ચાલે છે તે દરમિયાન દરરોજ કઈક અલગ ફરાળી વાનગી બનાવવી પડે છે. તો ગૃહીણીઓને દરરોજ શું બનાવવુ તેની ચિંતા હોય છે. તેના માટે આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીર, જે બનાવવી એકદમ આસાન છે, તેમજ જલ્દી પણ બને છે. અને એકદમ સ્વાદિષ્ટ પણ બને છે. તો ચાલો બનાવીએ ફરાળી સાબુદાણાની ખીર

ફરાળી સાબુદાણાની ખીર બનાવવા માટેની સામગ્રી :2

  • · 1 વાડકી સાબુદાણા
  • · 1 વાડકી દુધ
  • · 1/2 વાડકી ખાંડ
  • · 2 ચંમચી ઘી
  • · 1/2 ચમચી એલચી પાવડર
  • · ચપટી જાયફળ પાવડર
  • · સુકામેવાની કતરણ

ફરાળી સાબુદાણાની ખીર બનાવવા માટેની રીત :

ફરાળી સાબુદાણાની ખીર બનાવવા માટે

સૌ પ્રથમ સાબુદાણઆને ધોઈને 2 થી 3 કલાક માટે પલાળી રાખો, સાબુદાણા પલળી જાય એટલે તેમાંથી પાણી નીતારી લો,3 હવે એક જાડા તળિયાવાળી પેન ગેસ પર ગરમ કરવા મુકો, તેમાં બે ચમચી ઘી નાખો, ઘી ગરમ થાય એટલે તેમાં પલાળેલા સાબુદાણા નાખી થોડીવાર શેકો, હવે તેમાં દુધ નાખો, દુધ બરાબર ઉકળી જાય એટલે તેમાં ખાંડ નાખો,4 જયા સુધી ફરીવાર ઉકળી ન જાય ત્યા સુધી રહેવા દો, ખીર થોડી ઉકળી જાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. અને ખીરને વચ્ચે વચ્ચે હલાવતા રહો, જેથી ખીર તળિયે ચોટી ન જાય ખીર એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો રાખી થોડી થોડી વારે હલાવતા રહો,5

ત્યારબાદ તેમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને સુકામેવાની કતરણ નાખી ખીરને ગેસ પરથી નીચે ઉતારી લો, અને ખીર ઠંડી થાય એટલે સુકામેવાની કતરણ વડે ગાર્નીશીંગ કરી સર્વ કરો, તો તૈયાર છે, ફરાળી સાબુદાણાની ખીર.

જેને તમે ફરાળી પૂરી, ફરાળી ભાખરી જેવી ઘણી ફરાળી વાનગીઓ સાથે ખાઈ શકો, ખીરને તમે ગરમ ગરમ તેમજ ફ્રિઝમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો.6

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,416 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>