સાબુદાણાની ખીચડી – ખુબ જ ટેસ્ટી ફરાળી વાનગી ઉપવાસમાં બનાવો ને ઘરના સૌને ખવડાવો…

સાબુદાણાની ખીચડી ખુબ જ ટેસ્ટી ફરાળી વાનગી છે. પરંતુ આ ખીચડી એટલી ટેસ્ટી બને છે. કે તમે તેને રેગ્યુલર જમવામાં પણ બનાવી શકો છો. કોઈ પણ વ્રત હોય સુકીભાજી અને બટેટા ની ખીચડી ખાઈ ખાઈ ને કંટાળી જવાય છે. તો આજે આ સાબુદાણા ની મસાલેદાર ખીચડી બનાવી બધા ને ખુશ કરીદો..

સામગ્રી:

  • ૧૦૦ ગ્રામ સાબુદાણા,
  • ૨૫૦ ગ્રામ બટેટા,
  • ૧ વાડકો સિંગદાણા,
  • ૨ ચમચી તેલ,
  • ૨ નંગ લીલા મરચા,
  • ૧ નંગ લાલ મરચું,
  • ૧/૨ ચમચી જીરું,
  • 4-૫ પાન લીંબળ,
  • ૧ નંગ આદું નો ટુકડો,
  • ૧ ચમચી નમક,
  • ૧ ચમચી મરચું પાઉડર,
  • ૧ ચમચી ખાંડ,
  • સજાવટ માટે…
  • સાબુદાણા અને બટેકા ની તળેલી વેફર,
  • ૧ લીલું મરચું.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સાબુદાણા. જેને આપણે પાણી થી ધોઈ અને સાબુદાણા ડૂબે એટલા પાણી માં પલાળી લઈશું. જેથી તે નરમ થઇ જશે અને જલ્દી થી બની જશે. તમે ચાહો તો તેને બાફી પણ શકો છો.

હવે આપણે બટેટા લઈશું. હવે તેને ધોઈ અને કુકર માં બાફવા મૂકી દઈશું . ત્યાર બાદ બટેટા ઠરી જાય એટલે તેની છાલ કાઢી લેવી. અને તેના નાના નાના ટુકડા કરી લેવા.

હવે આપણે લઈશું સિંગદાણાજેને આપણે ખાંડણી દસ્તામાં આખા-પાખા ખાંડી લેવા. મિક્ષ્ચર માં કરેલા ભૂખા કરતા આ સિંગદાણા નો સ્વાદ ખુબ જ સરસ આવશે.

હવે એક પેન માં તેલ ગરમ મુકીશું . ત્યાર બાદ તેમાં લાલ મરચું, લીલા મરચાના કટકા કરી બીજ કાઢી ઉમેરવા, ત્યાર બાદ તેમાં જીરું તેમજ લીંબડા ના પાન ઉમેરી વઘાર તૈયાર કરી લેવો.

ત્યાર બાદ તેમાં સમારેલા બટાકા ઉમેરવા. અને ધીમે ધીમે ચમચા વડે હલાવી મિક્ષ કરી લેવું.

ત્યાર બાદ તેમાં ઉમેરીશું મગફળી નો ખંડેલો ભુક્કો. જેને બધા બટાકા ઉપર ભુક્કો આવી જાય એવી રીતે છાંટી દેવો. અને બટાકા ને વારે વારે હલાવવા નહિ. નહિતર બટાકા નો છુંદો થઇ જશે.હવે એક આદું નો ટુકડો લઇ તેની છાલ કાઢી લેવી. ત્યાર બાદ તેને ખમણી ની મદદ થી બધા બટેટા પર પડે મ ખમણી લેવું. આદું થી ખીચડી નો સ્વાદ ખુબ જ સરસ આવશે.

 

હવે તેમાં મસાલાઓ ઉમેરીશું તેમાં સ્વાદ મુજબ ઉમેરીશું ખાંડ, નમક અને મરચું પાઉડર ઉમેરવા.

હવે ખીચડી ને ઢાંકી ને ૧૦ થી ૧૫ મિનીટ સુધી બનવા માટે મૂકી દેવી. ત્યાર બાદ જયારે સાબુદાણા ની ખીચડી બની જાય. ત્યારે તેને ચમચા વડે હલાવી બધું જ પ્રોપર મિક્ષ કરી લેવું.

તો તૈયાર છે ગરમાગરમ સાબુદાણાની ખીચડી. જે ફરાળી ની સાથે સાથે ખુબ જ ટેસ્ટી પણ છે. જેથી જયારે પણ મન થાય બનાવીને આ ખીચડી નો આનંદ ઉઠાવી શકો છો.તો હવે તેને એક પ્લેટ માં કાઢી સાબુદાણા ની ફરાળી વેફર જોડે સેર્વ કરો.

નોંધ:

સાબુદાણા ની ખીચડી એક ટેસ્ટી ફરાળી ડીશ છે. જેને સમય હોય તો આ રીતે પેન માં પણ બનાવી શકાય છે. અને ક્યારેય સમય ના હોયતો બધી જ સામગ્રીઓ એકી સાથે કુકર માં ઉમેરી ને પણ બનાવી શકાય છે.

સાબુદાણા ની ખીચડી વધારે ટેસ્ટી બનાવવા તમે તેમાં આદું-મરચા ની પેસ્ટ, લીંબુ જેવી સામગ્રીઓ પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,636 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>