Exchange Offer સાથે આ અઠવાડિએ ખરીદી શકો છો સિલેક્ટીવ સ્માર્ટફોન

જો તમારી પાસે કોઇ જુનો ફોન હોય અને તમે એક્સચેંન્જ કરવાનું વિચારી રહ્યા હોયતો હાલમાં ઓનલાઇન વેબસાઇટ્સ પર કેટલીય એક્સચેંન્જ ઓફરો ચાલી રહી છે. અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક લેટેસ્ટ એક્સચેન્જ ઓફર્સ વિશે.

Google Nexus 6

Exchange Offer સાથે આ અઠવાડિએ ખરીદી શકો છો સિલેક્ટીવ સ્માર્ટફોન

કિંમત- 43999 રૂપિયા

એક્સચેન્જ પછી- 33999 રૂપીયા
ઉપલબ્ધ – ફ્લિપકાર્ટ

5.96 ઇંચ સ્ક્રિનમાં ઉપલબ્ધ ગુગલના લેટેસ્ટ ફૈબલેટ નેક્સસ 6માં 3GB રેમ આપવામાં આવી છે. આ ફૈબલેટમાં HDથી ચાર ઘણી સારી સ્ક્રિન(ક્વાડ એચડી 1440*2560)છે. સ્ક્રિન પર સ્ક્રેચના પડે એ માટે કોર્નિંગ કંપનીનો ગોરીલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન આપવામાં આવ્યો છે.

3GB રેમ સાથે ફોનમાં 32GB અને 64GB ઇન્ટરનલ મેમરીનો વેરીએંટ પણ ઉપલબ્ધ છે. 2.7 GHz પાવરફુલ ક્વાડ કોર પ્રોસેસર ફિટ કરવામાં આવ્યુ છે. ડ્યુઅલ રેકોર્ડિંગ(ફ્રંન્ટ અને બેક કેમેરા એક સાથે વિડિઓ રેકોર્ડીંગ કરી શકે છે) ફિચર સાથે ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા અને સેલ્ફી અને વિડિઓ કોલિંગ માટે 2 મેગાપિક્સલ ફ્રંન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

સાથે સાથે એંડ્રોઇડનું સૌથી લેટેસ્ટ વર્જન લોલીપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફોનમાં 3220 mAh બેટરી બેક આપવામાં આવ્યુ છે જે 330 કલાક સ્ટેંન્ડ બાય ટાઇમ સાથે 24 કલાકનો ટોક ટાઇમ આપે છે.

Samsung Note-4

Samsung Note-4
કિંમત- 55041 રૂપિયા

એક્સચેન્જ પછી – એક્સચેન્ચ થનાર ફોન પર આધારિત
ઉપલબ્ધ – સ્નેપડીલ

સેમસંગ ગેલેક્ષી નોટ 4 માં ક્વાડ- HD(HDથી ચાર ગણી સારી સ્ક્રિન ક્વાલિટી) રિઝોલ્યુશન આપવામાં આવ્યુ છે. ક્વાડ- HDના કારણે ગેલેક્ષી નોટ 4 આકર્ષક લાગે છે. નોટ 3ની જેમ નોટ 4માં ફ્લેટ ડિઝાઇન આપવામાં આવી છે. ફોનમાં 2.5 D ગ્લાસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગ્લાસ ફોનના પ્રોટેક્શન માટે વાપરવામાં આવ્યો છે. ગ્લાસથી સ્ક્રિનને સ્ક્રેચ રેજિંસ્ટંટ બનાવે છે. ગેલેક્ષી નોટ 4નું વજન 176 ગ્રામ છે અને તેની બોડી ફક્ત 8.5 mm પાતળી છે.

ફોનને ચાર રંગમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બ્લેક વ્હાઇટ, ગોલ્ડ અને પિંન્ક. કંપનીના જણાવ્યા પ્રમાણે ફોનમાં કેમેરાને પહેલા કરતા વધારે બ્રાઇટ બનાવવામાં આવ્યો છે.16 મેગાપિક્સલ કેમેરા OIS (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલિજેશન) સાથે ,ફ્રંન્ટ કેમેરા 3.7 મેગાપિક્સલ F1.9 લેન્સ સાથે આપવામાં આવ્યો છે. ફ્રંન્ટ કેમેરાનું એંન્ગલ 77 ડીગ્રીથી વધારીને 90 ડીગ્રી સુધી કરવામાં આવ્યુ છે. સાથે સાથે 3GB રેમ અને 2.7 GHz પ્રોસેસર ફીટ કરવામાં આવ્યુ છે.

Gionee Elife S5.1

Gionee Elife S5.1

કિંમત- 17483 રૂપિયા

એક્સચેન્જ પછી – એક્સચેન્જ થનાર ફોન પર આધારિત
ઉપલબ્ધ- સ્નેપડીલ

આ ફોનમાં 4.8 ઇંન્ચ સ્ક્રિન આપવામાં આવી છે જેનું રિઝોલ્યુશન 720*1280 પિક્સલ છે. આ ઉપરાંત ફોનમાં 306 પિક્સલ પ્રતિ ઇંચ ડેન્સિંટી આપવામાં આવી છે. AMOLED કેપિસિટિવ ટચ સ્ક્રિન 16 મિલિયન કલર ડિસ્પ્લે કરી શકે છે. ફોન એમિગો ઓએસ2.0 યુઝર ઇંન્ટરફેસ પર કામ કરે છે. 1જીબી રેમ સાથે ફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જીઓની કંપનીના આ ફોનમાં એક્ટર્નલ મેમરી કાર્ડની સુવીધા આપવામાં નથી આવી. પાવર માટે 1.7 GHz કોર્ટેક્સ A7 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. સાથે સાથે Mali450MP4 ગ્રાફિક્સ પ્રોસેસર આપવામાં આવ્યુ છે.

97.7 ગ્રામનો આ ફોન વજનમાં હલ્કો છે. ફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે સાથે સાથે LED ફ્લેશ અને 5 મેગાપિક્સલ ફ્રંન્ટ કેમેરા છે જે સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે છે. ફોન ફુલ એચડી વિડિઓ રેકોર્ડીંગ સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટીના મામલે એંડ્રોઇડ 4.4.2 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે .આ ફોન 2G, 3G, WLAN(વાઇ-ફાઇ, વાઇ-ફાઇ હોટસ્પોટ),બ્યૂટુથ અને માઇક્રોયૂએસબી જેવા બેઝીક ફિચર્સ આપવામાં આવ્યા છે.2050 mAh નોન રિમુએબલ બેટરી સાથે આવે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,816 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 17

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>