દુખાવામાં પેઈન કીલર ખાવા કરતા કરો આ ઘરેલું ઉપાય, મળશે અસરકારક પરીણામ

જો તમને કોઈ ઘાવ લાગ્યો હોય અને ત્યાં તમને દુખાવો થતો હોય તો. તે દુખાવા ને ટાળવા માટે ક્યારેય પેન કીલર ન ખાવી. આવું કરવાથી ફક્ત તમારો દુખાવો થોડા સમય માટે ઓછો થશે. પણ તે ઘા માં વધુ ફર્ક નહિ પડે. આ માટે બજાર માં મળતી પેઈન કીલર ખાવી એ વધુ ફાયદા કારક નથી. આ દવા થી કોઈ ફાયદો નથી થતો ઉલટાનું નુકશાન થાય છે. આ માટે જયારે તમને કોઈ જગ્યા એ વાગે ત્યારે ત્યાં હળદર અને ડુંગળી નો રસ મિક્ષ કરી અને લગાવી દેવો. આવું કરવાથી દુખાવો ઓછો થઇ જશે. અને ત્યાં રૂઝ પણ જલ્દી આવશે.

તમને જયારે પેટ માં દુખતું હોય તો ત્યારે કોઈ પેઈન કીલર ખાવા ને બદલે આદુ નું સેવન સેવન કરવું જોઈએ. પેટ ની બીમારી માટે આદુ ખુબ જ ફાયદાકારક છે. પેટ માં દુખાવો થતો હોય ત્યારે આદુ નો રસ કાઢી અને તેમાં અમુક ટીપા લીંબુ ના ઉમેરી અને પીવાથી પેટ ના દુખાવા માં રાહત મળે છે. અને સાંધા નો દુખાવો હોય તો પણ આદુ નો રસ નો ઉપાય કરવાથી દુખાવા માં રાહત થાય છે.

જો કોઈ ને માથા નો દુખાવો હોય તો તેણે ક્યારેય પેઈન કીલર ન ખાવી. કારણકે પછી એમને ટેવ પડી જાય છે. અને તે સેહત માટે પણ તે સારું નથી. આ માટે તમારે માથા નો દુખાવો દુર કરવા માટે કોફી નું સેવન કરવું જોઈએ. કેફીન  માં દુખાવો દુર કરવાનો કુદરતી ગુણ રહેલો છે. આ માટે જયારે માથું દુખે ત્યારે કોફી પી લેવી તમને માથા ના દુખાવા માં રાહત મળશે. હા પણ એક વાત નું ધ્યાન રાખવું કે એક દિવસ માં એક કે બે કપ જ કોફી ના પીવા વધુ પડતું કોફી નું સેવન પણ સેહત માટે સારું નથી.

આ ઉપરાંત જેમને પટ ની કોઈ બીમારી હોય જેમ કે ગેસ અપચો એમને ફુદીના નું સેવન કરવું જોઈએ. આવું કરવાથી એમને પેટ સબંધિત દરેક બીમારી થી છુટકારો મળશે. આ શીવાય વજન ઘટાડવા માટે પણ ફુદીનો ખુબ જ ફાયદાકારક છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,063 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>