શીંગદાણાની ફરાળી કઢી ગરમા ગરમ સામા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ..

અત્યારે શ્રાવણ મહિનામાં ઘરમાંથી કોઈને તો ઉપવાસ હશે જ. અને રોજ રોજ શું બનાવવું ફરાળી એની પણ મૂંઝવણ રહેતી જ હશે. સાચું ને સખીઓ ? રોજ સામો એકલો પણ ન ભાવે ને રોજ બટેકાની સુકકી ભાજી પણ ન ભાવે. તો ચાલો એએજેઇ બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને શીંગદાણાની ફરાળી કઢી. જેઇ સામા સાથે, સુકકી ભાજી સાથે કેઇ પછી ફરાળી પરોઠા સાથે પણ ખાઈ શકાય છે,

સામગ્રી :

  • 2 વાટકી, છાસ,
  • 1 વાટકી , શિંગદાણાનો ભૂકકી,
  • સમારેલાં લીલાં મરચાં, કોથમીર ને મીઠો લીમડો,
  • જરૂર પ્રમાણે મીઠું, મરચું, હળદર ને ધાણાજીરું,
  • વઘાર માટે 2 ચમચી, તેલ,
  • ½ ચમચી જીરું,
  • તજ, લવિંગ, તમાલપત્ર વઘાર પુરતા જ,
  • 2 ચમચી , ખાંડ ,

રીત :

સૌ પ્રથમ સીંગદાણાને શેકી એનાં ફોતરાં ઉતારીને ખાંડીને અથવા મિકસરથી અધકચરો ભુક્કો કરી લેવાનો છે.IMG-20180823-WA0003હવે એક કડાઈમાં છાસ લેવાની છે અને એમાં સીંગદાણાનો બનાવેલો ભૂકકો એડ કરી દો.IMG-20180823-WA0018ત્યારબાદ, હવે એ છાસને બ્લેંડરથી ગ્રાઈન્ડ કરો. જેનાથી છાસ અને સીંગદાણાનો ભૂકકો એકરસ થઈ જશે. ( મે ગ્રાઈન્ડરનો ઉપયોગ કર્યો છે. તમે જેરણીથી પણ હલાવી શકો. )IMG-20180823-WA0017હવે એ કઢાઈને ગેસ પર ઉકળવા મૂકો. ઇએમએએ સમારેલાં મરચાં, કોથમીર, લીમડો, લાલ મરચું, હળદર, મીઠું , ધાણાજીરું ને બે ચમચી ખાંડ નાખી ને ઉકળવા દેવાનું છે.IMG-20180823-WA0015ફોટામાં જોશો કે ઉકળીને કલર પણ બદલાઈ ગયો છે. બસ જ્યાં સુધી સરખી ઊકલી ન જાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકળતા જવાનું ને હલાવતાં જવાનું. જેથી સીંગદાણા તળિયે ચોંટી ન જાય.

IMG20180820202709

પાંચ દસ મિનિટમાં સરસ ઊકલી જાય પછી. વઘારિયામાં તેલ મૂકી એમાં જીરાથી વઘાર કરીને પછી લીમડો, મરચું ને લવિંગ, તજ, તમાલપત્રથી વઘાર કરો.IMG20180820202841ને એ વઘાર કઢી જેમાં ઊકળે છે. એ કઢાઈમાં નાખો ને કઢીને ઊકળવા દો.બની ગઈ તમારી સ્વાદિષ્ટ ને ટેસ્ટી કઢી. ગરમા ગરમ સામાની સાથે ફરાળમાં આરામથી ખાઈ શકશો !IMG20180820202913

નોંધ : તમારે કઢીને વધારે ઘટ્ટ બનાવવી હોય તો ઉકળતી કઢીમાં વધાર્યા પહેલાં બે ચમચી સામો બનાવેલો હોય એ અંદર ક્રશ કરીને ઉમેરી શકો છો. જેનાથી કઢી એકદમ ઘટ્ટ બનશે. અથવા તો એક બાફેલાં બટાકાનો છૂંદો પણ નાખો તો પણ કઢી એકદમ ઘટ્ટ બને છે. 

તમે ફરાળમાં હળદર મસાલો નથી ખાતાં તો એ નથી નાખવાનો. 

રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ )

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,605 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>