ફરાળી ઢોકળા – ઉપવાસમાં બેસ્ટ રહેશે આ ઢોકળા સવારે નાસ્તામાં કે પછી સાંજે ફરાળમાં ….

શ્રાવણ મહિનાનો ઉપવાસ હોય કે કોઈ વ્રતના એકટાણા, ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન જ હોય છે. ગુજરાતીઓ ઉપવાસમાં પણ નીતનવી વેરાયટી જ બનાવે જે ફરાળમાં ખાઈ શકાય ને ભૂખ્યા રહ્યાનો અહેસાસ પણ ન થયા કરે. તો ચાલો ને આજે આપણાં ગુજરાતીઓની શાન ગણાતા ફરાળી ઢોકળા બનાવીએ. એ પણ સોફ્ટ રૂ જેવા મુલાયમ . તો ચાલો જોઈએ ઉપવાસમાં ખવતા ફરાળી ઢોકળાની ફોટા સાથે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.

સામગ્રી :

  • 1 વાટકી, સાબુદાણા,
  • 1, વાટકી, શીંગદાણા,
  • 2 વાટકી, સામો
  • ને પલાળવા માટે આ ત્રણેય સામગ્રી ડૂબે તેટલી છાસ,
  • મરચાની પેસ્ટ,
  • આદુની પેસ્ટ,
  • સમારેલી કોથમીર ,
  • મીઠું, મરચું, હળદર જરૂર મુજબ.
  • ચપટી ખાવાના સોડા IMG-20180823-WA0008

રીત :

સાબુદાણા, સામો ને શીંગદાણાને એક તપેલીમાં લઈને એમાં છાસ ઉમેરી ત્રણ કલાક પલાળવા માટે ડિશ ઢાંકીને મૂકી દો.
હવે એ સમય દરમ્યાન મરચાં, કોથમીર સમારી લો ને આદીની પેસ્ટ પણ બનાવી એક બાજુ રાખી દો .IMG-20180823-WA0013

હવે પલળી ગયેલ સામો, સાબુદાણા ને શીંગદાણાને મિક્સરમાં પીસી લો.એકદમ ઢોકળાના ખીરા જેવુ જ પીસવાનું છે, નહી વધારે જાદુ કે નહી વધારે પાતળુ. પીસાયને તૈયાર થયેલા ખીરાને 30 મિનિટ માટે ઢાંકીને એકબાજુ મૂકી રાખો.IMG-20180823-WA0012

હવે ઢોકળાનાં તૈયાર થયેલ ખીરામાં લીલાં મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, મીઠું, મરચું, હળદર અને ચપટી ખાવાના સોડા એડ કરી ચમચાથી સરસ એકરસ થાય એમ હલાવી નાખો.IMG-20180823-WA0011

આ તૈયાર થયેલ ખીરાને ઢોકળીયાની વાટકીમાં તેલ લગાવી ખીરું ચમચાની મદદથી રેડો. IMG20180821194459હવે જેમ આપણે સાદા ઢોકળા બનાવીએ છીએ એમ જ આ ઢોકળાને પણ ઢોકળિયામાં વરાળની મદદથી બાફવાના છે. તો જ્યાં સુધી ફુલાઈને રેડી ન થાય ત્યાં સુધી ઢોકળીયાની વરાળે ગેસ પર થવા દો.IMG-20180823-WA0010

ઢોકળીયું ઠંડુ થાય એટ્લે વાટકીમાં તૈયાર થયેલ ઢોકળાને ડીશમાં કાઢીને ગરમા ગરમ ખાવ .

નોંધ : જો તમે ઉપવાસમાં લાલ મરચું ને હળદર નથી ખાતા તો ન નાખો તો આવા જ વ્હાઇટ ઢોકળા બનશે. .

રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવદી (અમદાવાદ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,718 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>