એક એવી શિવલિંગ કે જે દિવસમા ત્રણ વખત બદલે છે પોતાનો રંગ, આના દર્શન માત્રથી લગ્નની મનોકામના થાય છે પૂર્ણ…

શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હરેક મંદિરે ભક્તો ની ભીડ જામી હોય છે. શહેરમાં ભોલેનાથ ના ઘણા મંદિર પણ દેખાશે. આ બધાજ મંદિર માથી અમુક મંદિરો ચમત્કારી હોય છે. આવું જ એક મંદિર છે રાજસ્થાનના ધૌલપુરમાં, જેનું નામ છે અચલેશ્વર મહાદેવ. આ મંદિર સ્વયંભૂ છે, પણ આ મંદિર માં અમૂક એવી ખાસિયત છે જેના લીધે આ મંદિર બીજા મંદિર થી બિલકુલ અલગ માનવામાં આવ્યું છે.

દુનિયા ભરમાં પ્રસિદ્ધ એવું રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં આવેલું અને ડુંગરોની વચ્ચે સ્થિત આ મંદિર છે અચલેશ્વર મહાદેવ મંદિર. ત્યાં પોચવું ખુબજ કઠિન છે કેમકે અહી ડુંગરાળ વિસ્તાર છે. જેથી અહી પહોંચવું કોઈ ખતરાથી ઓછું નથી. પરંતુ ભગવાન ના ભક્તો ને આ બધુ કઠિન લાગતું નથી અને કોઈ પણ મુશ્કેલીથી તેવો ડરતા નથી. ભક્તો નો એકજ ધ્યેય હોય છે કે અમારે શિવ ના દર્શન કરવા છે.

તમને જણાવી દઈએ કે આ મંદિરમાં સ્થિત શિવલિંગ વિષે એવું માનવમાં આવે છે કે આ શિવલિંગ દિવસમાં ત્રણ વાર પોતાનો રંગ બદલે છે. સવારના પોરમાં શિવલિંગ લાલ રંગની હોય છે. બપોર થતાં તે કેસરિયો રંગ ધારણ કરે છે. અને સાંજ થતાજ તે શ્યામ રંગનું થઈ જાય છે. આવું કઈ રીતે શક્ય છે ? આવું કેમ થતું હશે, આ વાતોનો જવાબ કોઈની પાસે નથી.

એવી જાણકારી પણ મળેલી કે અહી આટલા ભયજનક રસ્તા હોવા ઉપરાંત ઘણા વર્ષો પહેલા ભક્તોએ શિવના આ સ્વયંભૂ શિવલિંગને અહીંથી ઉઠાવી ને, કોઈ બીજી જગ્યાએ મુકવાના હેતુથી અહી ખોદવાનું પણ ચાલુ કર્યું હતું. પણ અચાનક આ ખોદકામ ભક્તો એ વચ્ચેથી જ બંદ કરી દેવું પડયું હતું, એનું કારણ એ હતું કે ઘણી બધી ઊંડાઈ સુધી ખોદકામ કર્યા બાદ પણ આ શિવલિંગનો અંતિમ છેડો મળ્યો ન હતો.

શ્રાવણ માસ ના સોમવારનું વ્રત કુંવારા લોકો માટે અહી ઘણું લોકપ્રિય છે. લોકો અહી પોતાની ઈચ્છાઓને પુરી કરવા માટે વ્રત રાખે છે. ખાસ તો જે કોલો લગ્ન કરવા ઈચ્છુક હોય તેમની આ મનોકામના શિવજી ઘણી જલ્દી પુરી કરે છે. પોતાના માટે સારા જીવનસાથીની પ્રાપ્તિના માટે અહીં પર લોકો મનોકામના માંગવા માટે મોટી ભીડ જમા થાઈ છે. અને ભક્તો પોતાની ઈચ્છા પુરી કરવા શિવ ને પ્રાર્થના કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,259 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>