ડુંગળી ને હાથ પર ઘસો અને તેના ચમત્કારી ફાયદાઓ જોઈ તમે પણ થઈ જાશો ચકિત…..

તમે એક વાત તો સાંભળી હશે અને કોઈ પાસેથી સાંભળી નહિ હોય તો અનુભવી જરૂર હશે કે જિંદગીમાં જે વસ્તુ આપણે ને રોવડાવે છે તેના ફાયદા ઘણા હોય છે. ડુંગળી આપણા રસોડાનું મહત્વનું અંગ છે અને તેનો ઉપયોગ ખાવામાં દરરોજ થાય છે. પણ ડુંગળીનો ઉપયોગ તમે ખાવાનું બનાવવા ઉપરાંત થોડી નાની મોટી ઈજા કે બીમારીઓમાં પણ કરી શકો છો. તો આવો જાણીએ ડુંગળી વિષે થોડા બીજા મહત્વના ફાયદા જેનો ઉપયોગ તમે નાની મોટી બીમારીઓમાં કે ઈજા થવા ઉપર કરી શકો છો.

ડુંગળીના ફાયદા

૧) જે જગ્યાએ જીવદુ કરડયું હોય ત્યાં ડુંગળી ઘસવાથી ઘણી રાહત થાય છે. હા, આ સાંભળવામાં થોડું અલગ જરૂર છે પણ છે એકદમ સાચું. હવેથી જયારે પણ તમને કોઈ નાના મોટા જીવડા કરડી લે તો તે જગ્યા ઉપર તમે ડુંગળી ઘસો, ફાયદા તરત મળશે.

૨) હાથમાં થતી બળતરા ઉપર પણ ડુંગળી ઘસી ને ઉપયોગ કરી શકાય છે. કેમ કે ડુંગળી ઘણી ઠંડી હોય છે અને તેની તાસિર દર્દ નિવારક ઔષધી જેવી હોય છે. તેવામાં હાથમાં બળતરા થવા ઉપર તેને ઘસવાથી ઘણો આરામ મળે છે.

૩) જો તમારી આંગળીમાં કે શરીરના કોઈ ભાગમાં ફાસ ઘુસી ગયી છે. તો પરેશાન થવાની જરૂર નથી. ડુંગળી તેમાં પણ ઘણી કામ આવે છે. તમે બસ ડુંગળીનો એક નાનો એવો કટકો લો અને તેને ફાસ વાળા ભાગ ઉપર ૪૦ મિનીટ સુધી ફેરવો. ઘુસી ગયેલી વસ્તુ પોતાની મેળે બહાર આવી જશે.

૪) ડુંગળીના રસને પાણીમાં ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી ખીલ અને ગરમીને કારણે થયેલ ઢીમચાં થોડા જ દિવસમાં દુર થઇ જાય છે.

૫) વાળના ઉદ્ગમ સ્થાને ડુંગળી ઘસવાથી વાળ કાળા અને મુલાયમ રહે છે. એટલું જ નહિ તેનાથી વાળ ખરવાના પણ ઓછા થઇ જાય છે. જેથી વાળ વધવામાં મદદરૂપ થાય છે.

૬) ગઠીયાવાં કે પછી સાંધાના દુ:ખાવામાં ડુંગળીનો રસને સરસીયાના તેલમાં ભેળવીને માલીશ કરવાથી રાહત મળે છે.

૭) જો પેશાબ કરવામાં તકલીફ થતી હોય અને એ સારી રીતે નથી આવી રહ્યો. તો પેટ ઉપર ડુંગળીના રસનું હળવું માલીશ કરવાથી ઘણો ફાયદો થાય છે.

૮) ડુંગળીના રસમાં બેક્ટેરિયા નાશક ગુણધર્મ હોય છે. તેને ઘા ઉપર લગાવવાથી ચેપ નથી વધતું.

૯) કાચી ડુંગળી થી ઇન્સ્યુલીન બને છે. તેથી ડુંગળીનો સલાડ ડાયાબીટીસના રોગીયો માટે ફાયદાકારક છે.

૧૦) ડુંગળીમાં ફાઈબર નુ પ્રમાણ વધુ હોવાથી તે રોજ કાચી ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.

૧૧) કાચી ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઇડ અને એમીનો એસીડ પણ હોય છે. જેને કારણે રક્ત દબાણ ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,224 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>