વહુની એક નાનકડી વાતથી સાસુમાને સમજાયું પોતાના ઉપવાસ અને વ્રતનું મહત્વ…

દરરોજ સવારે, પૂજા કરતાં ઝોયાના સાસુ, વાર તહેવારે, વ્રત ઉપવાસ કરીને, પછી બીમાર પડતાં…

ઝોયા, સમજાવવાનો પ્રયાસ કરે કે ખરી આધ્યાત્મિકતા, વ્રત કે બટેટાની ખીચડી કે આ રાજગરાના શીરામાં નથી. પણ, સાસુ કુમુદ બેનને હંમેશાં, મોર્ડન ઝોયા, નાસ્તિક જ લાગતી.

જો કે ઝોયા ઊઠતાંવેંત, કુદરતનો આભાર માનતી કે સલોણી સવાર થતાં, કોઈ મારો ગઇકાલનો થાક ઉતારી નવી તાજગી બક્ષે છે. એ જમતાં પહેલાં, અન્નને દેવતા માનતી. કેમકે, એ પ્રસાદી રૂપે એને શરીરમાં જીવનશક્તિ આપે છે અને દિવસ દરમિયાન, તે પોતાનાથી બને એટલી કોઈને મદદરૂપ બની, પોતાનાથી કોઈને કશી તકલીફ ન થાય એની પૂરતી કાળજી લેતી. પણ, છતાં ય એ તો વડીલોની નજરમાં, ખાસ કરીને સાસુ કુમુદ્દબેનની દ્રષ્ટિએ, એ નાસ્તિક જ ગણાતી !

કુમુદબેન, આખો શ્રાવણ મહિનો એકટાણાં કરતાં. એમને થોડી તબિયત બગડી. રોજ સાંજે ભૂખ્યા રહી ન શકે અને જમાય પણ નહિ એટલે બિચારા (?) આચરકૂચર ખાઈ લેતાં. એમને પણ, હવે, તબિયત સારી ન રહેતાં, કંટાળો આવવા લાગ્યો. પણ, આજે તો વદ પક્ષ ચાલુ થતાં.., ઝાઝા ગયા ને થોડા રહ્યા !

પણ, એ વાત, ગેસ થોડો સમજે ? એ તો ગોટો થઈ પેટમાં ઉપડ્યો ! અને કુમુદબેનને દવાખાને દાખલ કરવા પડ્યાં !
દવા ચાલુ !અને, એકટાણા ?… ઓફકોર્સ ચાલુ જ !

દવાખાનેથી, ઘરે આવ્યાં, ઝોયા, એક અમેરિકન કમ્પનીમાં નોકરી કરતી હતી. એણે, એના હસબન્ડ, ઝિયાન્સ ને કંમ્પ્લેઇન કરી..
“એ યડિયર, આપણે, રોજ સાંજે ઇન્ડિયન ફૂડ ખાઈએ છીએ, એટલે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ્ટે મને નોકરીમાંથી કાઢી મૂકવા કહ્યું છે !” એમ કહીને રડમસ મોં કરી જોઈ રહી…

ઝિયાન્સ, કંઈ બોલે, ઇ પેલા જ કુમુદબેન બોલ્યા, “અરે, તું રાત કે દિવસ જોયા વગર, કામ કેવું સરસ કરે છે ! એનું કાંઈ નહિ ? તું શું ખાય કે ન ખાય એનાથી અમેરિકાના પ્રમુખને શું ફેર પડે છે ? સાવ મૂર્ખ ન કહેવાય ?”
ઝિયાન્સ, હસવા લાગ્યો..

ઝોયાએ, એના સામે ડોળા કાઢ્યા !main

કુમુદબેન આ બન્નેને જોઈ રહ્યાં. એમના પતિ, કમલભાઈ હસીને, પત્નીને કંઈ સમજાવે , એ પહેલાં જ કુમુદબેનને ઝબકારો થયો ! તે બોલ્યાં, “ઝોયા, મહારાજ ને કહી દે, સાંજની રસોઈમાં, જે તમારા માટે બનાવે એ જ હું ખાઈ લઈશ. મારા માટે સાબુદાણાની ખીચડી ન બનાવે ! મારો ભગવાન, કાંઈ મૂર્ખ નથી, હું હતી.”

અને એ હસી પડ્યા અને સાથે ઝોયા, ઝિયાન્સ અને કમલભાઈ પણ મલકી રહ્યા.

લેખક : દક્ષારમેશ “લાગણી”

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાંઆપજો, દરરોજ વાંચો આવી સુંદર વાર્તાઓ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,540 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>