ફેસબુક અને વોટ્સએપ પર મેસેજ અને ફોટો ફોરવર્ડ કરીને કંટાળી ગયા છો ? તો આ કામમાં તમને ખૂબ મજા આવશે…

હાલના ઈન્ટરનેટના જમાનામાં કોઈ પણ રીતે ટાઈમ પાસ કરવાનો રસ્તો મળી જ જાય છે તો પણ કંટાળો આવવો એ સૌથી ખરાબ વસ્તુ છે. આથી, અમે કેટલાક રસ્તાઓ લાવ્યાં છીએ જેનાથી તમે કંટાળો આરામથી દૂર કરી દેશો.

૧. નવી વાનગીઓ બનાવો

આ કંટાળાથી છૂટવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે જેમાં ફક્ત તમારો ઉત્સાહ જ જરૂરી છે. એવી કેટલીક વાનગીઓ બનાવો જે વધારે સમય માંગતી હોય.આમ કરવાથી તમારો કંટાળો દૂર થવાની સાથે સાથે કુકિંગ સ્કીલ પણ વધશે.

૨. સ્વયંસેવક

અત્યારે એવી ઘણી બધી સંસ્થાઓ છે જેને સ્વયંસેવકોની ખૂબ જ જરૂર પડે છે. આવી જગ્યાએ જવાથી કંટાળો તો દૂર થશે જ પણ સાથે સાથે નવા ભાઈબંધો પણ બનશે અને તમારી ઓળખાણ પણ વધશે.

૩. તમારું કબાટ સાફ કરો.

એવી ઘણી બધી વસ્તુઓ હશે જે તમે એ અસ્તવ્યસ્ત પડેલા કબાટમાં ખોવી દીધી હશે. તો આવા ફ્રી ટાઈમમાં તમે કબાટ સાફ કરી શકો છો.

૪. જુના મિત્રોને કોલ કરો

આજના ભાગતા સમયમાં નવા લોકો જેમ જેમ મળતા જાય તેમ જૂના લોકોને આપણે ભૂલતાં જઈએ છીએ જે ખૂબ જ ખરાબ કહેવાય. આવા કંટાળાજનક સમયમાં એમની જોડે વાત કરી તમારો મૂડ ફ્રેશ કરી શકો છો.

૫. જુના ફોટાઓ જુઓ

મોબઈલની ગેલરી ખોલી મિત્રો તેમજ પરિવાર સાથે માણેલી યાદગાર પળો યાદ કરી એ કંટાળો દૂર કરી શકો છો. અથવા એકદમ જૂના ફોટાઓનું આલ્બમ પણ બહાર કાઢી તેના ફોટાઓ એન્જોય કરી શકો છો.

૬. સંગીતની મજા લો

જો કે આ કહેવાની આમ તો જરૂર ન પડે કારણ કે આજના જમાનાનો કોઈ પણ યુવાન ખાલી સમયમાં કંટાળો દૂર કરવા દરમિયાન હેડફોન કાનમાં ભરવી મ્યુઝિકની મજા માણતો જ હોય છે. અને એક હદ સુધી મ્યુઝિક સાંભળવાથી તમારા શરીરમાં નવી ઊર્જાઓનું સંચય પણ થઈ શકે છે.

લેખન સંકલન : યશ મોદી

તો તમે આના સિવાય કંટાળો આવે ત્યારે શું કરો છો ? કોમેન્ટમાં જરૂર લખજો…

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,746 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>