એક ખેતમજૂરને ખેતી કરતી વેળાએ મળ્યુ સોનાના ઘરેણા ભરેલુ માટલુ, પરંતુ સત્ય હકીકત જાણી ચોકી ગયુ આખુ ગામ

આજ થી ઘણા વર્ષો પેહલા ભારત ને સોના ની ચકલી માનવામાં આવતો. એવી મનાતું કે એક વખત હતો જયારે અહિયાં ની ભૂમિ માંથી સોનું નીકળતું. એટલે તો અંગ્રેજોએ ભારત માથે રાજ કર્યું હતું અને જયારે ભારત આજાદ થયું ત્યારે તેને સાવ ખાલી કરી નાખ્યું હતું. આ સિવાય ભારત ને એક ખેતી પ્રધાન દેશ પણ માનવામાં આવે છે. ખેડું રાત દિવસ એક કરી ધાન ની ઉપજ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે એવા જ એક ખેડૂત ની વાત કરવી છે કે જેના ખેતર માંથી ખેતકામ કરતા સમયે સોનું ભરેલ માટલું નીકળ્યું.

વાત કરવામાં આવે રાયપુર જીલ્લા ના ભટગાવ ની કે જ્યાં એક ખેડૂત પોતાના ખેતર મા ખેતી કરતો હતો અને પોતાનું ખેતર ખેડતા તેને જમીન માંથી સોનું ભરેલ માટલું મળ્યું. આ માટલા ને જોતા તેના હોશ ઉડી ગયા કેમકે તેમાં સોના ના દાગીનાં અને સોના ની પ્રતિમા હતી. જેમ-જેમ દિવસ વીત્યો તેમ ગ્રામજનો ને જાણ થતા પોલીસ ને જાણ કરવામાં આવી. થોડી વાર મા પોલીસ આ જગ્યા પર આવી અને પુછતાછ કરતા ખેડૂતે બધી વિગત વાર જાણકારી આપી.

પોલીસ અને ગ્રામજનો વચ્ચે સર્જાયો વાદ-વિવાદ

આ ફરિયાદ લખાયા બાદ માટલું જમીન માંથી નીકળેલું હોવાથી તેને સરકારી મિલકત દર્શાવી પોલીસે કબ્જા મા લઇ લીધી. આ કારણોસર પોલીસ અને ગ્રામજનો વચ્ચે વાદ-વિવાદ સર્જાયો અને ગ્રામજનો નુ કેહવું હતું કે જે વસ્તુ જેના ખેતર માંથી નીકળી હોય તેના પર પેહ્લો હક્ક તે ખેતર ના માલિક નો હોય છે. ઓછા મા ઓછી ૨૪ કલાક સુધી ખેડૂતો અને પોલીસ વચ્ચે જોરદાર વિવાદ થયો અને ત્યારબાદ અંતે આ માટલાં ને સરકારી સંપતિ દર્શાવી પોલીસ લઇ ગઈ હતી.

જમીન માંથી નીકળેલ માટલા મા દાગીનાં હતા ખોટાં

આ વિવાદ થોડો શાંત થતા ગામ ના વડીલ લોકો પોલીસ સ્ટેશન ગયા અને આ માટલા મા રહેલ દાગીનાં ની તપાસ કરવા વિનંતી કરી. જયારે આ દાગીનાં ની સોનારે તપાસ કરી તો તેણે જણાવ્યું કે આ દાગીનાં ખોટાં છે અને તેમાં રહેલ મૂર્તિ પણ ખોટી છે. પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કર્યા બાદ ખુલાસો આપ્યો કે કોઈ અજાણ વ્યક્તિએ ખેતર ઉપર કબ્જો મેળવવા આ કાવતરું ઘડ્યું હતું પણ તેમાં તે નિષ્ફળ થયો.

આ ખેડું ને મળ્યું હતું માટલું

વાત થાય છે ગયા મંગળવાર ની કે જ્યારે સુખદેવ નામ નો ખેડું કે જેની ઉંમર ત્રીસ વર્ષ છે તે પોતાની જમીન મા સવારે ખેતી કરતો હતો ત્યારે તેને જમીન માંથી એક સોના ના દાગીનાં ભરેલ માટલું મળ્યું. જેમાં મંગળસૂત્ર, પાટલા અને ભગવાન ની મૂર્તિ હતી. હજુ સુધી આ વાત નક્કી નથી થઇ કે આ માટલું કોને સોપવામાં આવે આને સરકારી મિલકત ગણવામાં આવે કે પછી ખેડૂત ની.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,154 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>