એક નારીના કેટલા રૂપ ? જાણો એક કામવાળી વિષે જે કરે છે આ પ્રકારનું પણ કામ…

દેશમાં સ્ટેન્ડઅપ કોમેડિયન તેજીથી ઉભરી રહ્યા છે. અનેક નવા ચહેરો આ વ્યવસાયમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. જોકે, દિપીકા મ્હાત્રે અન્ય સ્ટેન્ડ અપ કોમેડિયનથી અલગ છે. તે દિવસે બીજાના ઘરોમાં ઘરેલુ કામ કરે છે અને રાત્રે સ્ટેન્ડઅપ કોમેડિયન બની જાય છે. મુંબઈની કામવાળી બાઈ દીપિકા આખી દૂનિયાની સામે આજ્ઞાકારી અને દરેક આદેશ માનનારી નોકરાણી તરીકે ચેલેન્જ આપે છે અને લે છે.૧

43 વર્ષીય દીપિકા કહે છે કે, મારા મોટાભાગના માલિકો મારી સાથે સારું વર્તન કરે છે પણ હું બીજી કામવાળીઓ પાસેથી ડરાવની વાતો સાંભળતી હતી. હું બીજા કોમેડિયનની જેમ મારી ડેઈલી લાઈફના અનુભવોનો ઉપયોગ કરું છું. યુટ્યુબ પર તેમના વીડિયોમાં તેની ઝલક જોવા મળે છે. તેમણે બહુ જ બારીકાઈથી અમીર લોકોનો સ્વભાવ અને આદત પર ધ્યાન આપ્યું છે, અને તેને કોમેડીમાં સામેલ કરે છે. ૨

જોકે, બીજાને હસાવનારા દીપિકાની લાઈફમાં પોતાને હસવા માટે સમય નથી હોતો. તેમનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થઈ જાય છે. સવારે 4.30 કલાકથી જ તેઓ ટ્રેનની સફર કરે છે. મુંબઈના રસ્તાઓ પર તે મુસાફરોને ઈમિટેશન જ્વેલરી વેચે છે. સવારે 7 વાગ્યે તેઓ મલાડના એક ઘરમાં પહોંચી જાય છે, જ્યાં તે ખાવાનું બનાવવાનું કામ કરે છે. બપોરના 2 વાગ્યે તેઓ પોતાના ઘર માટે જવા નીકળી પડે છે. ઘરે પહોંચવા માટે તેમને 90 મિનીટનો સમય લાગે છે. ઘર પહોંચીને પણ તેમને આરામ તો મળતો જ નથી. કેમ કે, તેમને પોતાના અસ્થમાથી પીડિત પતિની સારવાર કરવી પડે છે. તેમની 3 દીકરીઓ છે. એ બધાની જવાબદારી પૂરી કર્યા બાદ તેમને આગામી દિવસ માટે જ્વેલરી વેચવાની તૈયારી કરવાની હોય છે. સાંજે 6 વાગે તેઓ પોતાના ઘર માટે ખાવાનું બનાવે છે. જોકે, આજકાલ દીપિકાના જિંદગીમાં એક મોટો બદલાવ આવ્યો છે. તેઓ રોજ સાંજે કામ કર્યા બાદ મુંબઈના કોમેડી ક્લબમાં પરફોર્મ કરવા જાય છે.૩

દીપિકા પોતાની કોમેડીમાં સમાજના એલિટ ક્લાસની માનસકિતા પર તંજ કસે છે. ઘરોમાં થતા ભેદભાવો વિશે વાત કરતા તેઓ કહે છે કે, અમે બહુ જ ખાસ છીએ. અમે જ્યાં કામ કરીએ છીએ. ત્યાં અમારા માટે અલગથી વાસણો હોય છે. એટલું જ નહિ, અમને લિફ્ટ પણ અલગ આપવામાં આવેલી હોય છે.૪

મ્હાત્રેને કોમેડિયન બનવાનો મોકો નસીબથી મળ્યો છે. દીપિકાએ કહ્યું કે, તેમની એક મેડમ સંગીતા બહુ જ સારી હતી. તેમને ઘરની નોકરાનીઓ, ડ્રાઈવરો અને કામવાળી બાઈઓ વિશે એક ટેલેન્ટ શોનું આયોજન કર્યું હતું. ત્યાં બાકી લોકોએ તો ડાન્સ કર્યો હતો, પણ જ્યારે હું સ્ટેજ પર પહોંચી તો મેં મેડમ વિશે મજાકિયા વાતો કરીને અને ઓડિયન્સને તે બહુ જ ગમી.૬

તેના બાદ એક પત્રકારે દીપિકા વિશે સાંભળ્યું, તો તેણે પોતાના પ્લેટફોર્મ પર બોલાવ્યું. બૈડ ગર્લ નામના શોમાં અદિતિ મિત્તલે તેમને સ્ટેજ પર સ્ટેન્ડ અપ કોમેડી કરવાનો મોકો આપ્યો. આ શોમાં અસાધારણ કામ કરતી અસાધારણ મહિલાઓને ફીચર કરવામાં આવે છે. મિત્તલે કહ્યું કે, આ મેડમ મટીરિયલ કાઢી શકે છે. તેમના ક્લાસિસ્ટ અને સુપરીરિયર રીત અને તેમનો વ્યવહાર બહુ જ મજાકિયા છે.૭

દીપિકાના માલિકોવાળા જોક્સ પર લોકો સીસીટોઓ અને તાળીઓ વગાડે છે. પોતાની ઈમાનદારીથી સત્ય બોલનારી દીપિકા કહે છે કે, આ પહેલો મોકો છે, જ્યાં મને કંઈક બનવાની તક મળી. શો બાદ અનેક મેડમોએ પહેલીવાર મારી સાથે વિનમ્રતાથી વાત કરી, જેમના માટે હું પહેલા અદ્રશ્ય જેવી હતી. હવે મને કોઈ મેડમનો ડર નથી રહ્યો. મારી જિંદગીના સંઘર્ષે મને મજબૂત બનાવી દીધી છે. સ્ટેજ પર આવીને મારો આત્મવિશ્વાસ વધી ગયો છે. તેથી હવે મને કોઈનો ડર નથી લાગતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,622 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>