સવારે કે સાંજે ચા કોફી સાથે નાસ્તામાં ખાઈ શકાય એવા ફાફડા બનાવો આજે જ ..

ફાફડા

આજે આપણે બનાવીશું સાતમ આઠમ માં બનતી આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી ફાફડા. ફાફડા ખુબ  જ જલ્દી બની જાય છે. તેમજ તેને ૧૦થી૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.ફાફડા બાળકો ને લંચ બોક્ષ માં આપવા માટે બેસ્ટ નાસ્તો છે. રાંધણ છઠ ના દિવસે દરેક ગુજરાતીઓ ના ઘર માં ફાફડા તો બનતા જ હોય છે. તો ચલો બનાવીએ સાતમ આઠમ ની રેસીપી ફાફડા.

 

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ,
  • ૨૦ ગ્રામ મેંદાનો લોટ,
  • ૧ ચમચી ઘી,
  • ૧ ચમચી નમક,
  • ૧/૨ ચમચી આજ્મો,
  • તેલ,પાણી  લોટ બાંધવા.

રીત

સૌપ્રથમ ફાફડા બનાવવા માટે તેનો લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે એક કથરોટ માં ચણા નો લોટ, મેંદા નો લોટ, અજમો(અજવાઈન), નમક અને ઘી ઉમેરી દો. અને બધી જ સામગ્રીઓ ને મિક્ષ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ તેનો લોટ બાંધી લો.

1

લોટ બંધાય જાય એટલે તેમાં તેલ નું મોણ ઉમેરી અને લોટ ને ટુપી લેવો.

2

ત્યાર બાદ બાંધેલા લોટ  ને હજુ સારી રીતે ટુપી અને તેમાં થી એકદમ નાના નાના લુઆ વાળી લેવા.

3

ત્યાર બાદ લુઆ ને ચણાના લોટ માં બોળી અને તેમાં થી નાના નાના ફાફળા વણી લેવા. બને એટલા ફાફળા નાના અને પાતળા વણવા જેથી તે જલ્દી થી તળાઈ જાય. અને ખુબ જ સરસ ક્રિસ્પી બને.

4

ત્યાર બાદ હવે ફાફડા વણાય જાય એટલે તેને પસ્તી(ન્યુઝ પેપર) માં પાથરી દેવા જેથી તે સુકાઈ જાય.

5

ત્યાર બાદ એક કઢાઈ માં તેલ ગરમ કરી લેવું. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ધીમી આંચ ઉપર ફાફડા ને તળી લેવા. ફાફડા તળાઈ કાય એટલે તેને ચીપિયા ની મદદ થી તેલ નીતરી ને બહાર કાઢવા. જેથી ફાફડા માં જરા પણ તેલ ના રહે.

6

તો હવે ફાફડા તળાઈ જાય એટલે તેને થાળી માં કાઢતા જવા. અને ઠરી જાય ત્યાર બાદ તેને એક ડબ્બા માં ભરી સ્ટોર કરવા.

7

ફાફડા હવે સર્વિંગ માટે એકદમ તૈયાર છે. તો તેને પ્લેટ માં કાઢી સર્વ કરીશું . આ ફાફડા ચા, કે આચાર જોડે ખુબ જ સરસ લાગે છે.

8

નોંધ

મેંદા નો લોટ નો ઉપયોગ ના કરવો હોય તો અળદ ના લોટ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ.

 YouTube link

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,769 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>