ફરાળી મસાલા ટીક્કી – ફરાળમાં ઉપયોગી એવી આ ટીક્કી આજે નોંધી લો ને આ અધિકમાસમાં બનાવી ખવડાવો……

કોઈ પણ વ્રત હોય એટલે પેહલો પ્રશ્ન થાય કે ફરાળી શું બનાવીશું? ફરાળીમાં તો ખીચડી અને સુકીભાજી ખાઈ ખાઈને બોર થઇ જવાય છે. રોજ જમવામાં અલગ અલગ વાનગીઓ જોઈએ છે. તેમજ વ્રતમાં પણ અલગ અલગ ફરાળી વાનગીઓ હોય તો વ્રત રેવાની પણ મજા પડી જાય છે ને….

તળેલા વડા હોય કે પેટીસ એટલું તેલવાળું ખાવું ગમતું નથી એમાં પણ ઉનાળામાં તો તેલવાળું જરા પણ નથી ભાવતું. એટલા માટે જ આજે હું લઇ ને આવી છું એક એવી રેસીપી જે ખુબ જ ઓછા તેલ માં શેકી ને બનાવી શકાય છે.

તો ચલો બનાવીએ ફરાળી મસાલા ટીક્કી...

સામગ્રી:

  • ૩૦૦ ગ્રામ બટેટા,
  • ૨ ચમચી સિંગ દાણા નો ભૂકો,
  • ૨ ચમચી કોપરા નું છીણ,
  • ૨ ચમચી તલ નો ભુક્કો,
  • ૧/૨ વાડકો તપકીર,
  • ૨ ચમચી આદું, મરચા ની પેસ્ટ.
  • ૧ ચમચી નમક,
  • ૧ ચમચી મરચું પાઉડર,
  • ૨ ચમચી દળેલી ખાંડ,
  • ૧ નંગ લીંબુ,
  • ૨ ચમચી તલ,
  • ૨-૩ ચમચી તેલ,

સજાવટ માટે…

  • કોથમરીની ચટણી,
  • તલ,
  • લાલ મરચું.

રીત:

સૌપ્રથમ બટેટાની છાલ કાઢી કુકરમાં જરૂર મુજબ પાણી અને નમક ઉમેરી બાફી લેવા. ફરાળીમાં જ ઉપયોગમાં લેવી હોય તો સિંધાલુ નમકનો જ ઉપયોગ કરવો. બાફવા સમયે નમક ઉમેરવાથી તે સરસ રીતે બટેટામાં ભળી જાય છે.ત્યારબાદ મસાલા ટીક્કીનો મસાલો બનાવીશું. તેના માટે લઈશું  સિંગ દાણાનો બારીક ભુકો, તલનો ભૂકો, સુકા કોપરાનું ખમણ, અને આદું  મરચાની પેસ્ટ. આ પેસ્ટમાં સુકા લીલા મરચા, આદું, કોથમરી વગેરે જેવી વસ્તુઓ ઉમેરી શકીએ છીએ.ત્યારબાદ, બધો મસાલો મિક્ષ કરી ભેળવી લેવો. તેને હાથ વડે મસળીને પ્રોપર મિક્ષ કરી લેવો.ત્યારબાદ મસાલામાં જરૂર મુજબ મસાલો ઉમેરીશું જેમાં ઉમેરીશું નમક, દળેલી ખાંડ, લીંબુ, અને મરચું પાઉડર.  બધું જ પ્રોપર માત્રામાં ઉમેરી મિક્ષ કરી લેવું.

હવે તેમાં બટેટાનો છુંદો ઉમેરી મસાલો બધો ભેગો કરી મિક્ષ કરી લઈશું. તેને હાથ વડે ખુબ જ મસળી મિક્ષ કરવું જેથી બધાનો ટેસ્ટ પ્રોપર મિક્ષ થઇ જાય.

હવે તૈયાર થયેલા મસાલાની હાથમાં એક ટીક્કી વાળી લેવી. ત્યાર બાદ તેના બને બાજુ પર તલને બરાબર ચોટાડી દેવા.

હવે એક પ્લેટમાં તપકીરનો લોટ કાઢી લેવો. અને વળેલી બધી જ ટીક્કીઓ તેમાં  બરાબર બધી બાજુ તપકીર ચોટી જાય એમ રગદોળી લેવા.

ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકી ટીક્કી ને બને બાજુ સેકી લો. ટીક્કી ને સેકવામાં ખુબ જ ઓછુ તેલ જોઈએ છે. જેથી તે ફરાળમાં ગમે તેટલી ખાઈ શકીએ છીએ.

બધી જ ટીક્કીઓ બને તરફ બરાબર ધીમી આંચ ઉપર શેકી એક પ્લેટમાં કાઢી લેવી.

તો તૈયાર છે ગરમા-ગરમ ફરાળી મસાલા ટીક્કી. જેને કોથમરી ની ચટણી જોડે સેર્વ કરીએ તો ખુબ જ સરસ લાગે છે.

નોંધ:

ટીક્કીમાં ચાહો તો આદું મરચાની પેસ્ટની જગ્યા પર ઘરમાં વપરાતો રેગ્યુલર મસાલા પણ ઉમેરી બનાવી શકાય છે.

તેમજ આ ટીક્કીને દહીંની ચટણી જોડે પણ ખુબ જ સરસ લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,474 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>