એવી 5 ખરાબ આદતો જે ક્યારેય નહીં થવા દે તમને પૈસાદાર, તો જાણો કઈ કઈ છે એ ખરાબ આદતો….

મિત્રો આપણને અમુક ખરાબ ટેવો હોય છે. આપણે તેને સુધારવી જોઇએ. અને જો ગ્રહોની સ્થિતિ અશુભ થઈ જાય તો આપણને ભાગ્યનો સાથ મળતો નથી. આપણી ટેવો પણ આપણા ભવિષ્ય સાથે જોડાયેલી હોય છે. આપણી આદતો ને આપણા વ્યક્તિત્વની ઓળખ માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય એ અમુક આદતો એવી બતાવી છે જે ખોટી છે અને તેનાથી અશુભ ફળ મળે છે. આ આદતોને કારણે કુંડળીના દોષો વધે છે અને વ્યક્તિ ક્યારેય જિંદગી માં આગળ વધી શકતો નથી.

1. બાથરૂમ ગંદુ હોય તો ચંદ્રગ્રહ દ્વારા અશુભ ફળ પ્રાપ્ત થાય છે

પાણી ને ચંદ્ર પૂરી રીતે પ્રભાવિત કરે છે. માટે ન્હાયા પછી હમેશા બાથરૂમની સફાઈ કરવી જોઈએ. ગંદકીની સાથે ઢોળાયેલાં પાણીને પણ સાફ કરી દેવું જોઈએ. શાસ્ત્રો પ્રમાણે જો ચોખાઈ રાખવામા આવે તો સારું ફળ મળે છે.

2. જમ્યા પછી ક્યારેય એઠી થાળી છોડીને ઊભા થવું જોઈએ નહીં.

હમેશા આપણે જમીને ઊભા થાએ ત્યારે આપણી ડિશ ત્યાથી ઉપાડી લેવી જોઇએ. જો આવું ના કરીયે તો માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે. માટે આપણને સ્વાસ્થ્યલાભ મળી શકતા નથી. બહુ મહેનત કરવા છતાં ફળ પ્રાપ્ત થતું નથી. જો જમીને એઠા વાસણોને યોગ્ય જગ્યાએ મૂકો તો અન્નપૂર્ણા માતા ખુશ થાઇ છે. ને સારા આશીર્વાદ આપે છે.

3. ઘરમાં બૂટ-ચપ્પલ ગમેતેમ વિખેરાયેલાં ના રાખવા જોઇએ.

આપણાં ઘરમાં બુટ ચપ્પલ આડાઅવળા મૂકવાથી ભગવાન નારાજ થઈ જાય છે. વાસ્તુ પ્રમાણે અવ્યવસ્થિત રીતે વિખેરાયેલાં બૂટ-ચપ્પલથી શત્રુઓ વધે છે. આ આદતને કારણે સમાજ માં આપડું માન-સન્માન રહેતું નથી.

4. હમેશા ઊઠીને પથારી ત્યાથી લઈ લેવી જોઇએ.

જો આપણાં ઘરમાં પથારી વ્યવસ્થિત ના હોય, ચાદર ગંદી રહેતી હોય તો તે અશુભ પ્રભાવ આપનારી ટેવ છે. જે ઘરોમાં પથારી ગંદી હોય ત્યાં રહેનાર લોકોની દિનચર્યા પણ અવ્યવસ્થિત જ રહે છે. આવા લોકો કોઈ કામ સરખું કરી શકતા નથી.માટે આ ટેવ સારી નથી.

5. ઘરમાં ક્યારેય મોટા અવાજે બોલવું જોઇયે નહીં.

મોટેથી બોલવાની ટેવ હોય તો તે વ્યક્તિને શનિદોષનો સામનો કરવો પડે છે. શનિ દેવ આવા લોકોથી નારાજ થઈ જાય છે. રાડો પાડવાથી ઘરના બીજા લોકો પણ પરેશાન થાય છે. માટે હમેશા શાંતિથી વાતચીત કરવી જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,216 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>