એક સમયે નાના ઓરડામા બનાવીને વેંચતા હતા નાસ્તો, આજે છે ૪૫૦ કરોડની આધુનિક ફેક્ટરીના માલિક

આજ ના સમય મા ગુજરાત ના ઘેર-ઘેર જોવા મળતું તેમજ દરેક નાના ભુલ્કાવો ના મોઢું જાણીતું નામ એટલે ગોપાલ. આ ગોપાલ નું ફરસાણ નમકીન ઘણું પ્રખ્યાત છે અને નાના હોય કે મોટા બધા તેનો આનંદ લે છે. પછી ગોપાલ ના ગાંઠિયા,ચણાની દાળ,સેવ, સિંગ,તીખા-મોરા સેવ-મમરા અને ઘણી બધી બીજી ફરસાણ ની વાનગીઓ લોકપ્રિય છે. જોકે આ સફળતા પાછળ ગોપાલ નમકીન ના માલિક શ્રી બિપીનભાઈ હદવાણી નો સંઘર્ષ અને તેમની મહેનત જાણવા જેવી છે.

સફળતા પામવાં જરૂરી છે શરૂઆત – આ મંત્ર તેમને કામ લાગ્યો

બિપીનભાઈ હદવાણી નું મૂળ ગામ જામકંડોરણા તાલુકા નું ભાદરા અને તેવો પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામ મા ફરસાણ ની દુકાન ચલાવતા હતા. ગામડું હોવાથી ગ્રાહકોની રાહ જોવી પડતી ક્યારેક મંદી તો કયારેક લગ્ન પ્રસંગો સમયે તેજી, પોતાના ધંધા ના વિકાસ અર્થે બિપીનભાઈએ એક રૂપિયા મા ચવાણું ના પેકેટ બનાવી ગામડે-ગામડે ફેરી કરવાનું ચાલુ કર્યું.

થોડા સમય બાદ પૈસા ભેગા થતા રાજકોટ આવી પોતાના પિતરાઈ ભાઈ સાથે રૂપિયા ૮૫૦૦ નુ રોકાણ કરી ભાગીદારી મા ગણેશ નામે ધંધો શરુ કર્યો.આ ગણેશ નામ ના બ્રાંડ મા સેવ,ગાંઠિયા,દાળમુઠ,ચણાની દાળ,વટાણા જેવા ફરસાણ નો સમાવેશ કરવામાં આવ્યો અને તેના પેકેટ બનાવી વેચાણ શરુ કર્યું. ધંધો સારો ચાલ્યો જેથી પિતરાઇ ભાઇએ ભાગીદારી છોડી સ્વત્રંત પોતે ધંધો સંભાળી લીધો.

કોઇપણ ધંધા ની કરોડરજ્જુ ગણાતા માર્કેટિંગ કે જાહેરાત વગર રાજકોટ મા મેળવી ઉદ્યોગીક સફળતા

૧૯૯૪ મા ધંધા મા ભાગીદારી છૂટી થતા પોતાની પત્ની દક્ષાબેન અને બેન-બનેવી ના ટેકા થી ફરી પાછુ નાનામવા રોડ ઉપર રાજનગર-૪ ખાતે આવેલ રેહ્ણાક મા કોઇપણ જમા પુંજી વગર રૂપિયા ૧૨૦૦૦ નો ચણાનો લોટ,તેલ અને મસાલાઓ બાકી મા લાવી ‘ગોપાલ’ નામની બ્રાન્ડ શરૂ કરી.

પોતે સાઈકલ પર ફરી ને આ નમકીન વેચતા અને થોડા સમય બાદ ફેરિયાઓને માલ આપી આ ધંધા મા શ્રી ગણેશ કર્યા. બે વર્ષ મા તો ધંધો જામી ગયો, ચાર વર્ષ સુધી ઘરે રહીને ધંધો કર્યા બાદ કારખાના નો વિચાર આવ્યો. જેથી હરિપર ખાતે કારખાનું ચાલુ કર્યું અને ત્યારબાદ સતત સફળતા તેમને સામે થી આવતી ગઈ. ૨૨ વર્ષ દરમિયાન ધંધા નુ વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૪૫૦ સુધી પોહ્ચાડ્યું.

૫૬ કરોડ ના અધતન મશીનો માત્ર ૬ કરોડ મા થયા ઉભા

આ રીતે સતત ધંધા મા મળતી સફળતા થી માલ ની જાવક વધતા મેટોડા ની એક ફેક્ટરી મા સ્વસંચાલિત કારખાનું નાખવાનો નિર્ણય કર્યો અને ત્યારે જાપાન ની કંપની પાસે થી ભાવપત્રક મગાવતાં તેમણે રૂપિયા ૫૬ કરોડ નું ભાવ આપ્યો. આ ભાવ ના પોસાતાં તેમને જાતે આવુંજ મશીન માત્ર રૂપિયા ૬ કરોડ મા બનાવ્યું હતું. આજે રોજ નું ૩૦ ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતી મશીનો સાથે ‘ગોપાલ’ નુ ફરસાણ નુ કારખાનું છે જેમાં પ્રિન્ટિંગ તેમજ તેનું પેકેજીન્ગ પણ ત્યાં જ થાય છે.

કુદરતી ઉર્જા નો કર્યો ભરપુર ઉપયોગ

કુદરતી ઉર્જા જેને પાછી વાપરી શકાય તેવી ઉર્જા ગોપાલ ફરસાણ ના કારખાના મા જોઈ શકાય છે. જેમાં મુખત્વે સૂર્ય ઉર્જા થી ચાલતું સોલાર પેનલ અને છાણ નો ઉપયોગ કરાતું બાયોગેસ પ્લાન્ટ કે જેનાથી પ્રદુષણ રહિત ઉર્જા નું ઉત્પાદન કરવામાં આવે છે તેનો ઉપયોગ ચાલુ કર્યો. તૈયાર થઈ ગયેલા માલ ને સાચવવા એક વેરહાઉસ નુ પણ નિર્માણ કરવામાં આવ્યુ છે.

આજે કરે છે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ કામ

ગુજરાત ના રાજકોટ ની મેટોડા જી.આઈ.ડી.સી. ના મોટા કારખાના મા આજે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. કારખાના મા કામ કરવા સાથે ફરસાણ અને માલ-સામાન ની હેરફેર કરવા માટે ૧૦૦ થી વધુ ટ્રક છે તેમજ સાથે એક ઓટોમોબાઇલ વર્કશોપ પણ છે.

પોતાના પિતા ના સિધ્ધાંત ને જાળવ્યો

બિપીનભાઇ કહે છે કે તેમના પિતા હંમેશા કહેતા કે જે આપણે ખાવા મા ઉપયોગ કરીએ તે જ ઘરાક ને ખવડાવવું જોઈએ આ સિધ્ધાંત ને પોતાના જીવન મા ઉતારી આજે તેઓ સફળ થયા છે.તેમજ વધુ તેમણે જણાવ્યું કે તેમના કારખાના મા બનતો દરેક માલ તેમના ઘરે પણ નાસ્તા મા ઉપયોગ મા લેવાય છે. આ જ કારણ છે કે જે ટર્નઓવર તેમને ૨૦૦૬ માં વાર્ષિક મળતી આજે રોજ ની છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,674 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>