આયુર્વેદિક ડોક્ટર અને ૧૦ કરતા વધુ વિષયો પર પુસ્તકો લખી ચૂકેલા એક ડોક્ટર ના સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ મુજબ, તમે ૭ દિવસ મા ૩ થી ૭ કિલો સુધી વજન ઘટાડી શકો છો.
તેના માટે તમારે 3 દિવસ મગનુ શુપ અને બાકીના ૪ દિવસ શુપની સાથે શાકભાજી પણ ખાવાના રહેશે. ખાસ ધ્યાન રાખજો કે મગ આખા હોવા જોઈએ.
તો ચાલો જાણીએ આ અનોખો ડાયટ પ્રોગ્રામ:
શરીર ની ગંદકી દુર કરતા પીણા
આ પ્રોગ્રામને મુજબ સૌથી પહેલા તમારે સવારે ઉઠીને ૨ ગ્લાસ નવશેકુ ગરમ પાણી પીવાનુ છે. આ પાણી બેસીને એક-એક ચૂસકી લયને પીવો. તેનાથી શરીરના ટોક્સિન નીકળી જાય છે અને શરીર હાઇડ્રેટ રહે છે.
તેના પછી તમારે થોડુ મેડિટેશન અને યોગ પણ કરવાના રહેશે. જો આ કરવા ન ઈચ્છતા હોય તો ઓછામા ઓછુ ૧૫ થી ૩૦ મિનિટ ચાલવાનું રાખો. તેનાથી ચરબી બળવામા મદદ મળશે.
તો ચાલો જાણીએ આ મગનો આ અનેરો ડાયટ પ્લાન:
પહેલા ત્રણ દિવસ
ડાયટ પ્લાન મુજબ પહેલા ૩ દિવસ તમારે આખા મગનુ સૂપ પીવાનુ છે. આ સૂપ તમારે દિવસમા ૬ વખત પીવાનુ છે. આ સૂપ માટે મગને બાફીને તેમા આદુ, મીઠુ, વરિયાળી, કોથમીર, લસણ, હિંગ, જીરુ અને લીલા મરચા નાખીને આ સૂપ તૈયાર કરો. આ વસ્તુઓને મગ બાફતી વખતે જ નાખી દો. તેમા વઘાર કરવાનો નથી.
– આખા દિવસ માટે સૂપ એક વખતમા જ તૈયાર કરી લો. પછી આખો દિવસ થોડુ-થોડુ પિતા જાવ. એક વખતમા એક વાટકો સૂપ પીવાનુ રહેશે.
– પહેલા દિવસે થોડુ નબળાઈ જેવુ મહેસુસ થઈ શકે છે. જો આવુ થાય તો તમે સૂપની ક્વોંટિટી અને ફ્રિકવન્સી મા વધારો કરી શકો છો.
– જો તમને ચા પીવાની ટેવ હોય તો દિવસમા ૨ વખત તમે ચા પણ પી શકો છો.
– આખા દિવસમા તમારે ૮ થી ૧૦ ગ્લાસ પાણી ફરજીયાત પીવાનુ છે, જેથી ટોક્સિન યોગ્ય રીતે બહાર નીકળી શકે.
– લીંબુ, ટામેટા અને દહીં જેવી ખાટી વસ્તુઓનો ઉપયોગ ના કરવો. તેલ અને ઘી નો ઉપયોગ પણ ના કરવો.
છેલ્લા ચાર દિવસ
– છેલ્લા ૪ દિવસ તમારે મગના સૂપની સાથે સાથે લીલા શાકભાજીનુ પણ સેવન કરવાનુ છે. લીલા શાકભાજી સલાડ અથવા બાફેલા રૂપમા તમે ખાઇ શકો છો. તેમા પણ વઘાર કરવાનો નથી. લીલા શાકભાજી મા તમે કાકડી, ગાજર, બીટ, મૂળા, દૂધી, તૂરિયા, ફ્લાવર, ડુંગળી ખાઈ શકો છો.
– સૂપ અને શાકભાજીને તમે તમારા સમય મુજબ આખો દિવસ ઉપયોગ કરી શકો છો.
– જેમ કે, નાસ્તામા બાફેલા શાકભાજી ખાવ. પછી બપોરે જમવામા સૂપ અને શાકભાજી લેવાના. તેના પછી સાંજના નાસ્તા મા ફરીથી સૂપ અને સાંજે જમવામા સૂપ અને શાકભાજી લેવાના.
– વચ્ચે વચ્ચે પણ તમે સૂપ અને શાકભાજી ખાઇ શકો છો. સૂપને દિવસમા ૬ વખત તો ફરજીયાત પીવાનુ જ છે.
– ભૂખ્યા રહેવાનુ નથી અને ઓછા પ્રમાણમા સૂપ પણ પીવાનુ નથી.
નોંધ: ફીડિંગ કરાવતી મહિલાઓ, ગર્ભવતી મહિલાઓ અથવા જેમનુ યૂરિક એસિડ વધેલુ છે અને જેમને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે તેવા લોકોએ આ ડાયટ પ્લાન નુ અનુકરણ ન કરવુ.