ફરાળી અપ્પમ – પાંચ મિનિટમાં તૈયાર થતી આ ફરાળી વાનગી ભૂલ્યા વગર નોંધી લે જો

હેલો ફ્રેન્ડ્સ શ્રાવણ માસ દરમિયાન આપણા ઘરોમાં ઉપવાસ હોય તે ઘરોમાં સામાન્ય રીતે બટાકાની સૂકી ભાજી બનાવવામાં આવતી હોય છે, પણ હવે જ્યારે તમે બટાકા બાફો ત્યારે થોડા વધારે બાફી લો, જેથી બીજી ફરાળી વાનગી બનાવવા માટે તમને ઉપયોગી થાય અને બટાકાની સુકીભાજી ખાઈને કંટાળ્યો હોય તો આજે હું તમને બનાવતા શીખવાડીશ એકદમ ટેસ્ટી અને બનાવવામાં આશાન ફરાળી અપ્પમ.

ફરાળી અપ્પમ બનાવવા માટેની સમગ્રી :

  • • 3 નંગ બાફેલા બટાકા (મિડીયમ સાઈઝના)
    • 3 ચમચી શિંગોડાનો લોટ જેને આરાનો લોટ પણ કહેવામાં આવે છે
  • • 1 વાડકી મોરૈયો
  • • 1/2 વાડકી શીંગદાણાનો ભુકો
  • • 1 ચમચી તલ
  • • 1/2 વાડકી છીણેલી દુધી
  • • 1/2 ચમચી મરી પાવડર
  • • 1 ચમચી આદુ- મરચાની પેસ્ટ
  • • ચપટી ખાવાના સોડા
  • • 1 ચમચી ખાંડ
  • • 2 ચમચી કોથમીર (ઝીણી સમારેલી)
  • • 1 ચમચી જીરૂ આખુ
  • • 1 ચમચી લાલ મરચુ પાવડર
  • • 1/2 ચમચી લીંબુનો રસ
  • • સ્વાદ અનુસાર સિંધાલુ અથવા નમક
  • • તેલ2

ફરાળી અપ્પમ બનાવવાની રીત :

સૌ પ્રથમ ફરાળી અપ્પમ બનાવવા માટે મોરૈયાને 3 કલાક માટે એક બાઉલમાં પલાળો મોરૈયો પલળી જાય એટલે તેમાંથી પાણી કાઢી તેને મીક્ષરમાં અધકચરો ક્રશ કરી લો. ત્યારબાદ શીંગદાણાને શેકી લો અને ઠંડા થાય એટલે તેનો અધકચરો ભુકો કરી લો, દુધીને ધોઈને છીણી લો,4

હવે એક તપેલી કે બાઉલ લો તેમાં ક્રશ કરેલો મોરૈયો લો. તેમાં શીંગદાણાનો ભુકો, જીરૂ, તલ, છીણેલા બાફેલા બટાકા, છીણેલી દુધી, આદુ- મરચાની પેસ્ટ, લાલ મરચુ પાવડર, ઝીણી સમારેલી કોથમીર, ખાંડ, લીંબુનો રસ, મરી પાવડર. ખાવાના સોડા, અને સ્વાદ અનુસાર નમક કે સિંધાલુ અથવા નમક નાખી, બધુ બરાબર મિક્ષ કરો, અપ્પમનું ખીરૂ તૈયાર કરો.5

ખીરૂ તૈયાર થઈ જાય એટલે ખાડા વાળી અપ્પમની પેનને ગેસ પર ગરમ કરવા મુકો, કડાઈ ગરમ થાય એટલે તેમાં થોડુ થોડુ તેલ નાખો, તેલ ગરમ થાય એટલે ચમચી વડે બધા ખાનામાં ખીરૂ નાખો, અપ્પમ એક બાજુ શેકાય જાય એટલે ઉલટાવી બીજી, બાજુ શેકો, 6બન્ને બાજુ બ્રાઉન થાય એટલે અપ્પમને પ્લેટમાં કાઢી લો, તો તૈયાર છે. ફરાળી અપ્પમ તેને તમે દહી અને ખજુર- આમલીની ચટણી સાથે સર્વ કરો.1 A

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,458 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>