એક અઠવાડિયા સુધી બગડે નહિ અને મુસાફરીમા નાસ્તા તરીકે લઈ શકાય એવા “બાજરાના લોટના વડા” બનાવવાની રીત…

બાજરાના લોટના વડા બનાવવાની રીત :-

આ વડા બનાવવા માટે ૨ કપ બાજરા નો લોટ,પાણી, એક ચમચી વાટેલા લીલા મરચા,થોડુક ખાટું દહીં, એક ચમચી લાલ મરચું,એક ચમચી તેલ,એક ચમચી ગળ્યા અથાણા નો રસો, એક ચમચી તલ,બે ચમચી ખાંડ,થોડો અજમો,થોડો ગરમ મસાલો,એક ચમચી ચણા નો લોટ, એક ચમચી હળદર, એક ચપટી ખાવાનો સોડા અને નમક સ્વાદાનુસાર. હવે આ બધી વસ્તુઓ ને બાજરા ના લોટ મા ભેળવી લેવી.

હવે તેલ ભેળવી તેમાં વાટેલા લીલા મરચા, લસણ જો ખાતા હોય તો, એક ચપટી ખાવાનો સોડા, અથાણા નો ગળ્યો રસો અને ઘરે બનાવેલું સામાન્ય દહીં તેમજ બીજી બધી જ વસ્તુઓ ને હાથ થી સારી રીતે ભેળવી તેમાં જરૂર મુજબ પાણી નાખી પરોઠા ના લોટ ની જેમ લોટ બાંધી તૈયાર કરી લેવો અને આ લોટ ને દસ થી પંદર મિનીટ માટે ઢાંકી રાખી મુકવું.

દસ થી પંદર મિનીટ બાદ તેને બહાર કાઢી પાછુ એક વાર મસળી લેવું. હવે હથેળી ને તેલ વાળી કરી તેના લુવા બનાવી તેને પોતાની આંગળીઓ થી ગોળ વડા જેવો આકાર આપી દો. આ જ રીતે વધેલ બધા લોટ ના આ રીતે વડા બનાવી લઈશું. આ વડા હવે તૈયાર છે માત્ર તેને તળવાની વાર છે. ગેસ ચાલુ કરી તેલ ગરમ થવા દો. ધીમા તાપે વડા તેમાં તળવાના છે.

એક પછી એક વડા મુકતા જવા અને જેમ-જેમ વડા ઉપર આવવા લાગે તેમ-તેમ તેને ફેરવી દેવા. ગેસ ધીમો રાખવો જેથી વડા કાળા ના પડે. આ વડા જયારે બન્ને તરફ થી સોનેરી થઈ જાય એટલે તેને ટીસ્યુ પેપર ઉપર કાઢી લેવા. આ રીતે બધા જ વડા તરી લેવા. આ તમારા બાજરા ના વડા તળાઈ ને તૈયાર છે. તેને લીલી ચટણી અથવા તો દહીં સાથે પ્લેટ મા રાખી પરોસી શકાય છે. તેમજ આ વડા ને પાંચ થી છ દિવસ સુધી પણ રાખી ઉપયોગ મા લઈ શકાય છે. ખાવામાં સ્વાદ હમેશાં તાજા જેવો જ આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,456 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>