ઋષિ દુર્વાસા વિષે તો દરેક ને ખબર જ હશે. આ ઋષિ તેના ક્રોધ ના લીધે જાણીતા છે. તેઓ નો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો હતો. જો કોઈ નાની એવી ભૂલ થાય તો પણ તેઓ શ્રાપ આપી દેતા હતા. એમને ખુશ કરવા અઘરા હતા. એક વાર ભગવાન કૃષ્ણના દરબાર માં તેઓ ગયા હતા. દ્વારકા જઈ ને કૃષ્ણ ને તેઓ એ કહ્યું કે મારા માટે જમવાનું બનાવવા માટે તમારા દળ ને કઈ દો. કૃષ્ણ એ તેના દળ ને ઋષિ દુર્વાસા માટે ભોજન તૈયાર કરવાનું કહ્યું.
ઋષિ દુર્વાસા માટે છપ્પન ભોગ બનાવ્યા અને ત્યાં એક કામધેનું ગાય હતી. તેના દૂધ દ્વારા એક કેસર ની ખીર પણ બનાવવા માં આવી કૃષ્ણ એ દુર્વાસા ને ખીર ચાખવા માટે કહ્યું. કૃષ્ણ કે ઋષિ કોઈ ને આ ખીર ની ગર્માહટ વિષે ખ્યાલ ન હતો. ખીર હજુ હમણાજ ચૂલા પર થી ઉઅત્રી હતી. દુર્વાસા એ આ ખીર ખાધી અને તેની જીભ બળી ગઈ. ઋષિ ને ખુબ જ ગુસ્સો આવ્યો અને તેના લીધે કૃષ્ણ ને શ્રાપ દેવા માટે ઋષિ એ કમંડલ ઉપાડ્યું.
તેઓ હજુ કૃષ્ણ ને શ્રાપ દેવા જઈ રહ્યા જ જતા એવા માં કૃષ્ણ એ બધી ખીર લીધે અને તેના આખા શરીર માં લગાવવા લાગ્યા અને નાચવા લાગ્યા. આ જોઈ અને ઋષિ હેરાન રહી ગયા. ધીમે ધીમે એમનો ક્રોધ શાંત થઇ ગયો અને તેઓ હસવા મંડ્યા તેઓ એ કૃષ્ણ ને રોકાઈ જવા માટે કહ્યું. કૃષ્ણ ઋષિ માં પગ માં પડી ગયા અને કહ્યું કે તમે જે સજા આપસો તે ભોગવવા માટે હું તૈયાર છુ.
દુર્વાસા એ કહ્યું કે તમે બહુ મહાન મેજબાન છો. તમારા જેવો મારો કોઈ ભક્ત નથી. મારા દરેક ભક્તો માં તમે સર્વ શ્રેષ્ઠ છો. હું તમને આશીર્વાદ આપું છુ કે જે ભાગ માં ખીર અડી હશે તમારા શરીર નો એ ભાગ વજ્ર સમાન થઇ જશે. તમને કોઈ હથિયાર ક્યારેય નુકશાન નહિ કરી શકે પણ કૃષ્ણ એ પગ ના તળિયા માં ખીર ન હતી લગાવી અને ત્યાં તીર લાગ્યું જેના લીધે તેનું મૃત્યુ થઇ ગયું.